ત્વરિત બુધ્ધિશક્તિ

એકવખત સમ્રાટ નેપોલિયન ઘોડેસવારી કરીને તેનાં લશ્કરની ટૂકડીની તાલિમ જોવા ગયો.
એવામાં ઘોડો એકાએક ભડક્યો અને ઘોડાનાં કાબૂમાં લેવાનાં નેપોલિયનનાં કોઇ પ્રયત્નો સફળ ન થયા. ત્યાં જ એક સૈનિકે ઘોડાની લગામ પકડીને ઘોડાને મહામુશ્કેલીથી કાબૂમાં લીધો.
નેપોલિયને સૈનિકનો આભાર માનતા કહ્યુ, ‘Thank You, Caption.’
સૈનિક ચતુર હતો. એ નેપોલિયનનો એક સામાન્ય સૈનિક હતો, પણ હાથમાં આવેલો મોકો તે જવા દેવા માંગતો ન હતો. તેણે તરત જ નેપોલિયનને કહ્યું, ‘કઇ ટૂકડીનો?’
નેપોલિયન તેનો તર્ક સમજી ગયો અને તેની ચતુરાઇ ઉપર ખુશ થતાં કહ્યું, ‘મારી અંગરક્ષક ટૂકડીનો.’
અને આ રીતે એ સામાન્ય સૈનિકને તેની ત્વરિત બુધ્ધિશક્તિથી મહત્વનો હોદો મળી ગયો.
——————————-
આવો જ બીજો એક પ્રસંગ પણ જોઇએ…
બાદશાહ નૌશેરવાનો મિજાજ ખુબ જ ગરમ હતો. નાની અમથી ભૂલની પણ તેઓ ફટકાની કે મોતની સજા કરી નાખતાં.
એક વખત તેઓ ભોજન કરી રહ્યાં હતાં ત્યારે પીરસનારથી શાકનાં રસાનાં થોડાં છાંટા બાદશાહનાં કપડાં ઉપર ઊડ્યાં.
બાદશાહ આ જોઇને ગુસ્સાથી લાલઘુમ થઇ ગયાં.
આથી પીરસનારે બાકીનો બધો રસો પણ બાદશાહનાં કપડાં ઉપર છાંટી દીધો.
બાદશાહ હવે વધારે ગુસ્સે થયાં અને બોલ્યાં, ‘…, તારી આ હિંમત ?’
પીરસનારે કહ્યું, બાદશાહ, મને માફ કરજો, પણ આપનો ક્રોધ જોઇને હું સમજી ગયો કે મારો જાન હવે બચે તેમ નથી. આથી મેં જાણી જોઇને આપનાં કપડાં ઉપર બાકીનો બધો રસો પણ છાંટી દીધો. જેથી લોકો આ વાત જાણે ત્યારે કોઇ એમ ન કહે કે બાદશાહે ભૂલથી જરાં જેટલો રસો ઉડ્યો તેમાં તો ગુલામને મોતની સજા દઇ દીધી.
આ સાંભળીને બાદશાહને તેનાં ગુલામ પ્રત્યે માન ઉપજ્યું અને તેને માફ કરી દીધો.
————————–
હજું એક આવો પ્રસંગ…
વિધાર્થીની બુધ્ધિમતા

અમેરિકાનાં સુપ્રસિધ્ધ ધનપતિ અને દાનવીર એવાં શ્રી રોકફેલર એકવખત એક શૈક્ષણિક સંસ્થામાં મુલાકાતે ગયાં. એ વખતે ચર્ચા કરતાં એક શિક્ષકની સુંદર અક્ષરની વાત તેમને ખુબ ગમી ગઇ.
શિક્ષકને રોકફેલરે પ્રશ્ન પુછ્યો, ‘તમારી સંસ્થામાં સૌથી સુંદર અક્ષર ક્યાં વિધાર્થીનાં થાય છે?’
શિક્ષકે એક વિધાર્થીને પાસે બોલાવ્યો અને બ્લેકબોર્ડ ઉપર કાંઇક લખવાં કહ્યું.
વિધાર્થીએ બ્લેકબોર્ડ ઉપર લખ્યું, ‘ હું આ સંસ્થાને ૧૦૦૦૦ ડોલર દાનમાં આપું છું, અને નીચે નામ લખ્યું. જોન ડી. રોકફેલર.
વિધાર્થીની આ બુધ્ધિમતાં ઊપર રોકફેલર ખુશ થઇ ગયાં અને એ જ ધડીએ તેમણે આ સંસ્થાને આટલી રકમનો ચેક લખી આપ્યો. વિધાર્થીની બુધ્ધિમતાને કારણે આ સંસ્થાને આટલી મોટી રકમનું દાન મળી શક્યું.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s