કામ અને મોહ – એક પુરાણ કથા

માનવીનાં મનમાં જ્યારે કામ અને મોહ ઉત્પન થાય છે ત્યારે તે મોહાંધ બનીને ક્યારેક પોતાનો જ સર્વનાશ કરતો હોય છે. એ વિશે આપણાં પુરાણમાં એક કથા આપેલી છે.

એ મુજબ… ભગવાનની દસ ઇંન્દ્રિયો અને અગિયારમું મન. આ બધાનાં તેજથી એક અત્યંત સ્વરૂપવાન કન્યા ઉત્પન કરવામાં આવી. એ સમયમાં નાડીજંઘ નામનાં એક દાનવનો મુરદાનવ નામનો શક્તિશાળી પુત્ર વિકારવશ થઇને દેવોની કન્યા એવી એકાદશીને તેની સાથે પરણવાનો પ્રસ્તાવ મુકે છે. એ વખતે એકાદશી દાનવ સાથે યુધ્ધની શરત રાખે છે. એ મુજબ પોતાની સાથે યુદ્ધ કરવાનું કહે છે. અને જીવ સટોસટનું આ યુધ્ધ જો તે જીતે તો તેની સાથે પરણવાની હા પાડે છે. પણ, આ યુધ્ધમાં એકાદશીની તલવારનો એક ઘા લાગતા મુરદાનવ મૃત્યુ પામે છે.

હવે આમાં મુખ્ય વાત્ત એમ કહેવામાં આવી છે કે યુધ્ધમાં બંનેમાંથી એકનું મૃત્યુ તો નિશ્ચિત જ હતું. જો એકાદશી હારી જાય તો તેનું મૃત્યુ થતાં મુરદાનવ તેને પરણી ના શકે. અને જો એમ ના થાય તો મુરદાનવનું પોતાનું મૃત્યુ થાય. કેમ કે આ યુધ્ધ એવું યુધ્ધ હતું કે કોઇ એક મરે તો જ બીજો વિજયી થાય. આમ છતાં મોહથી અંધ બનેલ મુરદાનવ આ વાત ભુલીને યુધ્ધ ખેલવા તૈયાર થઇ ગયો હતો.

Advertisements

One thought on “કામ અને મોહ – એક પુરાણ કથા

  1. I LIKE VERY MUCH THIS WEB SITE.
    THIS IS THE BEST WEB SITES IN ALL OF THE WEB SITES OF GUJRATI
    WE ARE PROUD OF OUR GUJRATI.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s