ખલિલ જિબ્રાનનાં વિશ્વપ્રસિધ્ધ પુસ્તક The Prophetમાંથી કેટલીક વાતો…

ખલિલ જિબ્રાનનાં વિશ્વપ્રસિધ્ધ પુસ્તક The Prophetમાંથી કેટલીક વાતો… આમ તો આ આખુ પુસ્તક જ જાણે શુભ વિચારમોતી (Quotation) સ્વરૂપનું છે. ગુજરાતીમાં આ પુસ્તક વિશે ઘણું લેખકોએ લખ્યું છે. ધૂમકેતુનાં જિબ્રાન વિશેનાં પુસ્તકો પણ પ્રગટ થયેલા છે. સુરેશ દલાલે પણ The Prophet વિશે લખેલ છે.

… ‘તમે તેમનાં (બાળક) જેવાં થવાં ભલે પ્રયત્નો કરો, પણ તેમને તમારા જેવા કરવાં મહેનત કરશો નહીં; કારણ કે જીવન પાછે પગલે ચાલી શકતું નથી, અને ભૂતકાળ પાસે થોભી શકતું નથી.’

… ‘તમારામાંથી કોઇ જો એકાદ બેવફા પત્નીને સજા કરાવવા ઇચ્છે, તો તેણે એ સ્ત્રીનાં પતિનાં હદયને પણ ત્રાજવામાં તોળી જોવું જોઇએ, અને એનાં આત્માને પણ માપપટ્ટીથી માપી લેવો જોઇએ.’

… ‘તમારૂ ઘણુંખરૂ દુખ જાતે વહોરેલું હોય છે.

… (લગ્ન વિશે) ‘તમે બંને દંપતીરૂપે સાથે જન્મ્યા છો અને સદાને માટે તમે સાથે જ રહેવાનાં છો… તો પણ તમારા સહવાસમાં તમે વિયોગનાં ગાળા આવવા દેજો.’

… ‘કેટલાક યુવાનો જાણે એ જ સર્વસ્વ હોય તેમ મજાને શોધતા ફરે છે અને તેમની ટીકા થાય છે અને ઠપકો આપવામાં આવે છે. હું ટીકા પણ ન કરૂ અને ઠપકો પણ ન આપું. હું તો એમને મોજમજા શોધવા જ દઉ. કારણ કે, તેમને મજા પ્રાપ્ત થશે, પણ મજા એકલી નહીં હોય.

… ‘તમારૂ રોજિંદુ જીવન એ જ તમારૂ મંદિર છે, અને એ જ તમારો ધર્મ છે.’

… ‘બધી વસ્તુંનો આરંભ અસ્પષ્ટ અને ઝાંખો હોય છે, પણ તેમનો અંત નહીં.’

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s