દુશ્મન આપણી સાથે છે? – ચંદ્રકાંત બક્ષી

દુશ્મન આપણી સાથે છે? – ચંદ્રકાંત બક્ષી

બેવફાઇ, વિશ્વાસઘાત, મિત્રદ્રોહ, નમકહરામી, દગાબાજી કોણ કરે છે? મોટી ખુરશીમાં બેસાડી દેવાયેલો નાનો માણસ, તેજોદ્રેશથી વાસ મારતો સડી ગયેલો માણસ, જલનથી ઝલઝલી રહેલો નપુંસક, ઇયાગોગ્રંથિથી પિડાતો દુર્જન. શેક્સપિયરનાં અમર નાટક ‘ઓથેલો’માં કાળો મૂર ઓથેલો શ્વેતાંગનાં ડેસ્ટીમોનાનાં પ્રેમમાં પડે છે અને ઓથેલોનો મિત્ર ઇયાગો ઓથેલોનાં કાન ભંભેરીને નાટકને એ કથાંત તરફ લઇ આવે છે જ્યાં ઓથેલો એની પ્રિયતમા ડેસ્ટીમોનાનું ગળું દબાવીને હત્યા કરી નાખે છે. ઇયાગો આવું શાં માટે કરે છે? ઇયાગોને ડેસ્ટીમોના સાથે પરણવું ન હતું. ઓથેલોએ એનું કાંઇ બગાડ્યું ન હતું. વિવેચકોએ ઇયાગોની માનસિકતા સમજવાની કોશિષ કરી છે અને શેક્સપિયરે આવું કમાલ પાત્ર શાં માટે સર્જયું હશે એ વિષે ગંભીરતાથી વિચાર કર્યા છે. કવિ ટી. એસ. એલિયેટે આનો સરસ ઉતર આપી દીધો છે. એલિયટે લખ્યું કે ઇયાગોમાં ‘મોટીવલેસ મેલાઇનિટી’ હતી, એટલે કે આશય વિનાની નીચતા! કેટલાક, બસ, બગાડવાની, ખરાબ કરવાની, આશયહીન હાનિ કરતાં રહેવાની જન્મજાત કુચેષ્ટાઓ કે દુષ્પ્રવ્રુતિઓ કરતાં રહેતા જ હોય છે. છાપાઓનાં કેટલાક પત્રકારો અને તંત્રીઓમાં પણ આ નીચ ઇયાગોગ્રંથિ અકારણ પ્રવેશી હોય છે અને બદનક્ષી કરવા ન મળે તો એ દ્રુષ્ટજીવો બેચૈન થઇ જાય છે.

મારી ગુજરાતી મેગેઝીન “દીપમોતી” ની મુલાકાત લેવા માટે અહીં Klik કરો…

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s