મહાન ચિત્રકાર પિકાસોનાં એક મિત્રએ…

મહાન ચિત્રકાર પિકાસોનાં એક મિત્રએ પિકાસોનાં ઘરમાં તેનું એકપણ ચિત્ર ન જોતા કહ્યું, ‘પિકાસો, તમારૂ એકપણ ચિત્ર તમે તમારા ઓરડાંમાં રાખ્યું નથી, શું તમારા ચિત્રો તમને જ નથી ગમતાં ?’

પિકાસોએ જવાબ આપ્યો, ‘જરૂર ગમે છે, પણ એ એટલાં મોંઘા હોય છે કે મને તે પોષાતા નથી.’

Advertisements

યુજેન ઓ’નીલ (Eugene O’Neill) – અમેરિકન લેખક-નાટ્યકાર

યુજેન ઓ’નીલ (Eugene O’Neill) (૧૮૮૮-૧૯૫૩) (ઇ.સ. ૧૯૩૬માં સાહિત્ય માટેનો નોબલ પુરસ્કાર મળેલ.)

આ અમેરિકન લેખક વિશ્વનાં મહાનતમ નાટ્યલેખકોમાં અગ્રસ્થાન ધરાવે છે.

જીવનની શરૂઆતમાં તેઓ એક વેપારી પેઢીમાં નોકરી કરતાં હતાં. – એ પછી ખાણમાંથી સોનુ શોધતી એક કંપનીમાં જોડાયેલ – પછી એક નાટ્યમંડળીમાં મદદનીશ વ્યવસ્થાપક તરીકે નોકરી કરી – નોર્વેની નૌકા કંપનીમાં ખલાસી તરીકે રહ્યાં. – એ પછી ૧૮ માસ આર્જેન્ટિનામાં વિવિધ ધંધાઓ કર્યા. – નકશા વિભાગમાં – ઊન વિભાગમાં – સિંગર સોઇંગ કંપનીમાં – બ્રિટિશ સ્ટીમર કંપનીમાં વગેરે અનેક નોકરીઓ કરી અને અસફળ રહ્યાં. – છેવટે બાપની નાટક કંપનીમાં નટ થયાં અને ત્યાં પણ અસફળ રહ્યાં. – ફરી એક અખબારમાં જોડાયા અને ભાડૂતી લેખક તરીકે લખવા લાગ્યાં. આ દરમિયાન ક્ષય રોગ થતાં છ મહિના હવાફેર માટે આરામગૃહમાં રહ્યાં અને એ દરમિયાન તેમણે નાટ્યકાર બનવાનો નિર્ણય લીધો અને એ પછી અત્યંત સફળ થયાં.

તેમની Strenge Interlude નામની કૃતિમાં નીના લીડ્સ નામની યુવતી ત્રણ પ્રેમીઓનાં પ્રેમની અનુભૂતિ કરે છે તેવી વાત છે, અને આ ત્રણેય પ્રેમીઓમાં તે પતિ, આશિક અને પિતાને જુએ છે.

તેમનાં God’s Chillun Got Wings નામનાં નાટકમાં પ્રણયની મસ્તીમાં સ્ત્રીઓ ચુંબન સાથે ખંજરનો પણ ઉપયોગ કરે છે તેવું વર્ણન છે.

તેમની Desire Under the Elms નામની કૃતિમાં એક માતા નિરંકુશ કામભોગ અર્થે પોતાનાં જ બાળકને ગળે ટૂંપો દઇને મારી નાખે છે તેવી વાત છે.

ચાહકોને લખેલા પત્રોમાંથી રજનીશનાં વ્યક્ત થતાં વિચારો…

રજનીશજીને તેમનાં ચાહકો તરફથી પત્રો મળતાં. એનાં તેઓ જવાબ પણ આપતાં. ચાહકો તરફથી મળેલાં પત્રોનાં રજનીશજીએ આપેલાં જવાબ સંકલીત કરીને પુસ્તક સ્વરૂપે પણ પ્રસિધ્ધ થયેલાં છે. તેમાંથી વ્યક્ત થતાં તેમનાં કેટલાક વિચારો…

