ફ્રેંચ ક્રાંતિનાં પ્રવર્તક ડિડેરો વિશે…

ફ્રેંચ ક્રાંતિનાં પ્રવર્તક ડિડેરોનો જન્મ ઇ.સ.૧૭૧૩માં થયો હતો.

રખડુ અને નકામો લાગતા તેને પિતાએ કાઢી મૂક્યો હતો. એક તબક્કે તે ફ્રાંસની ગલીઓમાં ભીખ પણ માંગતો હતો. વાંચનશોખને કારણે વાંચતા-વાંચતા અને અભ્યાસ કરતાં-કરતાં તે પ્રોફેસર બન્યો. ઇ.સ.૧૭૪૭માં તેણે ફ્રેંચ એનસાયકલોપિડીયાનો આરંભ કર્યો, જે ઇ.સ.૧૭૫૦માં પ્રગટ થયો. આ માટે તે દિવસનાં ૨૦ કલાક સુધી મહેનત કરતો. કુલ ૪૧૩૨ પાનાનાં આ ગ્રંથમાં ૧૩૩૯ નિબંધો છે. એ વિશે કવિ ગટેએ કહેલ, ‘આ કાર્યની જે અવગણનાં કરે છે તે અભણ છે.’

આ ડિડેરો પાસે પુત્રીનાં લગ્ન વખતે તેને આપવા લાયક કાંઇ જ ન હતું એ વખતે તેણે પોતાનું અંગત પુસ્તકાલય વેચવા માટે કાઢેલ. એ વખતે રશિયાની મહારાણીને તેની ખબર પડતાં માણસ મોકલીને એ આખુ પુસ્તકાલય તેણે ખરીદી લીધેલ. અને બાદમાં રાણીએ એ બધાં જ પુસ્તકો ડિડેરોને ભેટ સ્વરૂપે પરત કરેલ.

આજે પણ ડિડેરોને તેનાં સાહિત્યપ્રદાન બદલ ફ્રાંસનાં લોકો માનથી યાદ કરે છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s