મહાભારતની વાતો…

ભગવાન કૃષ્ણનાં પિતા વસુદેવ. વસુદેવનાં પિતા શૂર. તેઓ રાજા હતાં. તેમાંનાં દસ પુત્રોમાંનાં એક વસુદેવ સૌથી મોટા હતાં. વસુદેવને ૨૦ પત્નીઓ હતી. જેમાંની ધૃતદેવાથી ૧, શાંતિદેવાને અનેક, ઉપદેવાને ૧૦, શ્રીદેવાને ૬, દેવરક્ષિતાને ૯, સહદેવાને ૮, પૌરવીને ૧૨, રોહિણીને અનેક, ભદ્રા નિસંતાન, મદિરાને ૪, રોચનાને હસ્ત, હેમાંગદ વગેરે, કૌશલ્યાને ૧, તામ્રાને ૧, વૃકદેવીને ૨, સુતનુને ૨, રથરાજીને ૩, શ્રધ્ધાદેવી નિસંતાન, એક વૈશ્ય જાતિની સ્ત્રીનો કૌશિક નામનો પુત્ર અને દેવકીથી કીર્તિમાન, સુષેણ, ભદ્રસેન, ઋજુ, સંમર્દન, ભદ્ર, સંકર્ષણ અને કૃષ્ણ નામનાં પુત્ર અને સુભદ્રા નામની પુત્રી હતી.

# પૌરાણિક પાત્ર અગ્નિદેવની પત્નીનું નામ સ્વાહા હતું. અગ્નિમાં આહુતી આપતી વખતે તેનું નામ લેવામાં આવે છે.

# દશરથ રાજાનાં પુત્ર લક્ષમણ-ઉર્મિલાનાં પુત્રનું નામ અંગલ હતું. તે અંગદીયા નામની નગરીનો રાજા થયો હતો.

# શ્રીકૃષ્ણ અને તેમની એક રાણી લક્ષ્મણાનાં પુત્રનું નામ બલ હતું. આ લક્ષ્મણા મદ્ર દેશનાં રાજા બૃહત્સેનની પુત્રી હતી. એટલે કે બૃહત્સેન શ્રીકૃષ્ણનો સસરો હતો. આ બૃહત્સેન મહાભારતનાં યુધ્ધમાં દુર્યોધનનાં પક્ષે રહીને લડ્યો હતો. એટલે કે સસરો-જમાઇ સામસામે હતાં. છે ને કમાલનું મહાભારત !

# દુર્યોધનની એક પુત્રીનું નામ પણ લક્ષ્મણા હતું. ભગવાન શ્રીકૃષ્ણનો એક પુત્ર સાંબ તેને ચાહતો હતો અને તેનું અપહરણ કરેલ. કૌરવોને તેની ખબર પડતાં તેને પકડીને કેદ કરેલ. બલરામે લડીને એમને છોડાવેલ અને દ્રારિકા બંનેને સાથે લાવીને તેમનાં વિવાહ કરાવેલ. આ રીતે જોઇએ તો દુર્યોઘન ભગવાન શ્રીકૃષ્ણનો સસરો થાય. મહાભારતનાં યુધ્ધમાં તેઓ પણ સામસામે હતાં એ વાત તો જગજાહેર છે.

સાહિત્ય-વાંચનમાં રૂચિ હોવાથી ઘણીવખત મને અને મનને ગમેલ કેટલીક નોંધ રાખતો. એ વખતે Blog પણ ન હતાં અને ખબર પણ ન હતી કે આ બધું ક્યારેક Blog ઉપર Post કરવાનું પણ બનશે. જો એવી ખબર હોત તો ક્યાંથી નોંધ કરવામાં આવી છે તેની ખાસ ચોક્કસાઇ રાખત, કે જેથી Blog ઉપર તેનો ઉલ્લેખ કરી શકાય. અહીંની આ Post ની સાથે એ આપી શકતો નથી એ બદલ દિલગીર છું, છતાં મહાભારતમાં કહેવાયેલ હોય અહીં Post કરી રહ્યો છું.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s