ડેલ કાર્નેગીનું પુસ્તક How to Enjoy Your Life & Your Job માંથી વીણેલી વાતો…

જાતનો અસ્વીકાર કરવાની સમસ્યા ઇતિહાસ જેટલી જ જૂની છે અને માનવજીવન જેટલી સાર્વત્રિક છે. – સ્વાભાવિક છે. – ડો. જેમ્સ ગાર્ડન ગિલ્કે

એન્જેલો પ્રેટ્રીએ બાળતાલીમ વિશે ૧૩ પુસ્તકો લખ્યાં છે અને ઘણાં વર્તમાનપત્રોમાં તેમનાં હજારો લેખ પ્રગટ થયા છે. તે લખે છેઃ ‘જે વ્યક્તિ પોતાનાં મન અને શરીર કરતાં ‘જુદી’ વ્યક્તિ જેવા બનવાની – દેખાવાની તીવ્ર ઇચ્છા ધરાવતી હોય, તેનાં જેટલું દુઃખી બીજુ કોઇ નથી હોતું.’

(How to Enjoy Your Life and Your Job પુસ્તક કે જેની એક કરોડ કરતાં પણ વધુ નકલો વેચાયેલ છે. તેનાં લેખક ડેલ કાર્નેગીએ પોતાનો જ એક અનુભવ તેમાં વર્ણવેલ છે. એ પરથી કહી શકાય કે તેમનાં પુસ્તકો શાં માટે આટલી વિશાળ સંખ્યામાં વંચાય છે.)
હું એક પુસ્તક લખવા માંગતો હતો. એક એવું પુસ્તક જે અગાઉ ક્યારેય લખાયું ન હોય અને એનો વિષય હતો `Public Speaking for Businessmen’. આ વિષય પર લખાયેલા ઘણાં લેખકોનાં વિચાર ઉધાર લઇને તે બધાને એક સાથે હું મારા પુસ્તકમાં આપવા માંગતો હતો. એક એવું પુસ્તક જેમાં બધું સમાય જાય-ગાગરમાં સાગર. મેં તરત જ એમાં ઝંપલાવ્યું. એ વિશેનાં મળે તેટલા પુસ્તકો મેળવીને વાંચવા માંડ્યાં. એ બધા વિચારો મારા પુસ્તકનાં લખાણમાં ઉતારવામાં લગભગ એક વર્ષ વીત્યું.
એ પછી ફરી પાછું મને સમજાયું કે આ વખતે પણ હું મૂર્ખ જ ઠર્યો છું. ઘણી વ્યક્તિઓનાં વિચારો ભેગા કરીને ખીચડી જેવું બનાવેલું મારૂ લખાણ એટલું કૃત્રિમ અને નિરસ લાગતું હતું કે ભાગ્યે જ કોઇ Businessman એકવાર પણ તેનો ચીવટપૂર્વક અભ્યાસ કરવા તૈયાર થાય. મેં મારી એક વર્ષની મહેનત કચરાટોપલીમાં ફેંકી દીધી.
ફરી પાછો નવો દાવ! આ વખતે મેં મારી જાતને ટપારી. ‘તારે તો ડેલ કાર્નેગી જ બનવું જોઇએ – તારી બધી ખામીઓ અને મર્યાદાઓની સાથે. તારે બીજા કોઇ બનવાની જરૂર નથી.’ અન્ય કોઇ વ્યક્તિઓનાં વ્યક્તિત્વનું મિશ્રણ કરીને તેમાં મારી જાતને ઢાળવાનાં બદલે મારે જે પહેલેથી જ કરવા જેવું કામ હતું તે શરૂ કરવાં માટે મેં મારી બાંયો ચઢાવી.

લગાન પિયર સ્મિથે કહ્યું છે કે, ‘જીવનમાં બે વસ્તુ મેળવવાનું ધ્યેય રાખવું. પહેલું, તમારે જે જોઇએ છીએ તે મેળવવું અને બીજુ, જે મેળવ્યું છે તેને માણવું.’
પણ શાણી વ્યક્તિઓ જ બીજી વાત માની શકે છે – મેળવેલી વસ્તુને તે લોકો જ માણી શકે છે.

‘જ્યાં સુધી તમને મનમાં એમ લાગે કે તમે સાચા છો, ત્યાં સુધી બીજા લોકો શું કહે છે તેની પરવા ન કરો.’

અમેરિકામાં તેનાં સમયનો મહાન એકટર આલ્ફ્રેડ લ્યુટ. તેણે ‘રિ-યુનિયન ઇન વિયેના’માં મહત્વનો રોલ ભજવ્યો ત્યારે કહેલુઃ ‘મારૂ આત્મસન્માન પોષાય, તેનાથી વધારે બીજું મને કંઇ ખપતું નથી.’

જાણીતા વિયેનીઝ માનસશાસ્ત્રી આલ્ફ્રેડ એડલર તેનાં એક પુસ્તક ‘What Life Should Mean to You’માં કહે છેઃ ‘જે વ્યક્તિઓને પોતાનામાં કે પોતાનાં સાથીદારોમાં રસ નથી હોતો, તે પોતાનું જીવન તો મુશ્કેલીઓવાળું બનાવે છે અને સાથે સાથે સામેની વ્યક્તિઓનું જીવન પણ મુશ્કેલ બનાવી દે છે અને આવી વ્યક્તિઓનાં કારણે માનવસંબંધો નિષ્ફળ નીવડે છે.’

એડી રિકન બેકર – પેસિફિક મહાસાગરમાં ખોવાય ગયેલા. તેમને પૂછવામાં આવ્યુઃ ‘પેસિફિક મહાસાગરમાં સાથીદારો સાથે એકવીસ દિવસ સુધી તરાપામાં તણાતા રહેવાનાં અનુભવે તમને જીવનમાં શું શીખવા મળ્યું?’
તેમણે કહ્યું, ‘અનુભવથી હું મોટામાં મોટી અગત્યની વાત એ શીખ્યો કે પીવા માટે તાજુ પાણી અને ધરાઇને જમવા જેટલો ખોરાક મળી રહે તો કોઇ ચીજવસ્તુની ફરિયાદ રહેવી ના જોઇએ.’

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s