મારી જાણમાં છે તેવાં કેટલાક ઓછા જાણીતા ગુજરાતી શબ્દ/શબ્દસમુહ માટે એક શબ્દ. આપને આમાંથી કેટલા ખબર છે કે નથી એ નથી જાણવું, પણ શું બીજા આવા શબ્દો આપની જાણમાં છે?…
——————————-
કમરથી ઉપરનાં ભાગનું ચિત્ર = અરૂણચિત્ર
જ્યાં જઇ શકાય નહીં તેવું = અગમ્ય
જેનાં હાથ ઘૂંટણને અડે તેટલા લાંબા છે તેવો = અજાનબાહુ
ગાડા ભાડે ફેરવનારો – અધવાયો
છાપરાનાં નળિયાને વ્યવસ્થિત ગોઠવનારો = સંથારો
ઘણો પોકાર છતાં કોઇ કાને ન ધરે કે સાંભળે તે = અરણ્યરૂદન
ઘેર-ઘેર ફરીને ભિક્ષા માંગવી તે = માધુકરી
હાથમાં પકડીને/રાખીને લડવા માટેનું હથિયાર = શસ્ત્ર
લડવા માટે હાથમાંથી છૂટુ ફેંકી શકાય તેવું હથિયાર = અસ્ત્ર
કૂવામાંનાં દેડકા જેવી દ્રષ્ટિ = કૂપમંડૂક
જેની શરૂઆત જ થઇ નથી તેવું = અનાદિ
જે પીવાને લાયક/યોગ્ય નથી તેવું પ્રવાહી = અપેય
ઘેટાં-બકરાને રાખવાની જગ્યા = ઝોડકું (વાડો)
જ્યાં પગ મૂકી શકાય નહીં તેવું = અગોચર
જેનું મન બીજે ઠેકાણે છે તેવું = અન્યમનસ્ક
દરિયાની અંદર ગયેલો જમીનનો ભાગ = ભૂશિર
પ્રશંશાનાં શબ્દો દ્રારા નિંદા કરવી = વ્યાજસ્તુતિ
આધાર વિનાની મનઘડત વાતો = ઉટાંગ
આશરો કે ઉતેજન આપવું = પોશિંદુ
નમૂના માટે બે ચપટી/મૂઠી લેવાતા દાણા = વાનચી
નહીં માગવાની વૃતિ ધરાવતો = અજાચક
ખેતરમાં ભાત લઇને જનારી સ્ત્રી = ભથવારી
પતિનાં આગમનની રાહ જોતા ઘરે તૈયાર થઇને બેઠેલી સ્ત્રી = વાસકસજ્જા
પહેલીવાર પરણનાર પુરૂષ = પંથવર
શરાબ(મદિરા) જેવી નશીલી સ્ત્રી = મદિરાક્ષી
નાટ્યમંચનાં પડદા પાછળનો ભાગ = નેપથ્ય
મૃત્યુનાં દિવસથી વર્ષ પુરૂ થતું હોય તે તિથિ = સંવત્સરી
જે વૃધ્ધ હોવા છતાં મજબૂત બાંધાનું છે તે = ખખડધજ
પાણીમાં ભરેલો/રહેલો ચીકણો કાદવ = સૂંથ
ભાયડા જેવી (હિજડો નહીં) સ્ત્રી = વનળા
જે સ્ત્રીનું એકપણ સંતાન મૃત્યુ પામ્યુ નથી તેવી સ્ત્રી = અખોવન
સંકેત/ઇશારો સમજી જઇને પ્રેમીને મળવા જનારી સ્ત્રી = અભિસારિકા
(લગ્ન વખતેની એક વિધિરૂપે) વરરાજાનાં હાથમાં અપાતો દીવડો = રામણદીવો
લોખંડનું બાણ = નારાય
સાવ અસંભવીત હોય તેવું = આકાશકુસુમવત
એકની એક વાત વારંવાર કરવી = ચર્વિતચર્વણ
નગરનો નાશ = પુરભંગ
પાછળથી જેનો ઉકેલ સૂઝી આવે તેવી બુધ્ધિ = પચ્છમબુધ્ધિ
સંગીતનાં સથવારે પાર્વતીજીએ કરેલું નૃત્ય = લાસ્ય
રોહિતભાઈ સરસ જાણકારી છે જેનાથી નવું જ જાણવા મળે તેમ છે .
By: રૂપેન પટેલ on February 22, 2011
at 5:42 am
સરસ જાણકારી નું સકલન
By: praheladprajapati on February 24, 2011
at 2:26 am
ન્હાયેલા કપડા સહીત બહાર આવતી ભીનેવાન સ્ત્રી (Bips of Jism)- સધ્યશ્ર્લાધા
By: Kalpesh Sathwara on February 27, 2011
at 5:29 pm
સદ્યસ્નાતા શબ્દ છે. શ્લાઘા એટલે વખાણ. આત્મશ્લાઘા એટલે જાતવખાણ.
By: jjugalkishor on March 14, 2011
at 8:38 am