હિન્દી સાહિત્યાકાર રાજેન્દ્ર અવસ્થીનાં કેટલાક વિચારો… (તેમનાં कालचिंतन પુસ્તકમાંથી)

#  જ્યારે આપણે કહીએ છીએ કે કોઇને આપણે પ્રેમ કરીએ છીએ ત્યારે એમ કહેવાનો અર્થ એ થાય છે કે, તેનાં ઉપર આપણો અધિકાર છે. આવો અધિકાર અપેક્ષાઓ અને ઇર્ષાને જન્મ આપે છે, અને મનને ભાવુક અને સંવેદનશીલ બનાવી દે છે.

#  વ્યાપારી ગણતરીઓ છોડી દો, પ્રેમ આપોઆપ જગ્યા બનાવી લેશે.

#  કુંભારની જેમ બનાવવું અને બગાડવું, એમાં જ માણસને હંમેશા સુખ મળે છે, કારણ કે એ પોતે પણ બનવાની અને બગાડવાની નિયતિથી બંધાયેલો હોય છે.

#  વિજ્ઞાન, ઉદ્યોગ અને ઔષધિએ આપણને નકામા બનાવી દીધા છે.

#  મનુષ્ય હંમેશા બે દુનિયામાં રહે છે. એકઃ જે તેને જન્મથી મળેલ હોય છે. બીજીઃ જે તે તેણે સ્વયં બનાવી છે. આ બીજી દુનિયા મહત્વની છે. એ જ વિકાસનું કેન્દ્ર છે. સંગીત, કળા, વિજ્ઞાન, ધર્મ અને અર્થ. આ દરેકને તેણે જ જન્મ આપ્યો છે.

#  હું ઉઘાડા પગે ફૂલો અને કાંટાઓ ઉપરથી ચાલીને બંને વચ્ચેનું અંતર સમજવા માંગુ છું.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s