આ પુસ્તકો તમે વાંચ્યા ?

આ પુસ્તકો તમે વાંચ્યા ?

એક માવડિયો ૫૦ વર્ષનો પુરૂષ ફર્નાન્ડ. આ ઉંમરે માતાની પસંદ વિરૂધ્ધ મથિલ્ડા નામની યુવતીને પરણે છે. મથિલ્ડા મૃત્યુ પામે છે અને આ યુવાન એ માટેનું કારણ માતાની બેદરકારી હોવાનું માને છે. હવે તે માતાને ધૃણા કરે છે. માતા પુત્રને અતિપ્રેમ કરે છે. ને આમ બંને દુઃખી થાય છે. પણ જ્યારે માતાનું મૃત્યુ થાય છે ત્યારે તે જ પુત્ર નિરાધારતા અને અસહ્ય દુઃખ અનુભવે છે. (Genetrix (1923 (Novel)) લેખક Francois Mauriac)

વાર્તાનો નાયક શારીરિક સુખ-દુઃખ સિવાયની બધી લાગણીઓને અવગણે છે. પોતાની માતાનાં મૃત્યુનાં સમાચાર મળતા તેને દુઃખ થાય છે, એટલા માટે કે ઓફિસમાંથી બે દિવસની રજા લેવી પડશે. (The Outsider – આલ્બેર કામૂ (ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે.)

એક સહદયી વેશ્યા. ઉચ્ચ કુટુંબનાં યુવાનનાં અત્યાચારનો ભોગ બને છે. આ યુવાનને નિર્દોષ સાબિત કરવા માટે એક ગરીબ હબસીને ગુનેગાર ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવે છે અને અસહાય યુવતીને જુઠુ બોલવાની ફરજ પાડવામાં આવે છે. (The Respectful Prostitute – Jean Paul Sartre (જ્યાં પોલ સાર્ત્ર)) (પાત્રાંકન અલગ સ્વરૂપનું પણ Story આ પ્રકારની Hindi Film दामिनी)

ગામડાંનો યુવાન શહેરમાં આવીને ભણે છે. આગળ વધે છે. શહેરી યુવતીને પરણે છે. ત્યારપછી આ પત્ની પાસે પોતાની ગામડાંની માતાથી શરમ અનુભવે છે. ને કથાનાં અંતમાં તે પત્ની અને માતા બંનો વિશ્વાસ ગુમાવે છે. તેને તેનું જીવન રાખ સમાન લાગે છે. (પુસ્તક રાખ (Cenere) લેખકઃ ગ્રાઝિયા દેલેદા(Grazia Deledda) ઇટાલીની નોબલ વિજેતા લેખિકા)

યુવાનીમાં કમાવા ખાતર સગવડો ભોગવી ન શકનાર નાયક બેબિટ ધનવાન બન્યા પછી પચાસ વર્ષે વિલાસી જીવન જીવે છે અને જુવાનોનાં ટોળામાં બેફામ પૈસા ઉડાવે છે. (Best Seller Novel : Babbit લેખકઃ અમેરિકન- સિંકલેર લુઇ (Sinclair Lewis))

પૈસા કમાવાની ઉતાવળમાં અધુરી શોધાયેલ દવાનો ખોટો પ્રચાર કરીને બજારમાં મૂકવામાં આવે છે. ડોકટરો, દવા વેચનારાઓ અને દાતાઓથી ચાલતી સંસ્થાઓની પોલ ખુલી પાડતી નવલકથા… (Novel : Arrowsmith લેખકઃ અમેરિકન- સિંકલેર લુઇ (Sinclair Lewis))

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s