સ્ત્રીઓ વિશે એક વાત…

અમારી કંપનીમાં કામ કરતો ઉતરપ્રદેશનો એક કારીગર કંપનીમાં જ રહેતો અને મહિનાઓથી પગાર આપવા છતાં લેવાની ના પાડતા કહેતો કે જ્યારે તેને જરૂર પડશે ત્યારે તે એક સાથે જમા થયેલ પગાર લઇ લેશે. હું અમારી કંપનીમાં Accountant છું. આ રીતે તેનો છ મહિનાનો પગાર જમા થયા પછી તે એક વખત અમારી ઓફિસે આવ્યો અને પોતાનાં જમા પગારની માંગણી કરી. અમારા સાહેબે મને રૂ. ૫૦૦૦૦=૦૦ રોકડા આપ્યા અને મને તે કારીગરની સાથે જઇને તેનાં Bank Accountમાં એ રકમ જમા કરાવવાનું કહ્યું. રસ્તામાં તે કારીગર સાથે વાત કરતાં મને જાણવા મળ્યું કે તે લગ્ન કરવાં માંગતો હતો અને કન્યાપક્ષને એટલે કે કન્યાનાં પિતાને દહેજ આપવા માટે તે ત્યાં આ રકમ મોકલવા માંગતો હતો. એ વાત જાણવા મળી કે એ લોકોમાં એવો રિવાજ છે અને એ રીતે જ છોકરાનાં લગ્ન થઇ શકે છે. એમનાં આ રિવાજમાં કન્યાપક્ષ માટે વરપક્ષ તરફથી આપવામાં આવતી રકમ જ મહત્વની બની રહે છે. અહીં છોકરાનો દેખાવ, સ્વભાવ, તેની કમાણી, નોકરી વગેરે કાંઇપણ જોવામાં આવતું નથી.

સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે વરપક્ષ દહેજ લેતો હોય છે. અહિં આથી ઉલ્ટુ છે. આવા રિવાજો આજે પણ ભારતમાં અનેક સ્થળોએ જોવા મળે છે. આમાં વધારે કરૂણ હકીકત એ છે કે આવો સોદો થયા પછી કન્યાપક્ષને કન્યાની ખાસ કાંઇ પડી હોતી નથી અને વરપક્ષ કન્યાનો જાણે વસ્તુ ખરીદી લાવ્યા હોય તેમ ઉપયોગ કરે છે. આમ, સ્ત્રીને લગ્ન પહેલાં પિતાને, લગ્ન પછી પતિને અને પતિ પછી પુત્રને આધિન રહેવું પડતું હોય છે. આ ચક્રવ્યુહમાંથી બહાર નીકળવાનો એક જ માર્ગ છે. શિક્ષણ અને આર્થિક સધ્ધરતા તો પછીની વાત છે, પણ જેનો અભાવ છે તે છે સ્ત્રીની હિંમત.

આપણે જો એમ માનતા હોઇએ કે સ્ત્રીઓને ઉચ્ચ શિક્ષણ આપવામાત્રથી તેનું શોષણ અટકી જશે તો એ આપણી ભૂલ છે. આર્થિક રીતે સધ્ધર કે ઉચ્ચ શિક્ષણ ધરાવતી સંખ્યાબંધ સ્ત્રીઓ આજે પણ ‘બિચારી’ થઇને રહેતી જોવા મળે જ છે ને! એક સમયે રશિયામાં એવો રિવાજ હતો કે લગ્નપ્રસંગે કન્યાનો પિતા લગ્નવીધિ દરમિયાન કન્યાને ધીરેથી ચાબૂકનો ફટકો મારતો અને પછી પેલું ચાબૂક વરરાજાને ભેટમાં આપવામાં આવતું. એનો અર્થ એવો હતો કે હવેથી કન્યાને મારવાનો અધિકાર તેનાં પતિને મળે છે. આપણે રસ્તા પર ચાલીને જતાં હોઇએ અને એ વખતે રસ્તા પરનાં કૂતરાઓ આપણાંથી ડરીને થોડા દૂર જાય તો પણ આપણે તેને મારીને કે ડારીને ભગાડીએ છીએ, પણ જો એ જ કૂતરાઓ આપણને ડરાવે તો આપણે ત્યાંથી ભાગવાનું પસંદ કરીએ છીએ. આ એક કુદરતી બાબત છે અને લગભગ દુનિયામા આમ જ ચાલતુ હોય છે.

ઘણાં ઘરોમાં ઉચ્ચ શિક્ષણ અને આર્થિક સધ્ધરતા હોવા છતાં આબરૂ અને સંસ્કારનાં નામે સ્ત્રીનું સ્થાન તળીયાનું હોય છે, સામા પક્ષે અભણ અને ગરીબ એવી ઘણી સ્ત્રીઓ ફક્ત તેમની હિંમતને કારણે જ ઘરમાં વર્ચસ્વ ધરાવતી જોવા મળે છે. હળીમળીને રહેવું એ આદર્શ છે, પણ પહેલાં આટલુ બતાવી દો. ખોટુ સહન કરો છો કૌટુંબિક શાંતિ જાળવવા માટે, પણ કોણ કદર કરશે? ઉલ્ટાનું વધારે પીડશે, એ યાદ રાખો!
ઇટલીમાં થયેલ એક સર્વેમાં એવું જાણવા મળેલ કે દસમાંથી છ સ્ત્રીઓએ લગ્ન એટલા માટે કર્યું હતું કે એમને એમનાં મા-બાપનું ઘર છોડવું હતું અને એમને પોતાને એટલી શ્રધ્ધા ન હતી કે પોતે એકલી રહીને જીવી શકશે. એક બીજી વાત. આપણાં ગુજરાતી લેખક સુધીર દેસાઇએ તેમનાં પુસ્તક ‘મબલખ વૈભવ’માં સ્ત્રીઓ વિશે એક વાત લખી છેઃ’પૈસાદાર કુટુંબમાં આવકની જરૂર ન પડે, પણ જિંદગીની સફળતાનો અનુભવ કરવા માટે એક કાર્યક્ષેત્ર નક્કિ કરી એમાં પ્રાવિણ્ય મેળવવું જ જોઇએ, તો જ જીવન જીવવાનો ખરો આનંદ આવે.’
ગૃહસ્થ જીવન સિવાયનું પોતાનાં શોખનું અલગ જગત સર્જવાથી પણ સ્ત્રીને સ્વતંત્રતા અને સુખની અનુભૂતિ થઇ શકે છે.

——————

નિસ્વાર્થભાવે દાન દેનાર ભગવાનથી પણ મહાન છે, પણ કન્યાદાન દેનાર બાપ એ એવું પાત્ર છે કે જે દાન લેનારનો એશિયાળો હોય તેવો બની જાય છે. આ ‘કન્યાદાન’ શબ્દનો ઉપયોગ હવે બંધ થાય તો સારૂ.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s