#  જીવન એક બહુમૂલ્ય અવસર હૈ, પર ઉસકા મુલ્ય જીનેવાલા પર નિર્ભર હોતા હૈ.

#  વ્યક્તિ જો અપને કો બનાતા હૈ, વહી બન પાતા હૈ. ઇશ્વર ઔર શૈતાન દોનો કી સંભાવનાએ હમમેં હોતી હૈ. મનુષ્ય તો કેવલ બીચ કા સેતુ માત્ર હૈ. હમ પીછે ભી લૌટ શકતે હૈ, ઔર આગે ભી જા શકતે હૈ. પીછે લૌટનાં જીવન કો વ્યર્થ ખો દેના હૈ. આગે બઢને મેં હી સાર્થકતા હૈ. આગે બઢને કે ઇસ સંકલ્પ કો હી મૈં સચ્ચા જન્મ કહતા હૂં.

#  ભીતર દેખને પર, મિલન હોતા હૈ ‘સ્વંય સે.’ યહ મિલન હી યોગ હૈ.

#  સત્ય તો સતત મૌજૂદ હૈ, લેકિન હમ અંધે હૈ.

#  સહજતા હી સન્યાસ હૈ.

#  વ્યક્તિ સ્વંયં કે વિચારો કી અવજ્ઞા કર દેતા હૈ, ક્યોંકી યે વિચાર ઉસકે હી હોતે હૈ. ઔર, યહી અવજ્ઞા અંતતઃ આત્મઘાત સિધ્ધ હોતી હૈ. તુમ્હારે લીયે તુમ હી સર્વપ્રથમ હો. ઇસે ક્ષણભર કો ભી ભૂલનાં ખતરનાક હૈ. યહ અહંકાર નહીં સત્ય કી વિનમ્ર સ્વીકૃતિ માત્ર હૈ.

સ્ત્રીઓ વિશે એક વાત…

અમારી કંપનીમાં કામ કરતો ઉતરપ્રદેશનો એક કારીગર કંપનીમાં જ રહેતો અને મહિનાઓથી પગાર આપવા છતાં લેવાની ના પાડતા કહેતો કે જ્યારે તેને જરૂર પડશે ત્યારે તે એક સાથે જમા થયેલ પગાર લઇ લેશે. હું અમારી કંપનીમાં Accountant છું. આ રીતે તેનો છ મહિનાનો પગાર જમા થયા પછી તે એક વખત અમારી ઓફિસે આવ્યો અને પોતાનાં જમા પગારની માંગણી કરી. અમારા સાહેબે મને રૂ. ૫૦૦૦૦=૦૦ રોકડા આપ્યા અને મને તે કારીગરની સાથે જઇને તેનાં Bank Accountમાં એ રકમ જમા કરાવવાનું કહ્યું. રસ્તામાં તે કારીગર સાથે વાત કરતાં મને જાણવા મળ્યું કે તે લગ્ન કરવાં માંગતો હતો અને કન્યાપક્ષને એટલે કે કન્યાનાં પિતાને દહેજ આપવા માટે તે ત્યાં આ રકમ મોકલવા માંગતો હતો. એ વાત જાણવા મળી કે એ લોકોમાં એવો રિવાજ છે અને એ રીતે જ છોકરાનાં લગ્ન થઇ શકે છે. એમનાં આ રિવાજમાં કન્યાપક્ષ માટે વરપક્ષ તરફથી આપવામાં આવતી રકમ જ મહત્વની બની રહે છે. અહીં છોકરાનો દેખાવ, સ્વભાવ, તેની કમાણી, નોકરી વગેરે કાંઇપણ જોવામાં આવતું નથી.

સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે વરપક્ષ દહેજ લેતો હોય છે. અહિં આથી ઉલ્ટુ છે. આવા રિવાજો આજે પણ ભારતમાં અનેક સ્થળોએ જોવા મળે છે. આમાં વધારે કરૂણ હકીકત એ છે કે આવો સોદો થયા પછી કન્યાપક્ષને કન્યાની ખાસ કાંઇ પડી હોતી નથી અને વરપક્ષ કન્યાનો જાણે વસ્તુ ખરીદી લાવ્યા હોય તેમ ઉપયોગ કરે છે. આમ, સ્ત્રીને લગ્ન પહેલાં પિતાને, લગ્ન પછી પતિને અને પતિ પછી પુત્રને આધિન રહેવું પડતું હોય છે. આ ચક્રવ્યુહમાંથી બહાર નીકળવાનો એક જ માર્ગ છે. શિક્ષણ અને આર્થિક સધ્ધરતા તો પછીની વાત છે, પણ જેનો અભાવ છે તે છે સ્ત્રીની હિંમત.

