રોર્બટ હચીન્સ નામનો યુવક – જેણે હજી હમણાં સુધી વેઇટર તરીકે…

ઇ.સ. ૧૯૨૯ની સાલમાં અમેરિકામાં એક બનાવ બની ગયો. જેનાથી શૈક્ષણિક જગતમાં ખળભળાટ મચી ગયો. એક એવો બનાવ-જેનાં સાક્ષી થવા માટે મોટી સંખ્યામાં અમેરિકાનાં બૌધિકો શિકાગો દોડી ગયા.

રોર્બટ હચીન્સ નામનો યુવક – જેણે હજી હમણાં સુધી વેઇટર તરીકે, શિક્ષક તરીકે, કારપેન્ટર તરીકે, કાપડનાં સેલ્સમેન તરીકે એમ અનેક જાતનાં કામ પર પોતાનો હાથ અજમાવ્યો હતો. છેવટે કેળવણીનાં ક્ષેત્રમાં તેનું નશીબ ખૂલી ગયું. આઠ જ વર્ષનાં ટૂંકાગાળા બાદ તે શિકાગો યુનિવર્સિટીનાં પ્રમુખ તરીકે વિધિવત પદગ્રહણ કરવાનાં હતાં. શિકાગો યુનિવર્સિટી એટલે અમેરિકાની શ્રેષ્ઠ ચારમાંની એક.

તેમનાં પદગ્રહણ વખતે ચારેબાજુએથી ટીકાઓનો વરસાદ વરસ્યો. અખબારોએ તો તેની ટીકાઓ કરવામાં કાંઇ બાકી રાખ્યું ન હતું.

એ દિવસે તેનાં મિત્રએ આ વાત રોબર્ટ હચીન્સનાં પિતાને કહી. એ સાંભળીને તેનાં પિતાએ કહ્યુઃ ‘હા, ખૂબ કડક ટીકાઓ થઇ છે પણ મરેલા કૂતરાને તો કોઇ હડધૂત કરતું નથી એ એટલું જ સાચું છે.’

બિલકુલ સાચી વાત છે, કારણ કે અહીં જેટલું કૂતરાનું મહત્વ વધારે તેટલો તેને હડધૂત કરવામાં લોકોનો સંતોષ વધારે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s