થોડીક રમુજો

એક રાજકિય નેતાઃ ‘આજે મેં એક એવું સ્વપ્ન જોયું કે હું લોકસભા-સંસદગૃહમાં બેઠો છું.’

અને મેં ખરેખર જાગીને જોયું તો સાચે જ હું સંસદગૃહમાં જ બેઠો હતો.

—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–

એક ગુજરાતી સ્ત્રી અમેરિકા જઇ આવી હતી અને ત્યાંથી એક શબ્દ શીખી આવીઃ “હાય!”

એકવખત તેની સ્ત્રી-મિત્ર તેને સામે મળતાં પેલીએ કહ્યુ, “હાય!”.

તેની સ્ત્રી-મિત્ર બે વખત અમેરિકા જઇ આવી હતી. આથી તેણે સામો જવાબ આપ્યો, “હાય! હાય!”

—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–

શેઠઃ ‘તું એક કલાકથી ક્યાં ગયો હતો?’

કર્મચારીઃ ‘વાળ કપાવવા.’

શેઠઃ ‘નોકરીનાં સમયે તું આ રીતે ન જઇ શકે.’

કર્મચારીઃ ‘કેમ શેઠ, નોકરીનાં સમયે શું મારા વાળ નથી વધતા?’

—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–

હોલિવુડની એક અભિનેત્રીને પુછવામાં આવ્યું. ‘તમે લગ્ન શાં માટે કર્યા?’

જવાબઃ (૧) એકલવાયુ લાગતાં. (૨) ઠંડી લાગતાં.

—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–

‘ડોકટરો એમની ભૂલો દાટી દે છે. વકીલો એમની ભૂલો ફાંસીએ ચડાવી દે છે, પણ વકીલો તેમની ભૂલો અખબારને પહેલે પાને છાપીને જાહેર કરી દે છે.’

– ઇ.સ.૧૯૭૬માં ન્યુઝ એજન્સીની સભામાં બોલતાં ઇંદિરા ગાંધી

—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–

આતંકવાદ અને દુશ્મન દેશ સામેની આપણી-ભારતની ઉદારતા હવે આપણાં માટે શરમજનક અને બીજાઓ માટે મઝાક બની ગઇ છે. એ વિષેનો એક Joke.

ઇ.સ. ૧૯૭૧નાં યુધ્ધ પછી પાકિસ્તાન પાસે Latest Aeroplane આવી ગયાં. રાષ્ટ્રપતિ ઝિયા તેમનાં વિમાનચાલકોને સમજાવી રહ્યાં હતાં, ‘ઊડવા માટે આ બટન દબાવવાનું, વિમાનમાંથી Bomb ફેંકવા માટે આ બટન દબાવવાનું.’

“અને પાછાં આવવા માટે ક્યું બટન દબાવવાનું?” એક વિમાનચાલકે પુછ્યું.

ઝિયાએ કહ્યું, “એની ફિકર ના કરો. તમે પકડાઇ જશો તો પણ હિંદુસ્તાનીઓ તમને અહિં મૂકી જશે.”

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s