આપણે જો એમ માનતા હોઇએ કે સ્ત્રીઓને ઉચ્ચ શિક્ષણ આપવામાત્રથી તેનું શોષણ અટકી જશે તો એ આપણી ભૂલ છે. આર્થિક રીતે સધ્ધર કે ઉચ્ચ શિક્ષણ ધરાવતી સંખ્યાબંધ સ્ત્રીઓ આજે પણ ‘બિચારી’ થઇને રહેતી જોવા મળે જ છે ને! એક સમયે રશિયામાં એવો રિવાજ હતો કે લગ્નપ્રસંગે કન્યાનો પિતા લગ્નવીધિ દરમિયાન કન્યાને ધીરેથી ચાબૂકનો ફટકો મારતો અને પછી પેલું ચાબૂક વરરાજાને ભેટમાં આપવામાં આવતું. એનો અર્થ એવો હતો કે હવેથી કન્યાને મારવાનો અધિકાર તેનાં પતિને મળે છે. આપણે રસ્તા પર ચાલીને જતાં હોઇએ અને એ વખતે રસ્તા પરનાં કૂતરાઓ આપણાંથી ડરીને થોડા દૂર જાય તો પણ આપણે તેને મારીને કે ડારીને ભગાડીએ છીએ, પણ જો એ જ કૂતરાઓ આપણને ડરાવે તો આપણે ત્યાંથી ભાગવાનું પસંદ કરીએ છીએ. આ એક કુદરતી બાબત છે અને લગભગ દુનિયામા આમ જ ચાલતુ હોય છે.

ઘણાં ઘરોમાં ઉચ્ચ શિક્ષણ અને આર્થિક સધ્ધરતા હોવા છતાં આબરૂ અને સંસ્કારનાં નામે સ્ત્રીનું સ્થાન તળીયાનું હોય છે, સામા પક્ષે અભણ અને ગરીબ એવી ઘણી સ્ત્રીઓ ફક્ત તેમની હિંમતને કારણે જ ઘરમાં વર્ચસ્વ ધરાવતી જોવા મળે છે. હળીમળીને રહેવું એ આદર્શ છે, પણ પહેલાં આટલુ બતાવી દો. ખોટુ સહન કરો છો કૌટુંબિક શાંતિ જાળવવા માટે, પણ કોણ કદર કરશે? ઉલ્ટાનું વધારે પીડશે, એ યાદ રાખો!
ઇટલીમાં થયેલ એક સર્વેમાં એવું જાણવા મળેલ કે દસમાંથી છ સ્ત્રીઓએ લગ્ન એટલા માટે કર્યું હતું કે એમને એમનાં મા-બાપનું ઘર છોડવું હતું અને એમને પોતાને એટલી શ્રધ્ધા ન હતી કે પોતે એકલી રહીને જીવી શકશે. એક બીજી વાત. આપણાં ગુજરાતી લેખક સુધીર દેસાઇએ તેમનાં પુસ્તક ‘મબલખ વૈભવ’માં સ્ત્રીઓ વિશે એક વાત લખી છેઃ’પૈસાદાર કુટુંબમાં આવકની જરૂર ન પડે, પણ જિંદગીની સફળતાનો અનુભવ કરવા માટે એક કાર્યક્ષેત્ર નક્કિ કરી એમાં પ્રાવિણ્ય મેળવવું જ જોઇએ, તો જ જીવન જીવવાનો ખરો આનંદ આવે.’
ગૃહસ્થ જીવન સિવાયનું પોતાનાં શોખનું અલગ જગત સર્જવાથી પણ સ્ત્રીને સ્વતંત્રતા અને સુખની અનુભૂતિ થઇ શકે છે.

——————

નિસ્વાર્થભાવે દાન દેનાર ભગવાનથી પણ મહાન છે, પણ કન્યાદાન દેનાર બાપ એ એવું પાત્ર છે કે જે દાન લેનારનો એશિયાળો હોય તેવો બની જાય છે. આ ‘કન્યાદાન’ શબ્દનો ઉપયોગ હવે બંધ થાય તો સારૂ.

