Borghild Dahl બોરધીલ્ડ ડાહલ. અમેરિકન લેખિકા. I Wanted to See.

Borghild Dahl બોરધીલ્ડ ડાહલ. અમેરિકન લેખિકા. વિશ્વપ્રસિધ્ધ પુસ્તકઃ I Wanted to See. (http://www.oxcartproductions.com/Dborghild3.html)

આ પુસ્તક એક એવી સ્ત્રીએ લખ્યુ છે જેણે જીવનનાં પચાસ વર્ષ લગભગ અંધકારમાં ગાળ્યાં હતાં. તે લખે છેઃ ‘મારી પાસે એક જ આંખ હતી અને તે આંખ પણ ઊંડા ઘા ને કારણે પોણી ઢંકાયેલી રહેતી હતી. આંખનાં ખુલ્લા રહેતા ખૂબ જ નાના કાણામાંથી હું માત્ર ડાબી બાજુનું જ જોઇ શકતી. મારે પુસ્તક વાંચવું હોય તો મારે મોં પાસે પુસ્તક લઇ જવું પડતું. એમાં પણ મારી આંખોને ખૂબ ખેંચવી પડતી. જો કે કોઇ મારી દયા ખાય એ મને મુદલેય પસંદ ન હતું. હું જ્યારે નાની હતી ત્યારે મેદાનમાં રમવા જતી ત્યારે મેદાનમાં આંકેલી નાની લીટીઓ મને દેખાતી ન હતી. જ્યારે બીજા બાળકો રમીને મેદાન છોડીને ચાલ્યા જાય ત્યારે તે જગ્યા પર હું ધૂંટણિયે બેસી જતી અને ધૂંટણિયે ચાલીને તે આંકેલી નિશાનીઓ-લીટીઓ જોઇ લેતી, યાદ રાખી લેતી. આ પછી તો પ્રેક્ટિસથી હું તે રમત રમવામાં પાવરધી થઇ ગઇ.’

તે વાંચતા પણ ઘરે રહીને જ શીખી. મોટા અક્ષરોવાળી ચોપડી વાંચવા તેને તે એટલી નજીક રાખવી પડતી કે આંખની પાંપણ તે પુસ્તકનાં પાનાને અડી જતી. આમ તેણે વાંચીને બે ડીગ્રીઓ હાંસલ કરી. એ પછી મિનેસોટાનાં એક નાનકડા ગામમાં ભણાવવાનું શરૂ કર્યું. ત્યાથી લઇને પછી તેણે સાઉથ ડેકોટા સિઓક્સ ફોલમાં આવેલી ઓગસ્ટાના કોલેજમાં સાહિત્ય અને પત્રકારિત્વની પ્રોફેસર તરીકે તેર વર્ષ કામ કર્યું. અનેક પ્રવચનો અને વાર્તાલાપો કર્યાં. પુસ્તકો લખ્યા.

એક જગ્યાએ તે લખે છે, ‘તેમ છતાં મારા મનમાં એક ખૂણામાં છૂપો ડર રહેતો કે હું સંપૂર્ણ અંધ બની જઇશ તો? – એમાંથી બહાર આવવા માટે મેં એક નવો અભિગમ કેળવ્યોઃ હંમેશા આનંદમાં રહેવું, ઉત્સાહી રહેવું.’

બાવન વર્ષની વયે તેની આંખનું ઓપરેશન કરવામાં આવતાં તે પહેલા કરતાં ૪૦ ટકા વધારે દેખતી થયેલ. એ પછી રસોડાની સીન્કમાં વાસણો ધોતા, બહાર સ્નો-ફોલ જોતા, સાબુઓનાં પરપોટા જોતા કેવી રોમાંચિત થતી એ પણ તેણે વર્ણવ્યું છે અને એ બદલ તેણે ઇશ્વરનો આભાર માન્યો છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s