મારો ઇન્ટરવ્યુ, મારા જ જવાબો. (Rohit Vanparia)

મારો ઇન્ટરવ્યુ, મારા જ જવાબો. (Rohit Vanparia)

 (ઇન્ટરવ્યુનાં સવાલો ‘આરપાર’ મેગેઝીનમાં આવતા સવાલો મુજબનાં છે. જવાબો મારા પોતાનાં છે.)

તારો રોલ મોડલ ?

એ બધાં લોકો કે જેઓ પોતાનાં પરિવારનું ભરણપોષણ કરવાં રાતદિવસ મહેનત કરે છે, કરવી પડે છે. સ્વપ્નો જોઇ શકતાં નથી. અને છતાં શાંતિપુર્વક રહે છે.

કઈ ચીજનો સૌથી વધુ ડર લાગે છે ?

પત્ની અને મારા મમ્મી એકાબીજા સામે જીદે ચડે છે ત્યારે.

છેલ્લે ક્યારે રડ્યો હતો ?

પુત્ર ઉપર અકારણ ગુસ્સે થઈને તેને મારેલ, અને બીજી મિનિટે તે વ્હાલ કરવાં આવેલ. એકાંતમાં એ યાદ આવતાં રડવું આવેલ.

ઘેલછા કહી શકાય તેવો શોખ ?

અહિં કહી શકાય તેમ નથી.

કોઈ વહેમ ખરો ?

બીજાઓ કરતાં સુખી હોવાનો.

અન્યનાં વ્યક્તિત્વની કઈ ખુબી ગમે ?

નિરાભિમાની વ્યક્તિઓ ગમે. પોતાની ભુલોનો હિંમતથી સ્વીકાર કરનાર ગમે.

દેશ વિષે શું વિચારો છો ?

શિક્ષણ વગર અને કાયદાનાં અમલ વગર આ દેશનો વિકlસ શક્ય નથી.

તારી નજરે પ્રેમ એટલે ?

એક બીજાની સંભાળ (Care) લેવી.

તારી નજરે લગ્ન એટલે ?

એકબીજાનું (ખાસ તો સ્ત્રીનું) શોષણ કરવાનો કાનુની પરવાનો.

પુનઃજન્મ જેવું હોય તો શું બનવા માંગો ?

પુનઃજન્મમાં માનતો નથી, (છતાં) ધનાઢ્ય અમેરિકન યુવાન સ્ત્રી.

તારી સફળતાનું રહસ્ય ?

સફળ છું કે નહીં તે બીજા સાથે સરખામણી કરવાથી નક્કિ થાય. મારા પપ્પા મને સફળ માને ત્યારે હું મારી જાતને સફળ માનું.

કોઈ સંદેશો આપવાનો હોઇ તો તું ક્યો સંદેશો આપે ?

બીજાઓને શાંતિથી જીવવા દો.

મનપસંદ ધર્મિક પાત્ર ?

શ્રી કનૈયો.

મનપસંદ કોમેડિયન ?

જાણતો ન હોવા છતાં જે જાણકાર હોવાનો દેખાવ કરે છે તે.

મનપસંદ રાજકારણી ?

સરદાર પટેલ. (અત્યારે, નરેન્દ્ર મોદી, હરિફો ઉપર હાવી થઇ જવાનાં ગુણને લીધે.)

મનપસંદ ઐતિહાસિક પાત્ર ?

આપણને જેનાં નામની ખબર નથી એ બધા આઝાદીની લડતનાં શહીદો.

મનપસંદ કલાકાર ?

કોઇ એક નહીં. સારો અભિનય કરનાર દરેક.

તારા વિશે એક વાકયમાં તમારો અભિપ્રાય ?

કાલની ચિંતા ન કરનારો, છતાં પણ આયોજનપુર્વક રહેનારો સામાન્ય માણસ.

સૌથી વધુ ખુશ ક્યારે થાવ છો ?

બાળકને નજીવી અને સામાન્ય વસ્તુ મળે ત્યારે પણ તેનાં ચહેરા ઉપર આનંદ જોઇને.

તારી જીંદગીને એક વાક્યમાં વર્ણવવી હોય તો ?

મનનો ગુલામ, પણ વિવેકબુદ્ધિથી જીવવાનો પ્રયત્ન કરનારો.

તારો કોઇ તકિયાકલામ ?

દિ નાં ક્યાં દુકાળ છે.

એક ચોરી માફ કરવામાં આવે તો કઇ ચોરી કરો ?

કોઇને ત્યાથી મેળવેલું મનગમતું સારૂ પુસ્તક.

જુઠું ક્યારે બોલો છો ?

અનેકવાર. (પણ સામાન્ય રીતે જેવા સાથે તેવા)

અત્યારે ક્યું પુસ્તક વાંચે છે ?

વિશ્વનાં યાદગાર પ્રવચનો. સંપાદનઃ સુરેશ દલાલ & મહેશ દવે. ઇમેજ પબ્લિકેશન.

ગમતા ગુજરાતી લેખક ?

ઘણાંબધા (ખાસ કરીને, મેઘાણી, બક્ષી, સેલારકા, ભગવતીકુમાર શર્મા, રમણ પાઠક વગેરે)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s