લેખક દિલીપ રાણપુરાનો એક જીવન પ્રસંગઃ સદભાવનો સત્પ્રભાવ.

એ વખતે મારી ઉંમર પંદરેક વર્ષની હશે. પિતાનું છત્ર તો દસ વર્ષનો હતો ત્યારનું ચાલ્યું ગયેલું. કુટુંબમાં અમે બે ભાઇ. તેમાં હું મોટો.

બજારમાંથી લાવવા-મૂકવાનું કામ મારા માથે.

મને બરાબર યાદ છે. ભીમ અગિયારસનો એ દિવસ હતો. મારી બાએ મને ૨૦ રૂપિયા આપીને એક મણ ચણા અને એક મણ મગ લેવા મોકલેલ. હું ટૂંકે રસ્તેથી બજારમાં જતો. એક ગલીમાં એક મકાનનાં ઓટાની આસપાસ સાત-આઠ માણસોને જુગાર રમતાં જોયા. કુતૂહલવશ હું ત્યાં ગયો. કોઇ જીતતું હતું, કોઇ હારતું હતું. મને થયુંઃ ચાલ, એકાદ બે દાવ અજમાવું, અને મેં પણ રમવા માંડ્યું.

શરૂઆતમાં થોડા રૂપિયા ગયા. વળી પાછા આવ્યાં. અને પાછા ગયા. આમ કરતાં વીસેવીસ રૂપિયા હું હારી ગયો.

હવે શું કરવું ? મગ, ચણા કઇ રીતે લાવવા? ઘરે શો જવાબ દેવો? હું ભાંગી પડ્યો. રડવા જેવો થઇ ગયો. પણ મગજમાં એક રસ્તો દેખાવા લાગ્યો. અત્યારે ઉધાર લઇ આવું. પૈસા ભેગા થશે એટલે આપી દઇશ. અને એ રીતે હું મગ ચણા ઉધાર લાવ્યો.

રોકડેથી લાવું તો દોઢેક રૂપિયા વધે તેમ હતાં, પણ ધરે બાને કહી દીધું કે, ‘મેં એ પૈસા વાપરવા રાખ્યા છે.’

તત્કાળ પૂરતો પ્રશ્ન હલ થઇ ગયો. હું નિશ્ચિત બની ગયો. ઘરેથી વાપરવાનાં પૈસા હું ભેગા કરવાનો વિચાર કરતો. પણ ધીરજ રહેતી નહીં. ઝટ રમવા જાઉ અને પટ વીસ રૂપિયા જીતી લાવું, એમ થયાં કરતું. હું રમવા જતો અને હારી જતો. શાક પાંદડું લેવા જાવ તો તેમાંથી બે આના તારવી લેતો પણ પૈસા ભેગા થાય નહીં. હું મૂંઝાવા લાગ્યો.

ઘરે કહેવાની હિંમત ચાલે નહીં , તેમ બીજો કોઇ રસ્તો જડે નહીં.

દિવાળી આવી. વેપારી નવું વર્ષ આવતાં ચોપડો ચોખ્ખો કરવા ઉઘરાણી માટે ઘરે આવ્યો. મારી બા આભી બની ગઇ. વેપારીની પ્રમાણિકતા ઉપર તેને અવિશ્વાશ નહોતો. મારી પ્રમાણિકતા ઉપર શંકા કરવાનું કોઇ કારણ નહોતું. વેપારીને પૈસા આપી દીધા. હું ઘેર આવ્યો ત્યારે મને પુછ્યું. ઘડીભર થયું કેહી દઉં કે, ‘તે જ નહોતું કહ્યું કે છૂટા નથી એટલે અત્યારે ઉધાર લઇ આવ. તું ભૂલી ગઇ, બા!’ પણ એમ હું ન કહી શક્યો.

નીચું મોં જોઇ મેં કહ્યું, ‘બા, એ પૈસા હું જુગારમાં હારી ગયો.’

મને એમ હતું કે બા હમણાં જ એક તમાચો ચોડી દેશે. પણ ના, એણે એમ ન કર્યું. તેણે મારો હાથ પકડ્યો. મારી આંખમાં આંસુ હતાં.

