સ્ત્રી – ચંદ્રકાંત બક્ષી

આપણાં સંસ્કૃત સમાજે સ્ત્રી માટે કેવા કેવા શબ્દો વાપર્યા છે? એ હજારો શબ્દોમાંથી થોડા નમૂનેદાર શબ્દો જ આપણાં મુરબ્બી પુરૂષોની સડિયલ માનસિકતા બતાવે છે. એક શબ્દ છેઃ દાર! અને દાર શબ્દ દ ધાતુ પરથી આવે છે. એટલે જેનાં દ્રારા વિદારણ કરાવવામાં આવે છે. વિદારણ એટલે ફાડવું, ખોલાવવું, રૌદવું. ગુજરાતી ભાષામાં સન્નારી છે, સન્નર નથી, ધર્મપત્ની છે, ધર્મપતિ નથી. સુકન્યા છે, સુવર નથી (?) દેવૃકામા નામનો શબ્દ છે, અર્થ છે દેવરની ઇચ્ચાવાળી. પુરૂષે પોતાની દ્રષ્ટિથી સ્ત્રી માટે નામો પાડ્યા છે. અસૂર્યમ્પશ્યા એટલે જેને સૂર્ય પણ જોઇ ન શકે. અનસૂયા એટલે જેને અસૂયા નથી, જે બીજાનું સારૂ જોઇને ઇર્ષ્યા કરતી નથી. અરૂંધતી એટલે જે માર્ગ રૂંધતી નથી (પુરૂષનો ક્યો માર્ગ ?). અપ્સરા એટલે આડી લાઇને સરકી જનારી. અપર્ણા એટલે જેની નગ્નતા ઢાંકવા એક પાંદડું પણ નથી. સ્ત્રીને કઇ રીતે જોવાઇ છે ? ગર્ભમાં ખબર પડે કે સ્ત્રી છે તો ગર્ભપાત કરાવીને એ શિશુબાલિકાને જન્મવા દેવાતી નથી, જન્મી જાય તો એને ભૂખે મારવાની હોય છે કારણ કે એ સ્ત્રી છે, પરણી જાય તો એ સળગાવીને મારી નાંખવાની વસ્તુ છે. (અને સતી ?) વિધવા શબ્દ સ્ત્રિ-જીવનનું અંતિમ છે, પણ એ પહેલાં ઘણી સ્થિતીઓ આવી શકતી હોય છેઃ કુલવધૂ, ગણવધૂ, જનવધૂ, નગરવધૂ (આખા નગરની પત્ની). પછી સર્વભોગ્યા. અને અંતે એક તદન નિર્દોષ શબ્દઃ વેશ્યા! મૂળ ધંધો કરનાર પુરૂષ વૈશ્ય હતો, અને ધંધો કરનારી સ્ત્રી વૈશ્યા હતી. મર્દોનાં વિકૃત દિમાગોએ એક નિર્દોષ શબ્દમાં બધી જ ગંદકી ભરી દીધી કારણ કે એ શબ્દ સ્ત્રી માટે વપરાતો હતો.
……………… ફેકટરીમાંથી બહાર પડેલાં ક્લોન જેવી ‘મિસ વ્લર્ડ’ની લંગારો જોઇને થાય છે કે સ્ત્રી એક વસ્તુ બની ગઇ છે, અને સૌંદર્ય એ પેકેજિંગનો જ એક હિસ્સો બની ગયું છે.
સ્ત્રી ધર્મની નજીક હોય છે, અને ધર્મે સ્ત્રીને દૂર રાખી છે. ભગવદગીતામાં ક્યાંય સ્ત્રી નથી. જૈનોમાં સ્ત્રીને મોક્ષ નથી. ભગવાન બુધ્ધે આરંભમાં સંધમાં સ્ત્રી પ્રવેશ નિષિધ્ધ ગણ્યો હતો. ઇસ્લામમાં મર્દની નમાજ પઢવાની આઅદા અને ઔરતની નમાજ પઢવાની ભંગિમા ભિન્ન છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s