આપણી અનાદર્શ સંયુક્ત કુટુંબપ્રથા – રોહિત વણપરીયા

આપણી અનાદર્શ સંયુક્ત કુટુંબપ્રથા – રોહિત વણપરીયા
મારી દ્રષ્ટિએ આજે આપણે જો કોઇ મોટી ભ્રમણામાં હોઇએ તો એ આપણે જેનું ગૌરવ લઇએ છીએ એ ભારતની સંયુક્ત કુટુંબપ્રથા છે. જેમ કોઇ સજીવનાં કોષો નરી આંખે જોઇ શકાતા નથી, પણ માઇક્રોસ્કોપમાં તે જોઇ શકાય છે, તેમ જો સ્કોપદ્રષ્ટિએ જોવામાં આવે તો આપણને ન દેખાતું સાચુ ચિત્ર જોવા મળશે. સૌથી પહેલી વાત તો એ કે આ એવો સમયકાળ છે કે જેમાં એ વડીલ પેઢી હયાત છે. જેણે પોતાની જિંદગીનો ૨/૩ ભાગ અત્યંત જુની અને જડ એવી માન્યતાઓવાળા સમયમાં પસાર કરેલો છે. આજે જે વૈચારીક પરિવર્તન આવ્યા છે તેનો બહુ ઓછા વડીલો સ્વીકાર કરી શક્યા છે અને આ કારણે આપણે ત્યાં બે પેઢી વચ્ચેનો વિચારભેદ વધારે મોટો છે.

હવે જો ઉપલક નજરે જોવામાં આવે તો આપણી સંયુક્ત કુટુંબપ્રથા આદર્શ લાગશે પણ હકીકત કાંઇક જુદી જ છે. જેમ કે…

દરેક સંયુક્ત કુટુંબમાં એક Main Boss હોય છે અને કુટુંબને એક તાંતણે બાંધી રાખવાની જવાબદારી તેની ફરજ છે તેમ તે માનતો હોય છે. આ કારણોસર ઘરમાં તે સૌથી વધારે અધિકાર ભોગવતો હોય છે અને માનપાન પણ મેળવતો હોય છે. વળી તેને કાંઇપણ સાચું કહેવામાં તેમાં મોટાભાગે તેનું માન ઘવાઇ છે એવું તેને લાગે છે અને લાગી આવે છે.

કોઇપણ મોટા નિર્ણયો તેને પુછીને જ લેવા તેવો તેનો આગ્રહ (ધમકી) હોય છે. પછી ભલે તે સામાન્ય શિક્ષણ ધરાવતો હોય અને તેનો પુત્ર કે પુત્રવધુ ઉચ્ચ શૈક્ષણિક લાયકત ધરાવતા હોય.

જ્યારે કોઇ વૈચારીક ભેદ ઉભો થાય ત્યારે મારી વાતનો જ સ્વીકાર થવો જોઇએ એવું એ માનતો હોય છે. બાકી હકીકત એ છે કે ચંદ્રકાંત બક્ષી કહે છે તેમ બુઢાઓ હિંદુસ્તાનમાં જેટલા સુખી છે તેટલા બીજે ક્યાંય નથી.

આવા દરેક સંયુક્ત કુટુંબમાં એક સાસુ નામનું પ્રાણી હોય છે. એ હંમેશા ફરિયાદ કરતું હોય છે કે મારાથી હવે કાંઇ કામ થતું નથી. (એમની આ વાત સાચી છે, બસ!) છતાં ઘરની વહુ (દિકરી) ની પાછળ પાછળ એ સદાય હોય છે, ખાસ કરીને રસોડામાં. જ્યારે એ વહુની પાછળ નથી હોતી ત્યારે એ ચુપકીથી વહુનાં રૂમમાં આંટો પણ મારી આવે છે.

જે સંયુક્ત કુટુંબમાં બે ભાઇઓ હોય ત્યાં ‘બળિયાનાં બે ભાગ’ એ કહેવત લાગુ પડતી હોય છે.

જે સંયુક્ત કુટુંબમા દેરાણી-જેઠાણી હોય તેમાંથી જે ખોટી હોય તેને તેની સાસુ સાથે મેળ હોય છે અને જે સાચી અને નિર્દોષ હોય છે તેને તેની સાસુ સાથે કમેળ હોય છે.

