અવતરણો – કહેવતો

“જે જમીનનાં ટુકડા ઉપર પહેલાં ઘાસનાં બે તણખલા ઉગતા હોય ત્યાં કોઇ એક માણસ અનાજનાં બે દાણાં ઉગાડી શકે તો તે માણસ સમગ્ર રાજવંશનાં સભ્યો કરતાં વધુ પાત્રતા ધરાવે છે, અને આ જ માણસ રાષ્ટ્રની સાચી સેવા કરે છે.” – અર્થશાસ્ત્રી જોનાથન સ્વિક્રુટ (અહીં તેનો કહેવાનો મતલબ એ છે કે દરેક પ્રકારની આર્થિક પ્રવૃતિમાં ખેતીની પ્રવૃતિ શ્રેષ્ઠ છે.)
—————————————————————-
“એકવાર હું મારૂ કામ કરૂ છું પછી એનાં ભવિષ્ય વિચાર કરતો નથી. મારા ગયા પછી મારૂ બધું જ સર્જન લઇને કાવેરી નદીમાં ફેંકી દેજો. મને કોઇ વાંધો નથી.” – કાર્ટુનિસ્ટ આર. કે. લક્ષ્મણ
—————————————————————-
દુનિયા જેને ઇયળનો અંત કહે છે, ગુરૂ તેને પતંગિયાની શરૂઆત કહે છે. – રિચાર્ડ બેક
—————————————————————-
જે માણસ Yard (વાર)ની વાતો કરે છે અને Inch નાં હિસાબે આચરણ કરે છે તેની સાથે કામ પાર પાડવામાં ફુટનું ધોરણ રાખવું. – ચીની કહેવત
—————————————————————-
“મારે એવો ભગવાન જોઇએ છે જે હું ખોટું કરૂ તો મને બદનામી પણ અપાવે.” – રઘુવીર ચૌધરી
—————————————————————-
“જો મારે જ્હોન મેકનરોની માફક અને તેની જેમ વર્તીને વિમ્બલ્ડન જીતવી પડે તો હું એ જીતવી હરગીઝ પસંદ નહિં કરૂ.” – વિજય અમૃતરાજની આત્મકથામાંથી (જ્હોન મેકનરો ટેનિસ કોર્ટ પર તેનાં ગુસ્સા અને રેફરી સાથે દલીલો કરવા બદલ પ્રખ્યાત હતો.)
—————————————————————-
કેન્યાનાં આદિવાસીઓમાં એક કહેવત જાણીતી છે-
“ઝાડીમાં તમારી નજરે એક મધપુડો નજરે પડે તો તમે નશીબદાર છો. જો તમને બીજો મધપુડો મળી જાય તો તમે વધારે નશીબદાર છો. જો તમને ત્રીજો મધપુડો જડે તો માનજો કે તમારામાં કળિ પેઠો છે અને તમારી નજર બૂરી છે.” (આ વાક્ય મારા ખ્યાલથી મેં ગુણવંત શાહની ‘મનનાં મેઘધનુષ’ પુસ્તકમાં વાંચ્યું હતું.)
—————————————————————-
ક્યારેક દુશ્મન કરતાં મિત્રને માફી આપવાનું કામ વધુ કપરૂ હોય છે.
—————————————————————-
તમારી જિંદગી તમે જ જીવો, કારણ કે તમારૂ મોત પણ તમારૂ જ છે. – લેટિન કહેવત

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s