થોડાંક ટૂંકા વાક્યો…

પોલીસતંત્રને કાયદાનો અમલ કરતું કરવું તે સૌથી વધારે કપરૂ કામ છે. – બર્ટ્રાડ રસેલ

જયાં સુધી માણસ જ્ઞાનની સાથોસાથ ડહાપણમાં પણ આગળ નહીં વધે ત્યાં સુધી કેવળ જ્ઞાનવૃધ્ધિ દુઃખવૃધ્ધિ જ લાવશે. – બર્ટ્રાડ રસેલ

આપણે જેને સહુથી વધુ ચાહીએ છીએ તેમનાંમાં જ આપણને વધુ દુઃખ આપવાની શક્તિ રહેલી હોય છે. – જ્હોન ફ્લેચર

વિજ્ઞાને સત્યનું વચન આપ્યું છે, સુખ કે શાંતિનું નહીં. – ગુસ્તાવ લ બોન

સંપતિ એક એવા પ્રકારનો અગ્નિ છે, જે વ્યય થતો હોય તો પણ બાળે છે અને સંધરી રાખો તો પણ બાળે છે. એટલે જ સંતોષ એ જ સાચી સંપતિ છે. – વિષ્ણુપુરાણ

અમે શત્રુને મળ્યા અને એ અમે પોતે જ છીએ! – વ્યંગ ચિત્રકાર પોગો

મારામાં કોઇ વિશિષ્ટ આવડત નથી. હું ફક્ત કુતૂહલવૃતિ ધરાવું છું. – આઇન્સ્ટાઇન

જે લોકો ભૂતકાળને (કરેલી ભૂલોને) યાદ રાખી શકતા નથી તેમને ભૂતકાળનાં પુનરાવર્તનની સજા થાય છે. – જાર્જ સંતાય

—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–!—–

થો વોલ્ડસન નામનાં એક પ્રસિધ્ધ શિલ્પીને કોઇએ પુછ્યું કે, ‘તમારૂ શ્રેષ્ઠ શિલ્પ ક્યું ?’
શિલ્પીએ જવાબ આપ્યો, ‘મારૂ હવે પછીનું શિલ્પ.’

મુલ્લા નસરૂદીનને એકવખત પૂછવામાં આવ્યું…
સૌથી મૂલ્યવાન વસ્તુ કઇ છે ? જવાબઃ સલાહ.
સૌથી મૂલ્યહીન વસ્તુ કઇ છે ? જવાબઃ સલાહ.
કારણ ?
જ્યારે સલાહ માંગવામાં આવે ત્યારે એ સૌથી મૂલ્યવાન છે અને જ્યારે માંગ્યા વગર આપવામાં આવે છે ત્યારે એ મૂલ્યહીન બની જાય છે.

મિલ્ટનનું એક વાક્ય છે.
Familiarity Breeds Contempt. નીકટતાથી તિરસ્કાર ઉત્પન થાય છે.
માર્ક ટ્વેઇને તેમાં થોડો સુધારો કર્યો.
Familiarity Breeds Contempt and Children.
નીકટતાથી તિરસ્કાર અને બાળકો ઉત્પન થાય છે.

પોલેન્ડની એક કવિયત્રી વિસ્લાવા શિમ્બાસ્કાએ કહ્યુ છે કે-
… કવિતા માણસને બચાવી શકતી નથી પરંતુ એકલતા જરૂર ઘટાડી શકે છે.
… લોકો કોઇપણ વિચારધારામાં થોકબંધ મૂર્ખ બને છે અને પછી સભાન થતાં છુટક છુટક મુક્તિ મેળવતા હોય છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s