આવા સંયુક્ત કુટુંબમા વધારે કે ગજા બહારની મહેનત કરનાર કે વધારે કમાનારમાંથી નિષ્ફીકર કે મોજમજા કરનાર અધિકારથી લાભ લે છે.

આવી સાસુઓ તેની સાસુ (જો હયાત હોય તો) ઉપર, હવે તેનો વારો આવ્યો તેમ માનીને જોહુકમી ચલાવતી હોય છે. આપણે જે વહુને નવા જમાનાની કહીને વગોવીએ છીએ તે વહુને વળી તેની વડસાસુ પ્રત્યે અનુકંપા હોય છે, પણ અહીં એ તેનો ગુનો માનવામાં આવે છે.

વડસાસુઓનાં તમામ કામ, જેવા કે, તેમનાં ગંદા કપડા ધોવા, જાજરૂ કરાવવુ કે નવડાવવા વગેરે… પુત્રવધુ કરતી હોય છે, પણ એ બધા કામ સાસુનાં નામે ગણાય છે.

મોટભાગનાં સંયુક્ત કુટુંબમાં સાસુઓને શનિ-રવીવારે જ નબળાઈ કે કમર કે માથાનો દુખાવો થતો હોય છે. શાં કારણે ? સમજણ પડે છે ?

સાસુઓ પોતાનાં Relative આવ્યા હોય ત્યારે…. અને વહુઓનાં Relative આવ્યા હોય ત્યારે…. ઘરમા બંને સાથેનાં વર્તનમાં દેખીતો ફરક હોય છે. પણ એ જ વંઠેલ કહેવાતી વહુ તેની સાસુઓનાં Relativeને મોટાભાગે Respect આપતી હોય છે. ત્યારે થઇ આવે છે કે સ્ત્રીઓ તેમનાંમાં રહેલી શુભ લાગણીઓને કારણે તો પુરૂષો કરતાં પાછળ નહીં રહી ગઇ હોય ને?

વાતવાતમાં, વારંવાર ટકટક અને સલાહસુચનો કરવાં ને ફરિયાદ પણ કરતાં રહેવું કે મારી વાત કોઇ સાંભળતુ નથી. એ સાસુઓનો તકિયાકલામ હોય છે.

મોટાભાગે પોતે સ્વચ્છતા પ્રત્યે બેદરકાર હોય છે, પણ સ્વચ્છ અને સુઘડ રહેવું કે Beautiful દેખાવું એ વહુની ફેશન કહેવામાં આવે છે.

આ તો માત્ર થોડાં ઉદાહરણો જ છે. હજુ અનેક હોય શકે. આ બધામાં પણ જો સ્ત્રીનો પતિ જ નિર્દય કે ખોટો સિક્કો હોય તો એવી સ્ત્રી માટે નરક અહિંયા જ છે. બીજુ કે જો કોઇ આદર્શ સંયુક્ત કુટુંબ ગણાતું હોય તો પણ તેમાં સ્ત્રી કામમાંથી ક્યારેય ઊંચી આવી શકતી નથી.આ કારણે સ્ત્રીની સર્જનાત્મક શક્તિ રૂંધાય જતી હોય છે.

આ સમસ્યાનો એક હલ એ છે કે બને તો જુદાં જ રહેવું (પણ નજીકમા રહેવું) અને એકબીજાઓની સાચી લાગણીઓને માન આપવું અને વડીલોની સંભાળ લેવી, સાચી વાત પ્રેમથી સમજાવવી. આમ છતાં વડીલો જો સુધરવા જ ન માંગતા હોય તો તેમને તેમનાં જ કે પછી કુદરતનાં ભરોસે છોડી દેવાં. આ મારી માન્યતા છે. તમે શું કહો છો ?

Advertisements

One thought on “આપણી અનાદર્શ સંયુક્ત કુટુંબપ્રથા – રોહિત વણપરીયા

  1. while reading this article i remember 1 article published in readgujarati just before few days as ‘sanyukht kutumbna fayada’ or like that.

    but the comments on that article were more interesting. i hope you read it.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s