મારા જીવનમાં બનેલ કેટલાક પ્રસંગો…

નાનો હતો, કિશોરવસ્થામાં હતો ત્યારે મારા જીવનમાં બનેલ કેટલાક પ્રસંગો આજે પણ યાદ છે…

જેમ કે… એક વખત એવું બનેલ કે ત્યારે અમે લોકો તાલાલા (ગીર)માં રહેતાં હતાં. હું ત્યાંની સરકારી નિશાળમાં ભણતો. (એ વખતે તાલુકાઓમાં લગભગ સરકારી નિશાળો જ હતી. અમારી સાથે ભણતાં કેટલાક ગરીબ વર્ગનાં વિધાર્થીઓને સરકાર તરફથી પુસ્તકો અપાતા અને એ સિવાયનાં અમને કે મને પુસ્તકો આપવામાં આવતા નહિ ત્યારે અમે નિરાશ થઇ જતાં. એ દિવસ પુરતા પેલાં ગરીબ વિધાર્થીઓ પૈસાદાર બની ગયા હોય એવું મને લાગતું.) અમારા વર્ગમાં Sir ને આવવાને હજુ વાર હતી. એ ઓફિસરૂમમાં બેઠાં હતાં. એ વખતે સ્વાભાવિક જ વર્ગમાં ધમાલ ચાલતી હતી. અચાનક જ બધા વિધાર્થીઓ વર્ગની બહાર નીકળી ગયાં અને મને તથા બીજા એક વિધાર્થીને વર્ગમાં પુરી દીધા અને બહારથી બારણાંને આંકડીયો મારી દીધો. વર્ગની અંદર રહેલા અમે બંને જણાં બહાર નીકળવા માટે જોરશોરથી બારણું પછાડવા માંડ્યાં. હવે બન્યું એવું કે અમને પુરી દેનારમાંથી જ કેટલાકે Sirને જઈને ફરિયાદ કરી કે અમે બે જણાંએ વર્ગને અંદરથી બંધ કરી દીધો છે અને એ લોકોને અંદર આવવા દેતા નથી. આ સાંભળતા જ Sir ગુસ્સે થઇ ગયાં. તેઓ તરત જ અમારા વર્ગ પાસે આવ્યાં. એ વખતે પણ અમે બંને જણાં બહાર નીકળવા માટે જોરશોરથી બારણું પછાડતા હતાં. હવે સાહેબે બારણું ખોલ્યું અને તરત જ અમને બંનેને જોરથી એક એક તમાચો મારી દીધો. Sir એટલાં ગુસ્સામાં હતાં કે અમારા માટે બોલવાની કોઇ તક જ ન હતી. આમાં જોવા જેવી વાત તો એ હતી કે એ લોકોમાં જ મારો એક ખાસ મિત્ર પણ હતો. પણ એ પણ હકીકત છે કે કિશોરવસ્થામાં કોઇ મિત્ર કે દુશ્મન હોતા નથી. માત્ર સાથીદાર જ હોય છે. બે-ચાર દિવસ બાદ પાછાં અમે બધા ભણવામાં-તોફાનમાં-ધમાલમાં સાથે જ હતાં. એ Sirનું નામ ધીરૂભાઇ હતું અને મારી સાથે રહેલ વિધાર્થીનું નામ દિપક હતું એ આજે પણ યાદ છે. આજે ધીરૂભાઇ કે દિપક ક્યાં હશે ? ધીરૂભાઇ જીવીત હશે ? ખબર નથી. જીવીત હોય તો સારૂ. સાચી વાત તો એ છે કે દુનિયાદારીનું ભાન કોઇ પુસ્તક કે થોથા નહિ પણ જીવનમાં બનેલાં આવા સારા કે નરસા બનાવો જ કરાવતાં હોય છે. હા! પુસ્તકો આપણને વિચારવાની દ્રષ્ટિ આપતાં હોય છે.

—–!—–!—–!—–!—–!—–!—–!—–

એકવખત હું તથા મારા મમ્મી-પપ્પા તથા મારા પપ્પાનાં કપલ મિત્રો અને તેમનાં બાળકો બધાં બારોબાર સાંજનાં સમયે ચાલતાં ચાલતાં ફરવા નીકળેલ. એ વખતે ત્યાંનાં લગભગ બધા ખેડૂતો મારા પપ્પાને ખેતીવાડી ખાતામાં નોકરી કરતાં હોવાથી ઓળખતાં. ગામથી થોડે દૂર કોઇ ખેડૂતની વાડીએ શેરડી ખાવા માટેનો કાર્યક્રમ હતો. અમે બધા બાળકો ઉત્સાહમાં આગળ આગળ ચાલતાં-દોડતાં હતાં. અચાનક જ અમારૂ ધ્યાન ગયું કે રસ્તા પરનાં એક મકાનમાં અમારી સ્કુલનાં એક Teacher બહેન રહે છે. તેઓનું પણ અમારી ઉપર ધ્યાન ગયું. તેમણે અમને બોલાવ્યાં. અમે ગયાં. હવે એ દરમિયાન અમારા પાલનહારો અમારાથી થોડા જ આગળ નીકળી ગયાં હતાં. અમો હજુ ઉતાવળથી Teacher સાથે વાતો કરતાં હતાં. તેમણે પુછ્યું, ‘પાછા નીકળો ત્યારે બધા મમ્મી-પપ્પા સાથે અહિં આવશો?’ અમારામાથી હું દોડીને મમ્મી-પપ્પા પાસે ગયો. અને વળતી વખતે Teacherનાં ઘરે જવા માટે પુછ્યું. મને હા કહેવામાં આવી. આથી મેં ફરીથી Teacher પાસે જઇને કહ્યું કે, ‘જરૂર આવીશું.’

વળતી વખતે અમે બધા ત્યાંથી નીકળ્યા. અમે બાળકોએ જવાનું યાદ દેવડાવતા અમોને ‘મોડું થાય છે’ તેમ કહીને ના પાડવામાં આવી. અમો પણ કાંઇ મનમાં ન હોય તેમ ઘરે પહોંચી ગયાં.

બીજા દિવસે સ્કુલમાં અમને Teacherએ પ્રેમથી કહ્યું, ‘તમો લોકો કેમ ના આવ્યાં? મેં તમારા બધા માટે ચા અને નાસ્તો તૈયાર કરીને રાખ્યા હતાં.’

આ સાંભળીને અમે શરમાઇ ગયાં.

ખરેખર! લગભગ એવું જ બનતું હોય છે કે આપણે જેને ચાહતા હોઇએ છીએ તેઓ આપણને ચાહતા હોતા નથી, અને એ જેઓને ચાહતા હોય છે તે એને ચાહતા હોતા નથી. સમરસેટ મોમ નામનાં લેખકે પોતાનાં જીવન પર આધારિત લખેલી એક નવલકથામાં પણ આ જ વાત કરી છે. મોમને જે ચાહે છે તેને માટે મોમને લાગણી નથી અને મોમ જેને ચાહે છે તે સ્ત્રીને મોમ માટે લાગણી નથી અને એ મોમનો ઉપયોગ જ કરે છે. આખી દુનિયાની આ સમસ્યા છે.

જે હોય તે, પણ આવા માયાળુ Teacherની એ વખતની મહેનત નકામી ગયેલ તો ન ગણાય. કારણ કે એમનો એ સદભાવ મને આજે પણ યાદ છે. એ વાત અલગ છે કે એમને આ વાતની જાણ નહિ જ હોય.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s