સાધુ – રજનીશ

સાધુ ઘણો શક્તિશાળી છે એ પૂજ્ય ગણાય છે., પરંતુ એની સઘળી શક્તિ એક જ કામમાં રોકાયેલી રહી છે કે એ લોકો પાસેથી કેવી રીતે માનપાન મેળવતો રહે. આમાં જ એની સઘળી શક્તિ નષ્ટ થાય છે અને આપણે પણ-પ્રજા-પણ એવા મૂર્ખ છીએ કે જેનો હિસાબ નહિ. આપણે પણ એક જ કામ, સાધુની પૂજા કરવાનું કરી રહ્યા છીએ. અને જો સાધુ પૂજા માટે યોગ્ય ન હોય તો પછી એની નિંદા કરવાનું. આ બે સિવાય સાધુનો બીજો કોઇ ઉપાય આપણે જાણતા નથી. સાધુની નિંદા કરીએ છીએ કે પ્રશંસા આ બંને બાબતો તદન નકમી છે. તમે કઇ કઇ બાબતોને મહત્વ આપો છો, તે જાણવાને સાધુ ચારે તરફ ઝીણી નજર નાખતો હોય છે, અને પછી તે બિચારો એ જ વાતો કરતો રહે છે.
હિંદુસ્તાનનાં સાધુઓ જો જીવનમાં ઉત્સુક્તા-રસ નહિં દેખાડે અને જે સાધુવ્રુતિવાળા છે તે પણ આ બાબતમાં ઉદાસીન રહેશે તો હિંદુસ્તાનનો આત્મા નષ્ટ થશે. આ વિચાર જ મનને દુખથી ભરી દે છે. જો હિંદનાં સાધુઓએ છેલ્લાં પાંચ હજાર વર્ષથી સમાજને બદલવાની કોશિશ કરી હોત તો આજે દેશની આ દશા ન હોત. પણ સાધુઓએ માત્ર પોતાનાં માનપાનની ચિંતા કર્યા કરી. આ વાત ધ્યાનમાં રાખો કે જે જિંદગીને-સમાજને બદલવાની કોશિશ કરે છે તેને આદર ભાગ્યે જ મળે છે. ઊલ્ટો અનાદર સહેલાઇથી મળે છે કારણ એ છે કે જિંદગી-સમાજને બદલવો એટલે સ્થાપિત હિતોને તોડવાં, સ્થાયી સ્વાર્થને બદલવા અને તોડવા – એનો નાશ કરવો, સમાજને બદલવો. એનો અર્થ એ છે કે જેમનાં હાથમાં તાકાત છે, પદ છે, તેમનો વિરોધ કરવો, એમના દુશ્મન બનવું. જિંદગી-સમાજ બદલતો રહે છે. પરિવર્તન એનો સ્વભાવ છે. આજે જે સતા જમાવી બેઠાં છે તેમને ત્યાંથી હટાવવા પડશે, જે આજે શોષણ કરી રહ્યો છે, તે હવે શોષણ નહિં કરી શકે, જેઓ સમાજની ગરદન દબાવી બેઠાં છે તેમનાં હાથમાંથી ગરદન છૂટી જશે. – રજનીશ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s