Posted by: રોહિત વણપરીયા | May 16, 2009

એક પ્રસંગ – રજનીશનાં પુસ્તકમાંથી..

એક પ્રસંગ રજનીશનાં કોઇ પુસ્તકમાં વાંચેલ…

એક અપરણિત યુવતીને ત્યાં દિકરાનો જન્મ થયો. સ્વજનો તે યુવતી પર ગુસ્સે થયાં. તેને બાળકનો પિતા કોણ છે તે પુછવામાં આવ્યું. યુવતીએ ગામને પાદરમાં રહેતાં એક સાધુ મહાત્માનું નામ આપ્યું. સ્વજનો તે સાધુ પાસે ગયાં અને ક્રોધિત થઇને તેને કડવા વચનો કહેવા લાગ્યાં. સાધુએ તેઓની વાત શાંતિથી સાંભળી અને કહ્યું, ‘એમ! એવું છે? ‘ અને તેઓની વાત સ્વીકારીને બનેની જવાબદારી પોતે લઇ લેશે તેવું વચન આપ્યું. ઘરે પાછા ફરતી વખતે તે યુવતીને પસ્તાવો થયો અને તેણે સ્વજનોને જણાવ્યું કે તે આ સાધુને ઓળખતી પણ ન હતી અને તેણે સાધુને જોયા પણ પહેલી જ વાર છે. આથી યુવતીનાં સ્વજનો ફરી પાછાં સાધુ પાસે ગયાં અને તેની માફી માંગવા લાગ્યા. સાધુએ માફી આપી. તેઓની વાત શાંતિથી સાંભળી અને કહ્યું, ‘એમ! એવું છે?’


Leave a response

Your response:

Categories