થોરો નામનાં સંત (વિચારક, લેખક) થઇ ગયાં.
એક દિવસ શિષ્યોએ કહ્યું, ‘ગુરુદેવ, આખા જીવનમાં અણુ જેવડી પણ ભૂલ આપનાથી થયેલી નથી. એ અમે જોયું છે, એનું રહસ્ય શું?’
ગુરુદેવ કેવો સુંદર જવાબ આપે છે. જેની સાથે સતત સુંદર વિચાર હોય એ જ આવો જવાબ આપી શકે. ‘રહસ્ય જેવું કશું છે જ નહિ – બહુ સરળ વાત છે. મેં મારા મનમાં ખરાબ વિચારોને ક્યારેય પ્રવેશવા દીધો નથી અને અજાણ રીતે મારા આંતરમનમાં જો કુવિચાર પ્રવેશે તો તેને તુરત જ ભાગવું પડે છે.’ સંત થોરોએ જણાવ્યું અને કહ્યું, ‘ખરાબ વિચાર જ ખરાબ કર્મને જન્મ આપે છે. મનમાં ખોટો વિચાર આવતા રોકો તો તમે ખોટું કામ નહિં કરો.’ માણસ સારું વિચારી શકતો હોય, તો વિચાર જેવો સારો કોઇ સોબતી નથી. ‘જેની સાથે સુંદર વિચાર હોય છે તે કદી પણ એકાંતમાં હોતો નથી.’
આપનાં પ્રતિભાવો