સ્વામી વિવેકાનંદનાં વિચારો (૧)

સ્વામી વિવેકાનંદનાં જે કાંઇ પુસ્તકો કે લેખ મેં વાંચેલ છે તેમાંથી વ્યકત થતાં તેમનાં વિચારો (૧) અહીં દીપમોતી Blog પર મૂકી રહ્યો છું. આપનાં માટે માર્ગદર્શક બની રહે એવી આશા સાથે…

… વેદાંત પાપનો સ્વીકાર કરતું નથી, તે તો માત્ર ભૂલને જ કબૂલ કરે છે; અને વેદાંત કહે છે કે, ‘હું નિર્બળ છું, પાપી છું, દયાજનક પ્રાણી છું, મારામાં કોઇ શક્તિ નથી, હું આ કરી શકું તેમ નથી, તે કરી શકું તેમ નથી,’ એમ બોલવા જેવી બીજી એકેય ભૂલ નથી.

… बल એ જીવન છે; निर्बलता મૃત્યુ છે; બળ એ પરમાનંદ છે, શાશ્વત અને અનંત જીવન છે! નિર્બળતા એ કાયમી બોજો અને સંતાપ છે. નિર્બળતા મૃત્યુ છે.

… ભારતવર્ષ માટે મને ખૂબ પ્રેમ હોવા છતાં અને પ્રાચિન ભારતવાસીઓ માટે માનની લાગણી હોવા છતાં મને લાગે છે કે આપણે બીજી પ્રજાઓ પાસેથી ઘણું શીખવાનું છે. ભારતવર્ષની બહારની દુનિયાનાં સંબંધ વિના આપણને ચાલવાનું નથી. આપણે તેમનાં વિના ચલાવી લઇશું એમ આપણે ધાર્યું એ આપણી મૂર્ખાઇ હતી. અને એક હજાર વર્ષની ગુલામી ભોગવી આપણે તેની શિક્ષા સહન કરી છે. બીજી પ્રજાઓની સાથે આપણી સરખામણી કરવાં આપણે બહાર ગયા નહીં. આપણી આસપાસ શું ચાલી રહ્યું છે તેનો આપણે ખ્યાલ કર્યો નહીં, આ વસ્તુ હિંદુ માનસનાં અધઃપતનનું એક મોટું કારણ નીવડ્યું છે. આપણે શિક્ષા ભોગવી છે. હવે વધારે ભોગવીએ નહિ એટલે બસ.

… ભયની ઉત્પતિ શાને લઇને? કેવળ આપણા પોતાનાં સ્વભાવનાં અજ્ઞાનને લીધે.

… મનુષ્ય પ્રકૃતિ ઉપર પોતાની સતા જમાવવાનો પ્રયત્ન કરે ત્યાં સુધી તે ખરો મનુષ્ય છે. અને આ પ્રકૃતિ આંતરિક તેમજ બાહ્ય બંને છે. બાહ્ય પ્રકૃતિ ઉપર વિજય મેળવવો તે ભવ્ય છે, મોટી વાત છે; પણ આંતર પ્રકૃતિ પર વિજય મેળવવો તે ઘણું વધારે ભવ્ય છે.

… અહા! જો તમે તમારી જાતને જાણતા હો તો! તમે જ આત્મા છો, પરમાત્મા છો. હું તમને મનુષ્ય કહીને બોલાવું ત્યારે મને લાગે છે કે ખરેખર, હું ઇશ્વરની નિંદા કરી રહ્યો છું.

… બીજા પ્રાણીઓની સરખામણીએ માનવી વધારે ઊંચો છે. દેવો કરતાં પણ તે વધારે ઊંચી પંક્તિનો છે; મનુષ્યથી વધારે ઊંચુ કોઇ નથી. દેવોને પણ મોક્ષ મેળવવા માનવ શરીર ધારણ કરવું પડે છે.

… અપવિત્ર વિચાર પણ અપવિત્ર કર્મ જેટલો જ ભયંકર છે.

… ગીતાનાં અભ્યાસ કરતાં ફૂટબોલની રમત દ્રારા તમે ઇશ્વરની વધારે નજીક જઇ શકશો. માનવ તરીકે પોતાનાં જ પગ પર નિર્ભર રહેવાની તમારામાં તાકાત હશે તો ઉપનિષદોનું જ્ઞાન અને આત્માની મહતા તમે જલ્દીથી સમજી શકશો.

… આદર્શવાન પુરૂષ જો એક હજાર ભૂલ કરે તો મારી ખાતરી છે કે આદર્શહીન મનુષ્ય પચાસ હજાર ભૂલ કરશે; તેથી આદર્શ હોવોએ ઇચ્છનીય છે.

… જ્યાં સુધી લાખો માણસો ભૂખ અને અજ્ઞાનતામાં સબડે છે, ત્યાં સુધી તેમને ભોગે કેળવાયેલા અને તેમનાં પ્રત્યે તદન દુર્લક્ષ કરતાં દરેક માનવીને હું દ્રોહી ગણું છું.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s