મૃત્યુચિંતન-‘મોત પર મનન’ માંથી…

મૃત્યુચિંતન

# જેમ બાળકો અંધારી જગ્યાએ જતાં બીએ છે તેમ મોટી ઉમરનાં માણસો મૃત્યુથી ભય પામે છે. જેમ અંધકાર વિશે અનેક ગપાટા સાંભાળીને બાળકની બીકમાં વધારો થાય છે તેમ મોત વિશે કલ્પીત વાતો સાંભાળીને માણસો પણ બીકણ બને છે. – બેકન

# મોત જેવું કશું છે જ નહિ. આપણે જેને મોત કહીએ છીએ તે હકીકતમાં તો માત્ર સ્થળાંતર જ છે. – લોંગ ફ્લો.

# વિલાપ કરનારાઓ ઉપર વિલાપ કરવાની જરૂર છે, નહિ કે મરનાર ઉપર. કારણ કે મરનાર તો મરીને શાંતિથી સૂતો છે, જ્યારે વિલાય કરનારાઓ એને લીધે દુખમાં પડ્યાં છે. – મિસિસ હિમન્સ

# ઉમર ખય્યામની એક રચનામાં આવો અર્થ નીકળે છે…

જે રાજમહલમાં બાદશાહ સુખ વૈભવ ભોગવતો અને શરાબની મહેફિલો રાખતો એ મહેલ આજે ખંડેર જેવા થયા છે અને આજે ત્યાં સિંહ અને ગરોળી જેવા પ્રાણીઓ ફરે છે. જે બાદશાહ જંગલી ગધેડાઓનો શિકાર કરવામાં માહેર ગણાતો તે આજે મોતની ઊંધમાં પડ્યો છે, અને એનાં જ માથા ઉપર જંગલી ગધેડાઓ કૂદાકૂદ કરે છે….. ….. જે ફૂલ આજે ખીલ્યું છે તે હંમેશા માટે મરે છે.

# ઘોડો, બળદ અને માણસનું ભક્ષણ કરનાર અતિ વિકરાળ અજગર માર્ગમાં આડો પડ્યો હોય તો પણ તેની નજર ચુકવીને યુક્તિથી બચવુ સહેલું છે, પણ દયાહીન મોતની નજર ચુકવીને બચવુ અશક્ય છે. એવી વાત પ્રાચિન જરથોશ્તી પુસ્તક ‘અઓગમએચાટ’માં કહેવામાં આવી છે.

# હજરત મહંમદે આ વિશે કહ્યું છે કે, ‘આપણે મોત પ્રત્યે બેપરવાઇ ધરાવીએ છિએ, પણ મોત આપણાં પ્રત્યે બેપરવાઇ ધરાવતું નથી.’… … ‘જેઓ આજે ધરતીની સપાટી ઉપર ચાલે છે, એક દિવસ તેને ધરતીની નીચે દફન થઇ જવું પડશે.’

# માલી આવત દેખકે કલીયોં કરી પુકાર। ફૂલફૂલ તુમ ચુન લો, કાલ હમારી બાર॥ – કબીર

(આ તમામ ચિંતન લેખક સ્વ. ફિરોઝ દાવરનું પુસ્તક ‘મોત પર મનન’ માંથી સંકલીત કરેલ છે.)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s