હાસ્ય Titbits

‘તમારા અક્ષર સુધારો.’
‘તો પછી તમારે મારી જોડણીઓ સુધારવી પડશે.’
—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–
‘શું હું મુર્ખ છું?’
‘જી, ના. મુર્ખ તો એ છે જે આપને મુર્ખ સમજે છે.’
—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–
સ્ત્રીનાં હદય અને આંસુ વચ્ચે ઝાઝો ફરક નથી. બંને વડે એ કાંઇકને કાંઇક કઢાવી લે છે.
—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–
શિક્ષકઃ ‘આનંદ, બે સર્વનામ બોલ તો.’
આનંદઃ ‘કોણ ? હું ?’
શિક્ષકઃ ‘સાચું, બેસી જા.’
—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–
એક પુરૂષનું સ્વેટર ગુંથતા કેટલી વાર લાગે ?
પતિ હોય તો એક વર્ષ અને પ્રેમી હોય તો એક મહિનો.
—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–
“મારી શિખામણ એક જ છે. કોઇને શિખામણ આપવી નહિં અને કોઇની શિખામણ લેવી નહિં.” – જ્યોતિન્દ્ર દવે
—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–
વધતી જતી મોંધવારી વિષે એક Joke.
પહેલા ‘એ’ ઓફિસેથી સાંજે છુટીને આવતી વખતે શાકભાજી લાવતાં.
પણ, હમણાં જ ખબર પડી કે સાંજ પડતાં સુધીમાં તો ભાવ વધી જાય છે. એટલે હવેથી હું જ સવારે શાકભાજી ખરીદવા નીકળી જાઉ છું.
આવા જ અર્થનું કાંઇક હાસ્યલેખક મન્નુ શેખચલ્લીએ જ્યારે BSE Sensex 11000 Point હતો અને છાપામાં સમાચાર આવેલ કે, ‘આવતા દસ વર્ષમાં Sensex 1 Lakh Point થઇ જશે.’ ત્યારે લખેલ કે-
સારા સમાચારઃ “આવતા દસ વર્ષમાં Sensex 1 Lakh Point થઇ જશે.”
ખરાબ સમાચારઃ “દસ વર્ષ પછી ભિખારી પણ હજાર રૂપિયા લેવાની ના પાડતાં હશે.”
—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–
કેટલાક બેકારોને બીજા બેકારોની સંખ્યા નોંધવાનાં કામમાં રાખ્યા હોવાથી બેકારોની સંખ્યા ઓછી થઇ છે ખરી!
—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–
બે મિત્રો એક સુમસામ રસ્તા પર જઇ રહ્યાં હતાં. અચાનક જ એક ગુંડાએ ત્યાં આવીને બંનેને છરી બતાવીને તેમની પાસે જે કાંઇ હોય તે આપી દેવાનું કહ્યું.
પહેલાએ ઝટ ઝટ પોતાની પાસેનાં પૈસા ગુંડાને આપી દીધા. બીજાનાં ખિસ્સામાં ૧૦૦-૧૦૦ ની બે નોટો હતી. એક ૧૦૦ની નોટ તેણે ગુંડાને આપી અને બીજી ૧૦૦ની નોટ તેણે તેનાં મિત્રને આપતાં કહ્યું, ‘તું મારી પાસે રૂપિયા ૧૦૦ માંગતો હતો ને, લે તારા આ ૧૦૦ રૂપિયા.’
—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–
માણસ સુખી થવા માટે જ મોટેભાગે દુખી થતો હોય છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s