માનવીનાં મનમાં જ્યારે કામ અને મોહ ઉત્પન થાય છે ત્યારે તે મોહાંધ બનીને ક્યારેક પોતાનો જ સર્વનાશ કરતો હોય છે. એ વિશે આપણાં પુરાણમાં એક કથા આપેલી છે. એ મુજબ… ભગવાનની દસ ઇંન્દ્રિયો અને અગિયારમું મન. આ બધાનાં તેજથી એક અત્યંત સ્વરૂપવાન કન્યા ઉત્પન કરવામાં આવી. એ સમયમાં નાડીજંઘ નામનાં એક દાનવનો મુરદાનવ નામનો શક્તિશાળી પુત્ર વિકારવશ થઇને દેવોની કન્યા એવી એકાદશીને તેની સાથે પરણવાનો પ્રસ્તાવ મુકે છે. એ વખતે એકાદશી દાનવ સાથે યુધ્ધની શરત રાખે છે. એ મુજબ પોતાની સાથે યુદ્ધ કરવાનું કહે છે. અને જીવ સટોસટનું આ યુધ્ધ જો તે જીતે તો તેની સાથે પરણવાની હા પાડે છે. પણ, આ યુધ્ધમાં એકાદશીની તલવારનો એક ઘા લાગતા મુરદાનવ મૃત્યુ પામે છે. હવે આમાં મુખ્ય વાત્ત એમ કહેવામાં આવી છે કે યુધ્ધમાં બંનેમાંથી એકનું મૃત્યુ તો નિશ્ચિત જ હતું. જો એકાદશી હારી જાય તો તેનું મૃત્યુ થતાં મુરદાનવ તેને પરણી ના શકે. અને જો એમ ના થાય તો મુરદાનવનું પોતાનું મૃત્યુ થાય. કેમ કે આ યુધ્ધ એવું યુધ્ધ હતું કે કોઇ એક મરે તો જ બીજો વિજયી થાય. આમ છતાં મોહથી અંધ બનેલ મુરદાનવ આ વાત ભુલીને યુધ્ધ ખેલવા તૈયાર થઇ ગયો હતો.
કામ અને મોહ – એક પુરાણ કથા
Posted in પ્રેરક પ્રસંગો