ખલિલ જિબ્રાનનું પુસ્તક “પ્રેમ અને પરિમલ”માંથી ચૂંટેલા કેટલાક વાક્યો…

ખલિલ જિબ્રાનનું પુસ્તક “પ્રેમ અને પરિમલ”માંથી ચૂંટેલા કેટલાક વાક્યો…

#  માનવી એટલે સમુદ્રની સપાટી ઉપર તરતું સમુદ્રફીણ. કાળનો પવન જ્યાં ફૂંકાય છે, ત્યાં એ સમુદ્રફીણનું અસ્તિત્વ હતું ન હતું થઇ જાય છે.

#  પ્રથમ ચુંબન એટલે ચાર હોઠો વડે ઉચ્ચારાયેલું એક જાહેર વચન. જે હદયને ગાદી તરીકે, પ્રેમને બાદશાહ તરીકે અને વફાદારીને મુગટ તરીકે જાહેર કરે છે.

#  જ્યારે બુધ્ધિ તમને કાંઇક કહેવા માંગતી હોય, ત્યારે તેનાં કહેવા તરફ તુરત જ ધ્યાન આપો, તો તમે બચી જશો. બુધ્ધિનાં બોલનો સદઉપયોગ કરતાં શીખશો તો તમે સુરક્ષિત બની જશો; કારણ કે, પ્રભુએ માનવીને બુધ્ધિ કરતાં વધુ સારી માર્ગદર્શિકા બીજી કોઇ આપી નથી; બુધ્ધિ કરતાં બળવાન બીજું કોઇ શસ્ત્ર નથી.

#  ફિલસૂફીનો પ્રારંભ ક્યારથી થયો ? માનવી ખાવા માંડ્યો અને અપચાથી પિડાવા લાગ્યો ત્યારથી.

#  ભૂતકાળમાં જે કાંઇ બની ગયું તેને માટે જો જે નિરાશાને તાબે ન થતો. કદાપિ આશા ના છોડતો; કારણ કે ગત વસ્તુનો શોક કરવો એ માનવીની મોટામાં મોટી નિર્બળતા છે.

#  એક વખત તક પસાર થઇ ગઇ પછી તેનો પીછો પકડવાનો પ્રયત્ન કરનારને તક નજીક લાગે છે ખરી, પરંતુ એ તકને તે કદી પકડી શકવાનો નથી.

#  જ્ઞાન અને સમજશક્તિ એ બે જિંદગીનાં વફાદાર સાથીઓ છે; તે તમને કદાપિ બેવફા નિવડવાનાં નથી.

#  મૂર્ખ સાથે મિત્રતા એ દારૂડિયા સાથે દલીલ કરવાં જેવું છે.

#  મૂંઝવણ એ જ જ્ઞાનનો પ્રારંભ છે.

#  આપણાં પોતાનાં હિતનો સવાલ આવે ત્યારે આપણે વ્યવહારૂ બની જઇએ છીએ, અને પારકાનાં હિતનો સવાલ આવે ત્યારે આપણે આદર્શવાદી બની જઇએ છીએ.

#  માનવીની જરૂરિયાતો પુરી થઇ ગયા પછી ઘનની શી કીંમત ?

#  પોતાનાં દેશવાસીઓનાં દરેક કૃત્ય માટે દરેક દેશ જવાબદાર છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s