મારા બરડામાં હાથ ફેરવતા તે બોલી, ‘ચાલ, મારી સાથે.’

ઓરડામાં જઇને તેણે પટારો ખોલ્યો અને તેમાંથી બે પેટી કાઢી. એકમાં ચલણી નોટો હતી, બીજામાં દાગીના.

એ બતાવતાં તે બોલી, ‘તારા બાપા આટલું મૂકતા ગયા છે. એમાંથી તમને બે ભાઇઓને ભણાવવાનાં ને પરણાવવાનાં છે. એટલી જવાબદારી હું પુરી કરૂ પછી તું ગમે તે કરજે. થાપણ જેવા કરીને આ પૈસા ને દાગીના હું સાચવું છું. તારા બાપની આબરૂ, આપણાં ખોરડા અને ખાનદાની પ્રમાણે વહેવાર પણ આમાંથી જ કરવાનો છે.’

એ વખતે મેં મારી માતાની આંખમાં આંસુઓ જોયાં.

એ દિવસથી હું જુગાર રમ્યો નથી. અને જેને ‘જુગાર’ કહી શકાય તેવી રમતનો વિચાર સુધ્ધાં કર્યો નથી.

બ્યોર્નસ્ટૈર્ન પોતાનાં કવિત્વને અપાયેલી મહાન અંજલી…

કવિ, નવલકથાકાર, નાટ્યકાર એવા નોર્વેનાં સાહિત્યકાર બ્યોર્નસ્ટૈર્ન બ્યોનર્સન (૧૮૩૨-૧૯૧૦) તેમની રાજકિય પ્રવૃતિઓને કારણે વિરોધીઓનાં રોષનાં ભોગ બન્યાં હતાં. એકવખત તેમનાં વિરોધીઓએ તેમનાં ઘર ઉપર હુમલો કરી ઘરની બારીઓ તોડી નાખી હતી. એ પછી જુસ્સામાં અને વિજયનાં ઉન્માદમાં વિરોધીઓનાં ટોળાંએ નોર્વેનું રાષ્ટ્રગીત ‘હા, અમે ચાહીએ છીએ આ દેશ આમારો.’ ગાયું. આ ગીતનાં રચિયતા બ્યોર્નસ્ટૈર્ન બ્યોનર્સન પોતે જ હત્તાં. આ પ્રસંગને બ્યોર્નસ્ટૈર્ન પોતાનાં કવિત્વને અપાયેલી મહાન અંજલી સમાન ગણાવે છે.

કવિ દુલા કાગની કેટલીક પંક્તિઓ…

પંડનાં જોર પરે, ઘટમાં ભરૂંસો ઘણો;

તેથી સાવજ નો સંઘરે, કદીએ ભોજન કાગડા.

(પોતાનાં બળ ઉપર જેને અખંડ વિશ્વાસ છે એવો સાવજ તો પોતાનો ખોરાક દરરોજ ટંકટંક મેળવી લે છે. કાલે ખાવા નહીં મળે તો શું થશે એવો વિચાર કરીને તે કોઇ દિવસ ભોજનનો સંગ્રહ કરતો નથી.)

મુનિ વિશ્વામિતરે, જોયેલ સઘળા જોશ;

તોયઃ સીતાયે સંતોષ, કદી ન ભાળ્યો કાગડા.

(શ્રીરામ-સીતાજીનાં લગ્ન વખતે સારામાં સારા મૂહર્ત વિશ્વામિત્ર જેવા ઘણાં મુનિઓએ જોયેલાં. એ છતાં સીતાજીને આખો અવતાર સુખ કે સંતોષ મળ્યાં નહીં અને છેવટ સુધી દુખ જ ભોગવ્યું.)

આખ્યું ભુલે આપ, પગડા કાંટા પર પડે;

બીજાની ભુલે બાપ, સકટ આવે કાગડા.

(આંખની ભુલથી ચાલતાં-ચાલતાં પગ કાંટા ઉપર પડે છે અને કાંટો પગમાં લાગતાં આંખની ભુલનું પાપ જેમ પગને ભોગવવું પડે છે તેમ બીજાની ભુલથી આપણે પણ કોઇ દિવસ સંકટ ભોગવવું પડે છે.)