મેક્સિમ ગોર્કી ગરીબી અને અભાવોમાં રહીને લેખક બન્યા હતાં.

રશિયન લેખક મેક્સિમ ગોર્કી ગરીબી અને અભાવોમાં રહીને લેખક બન્યા હતાં. બૂટ પોલિસ, વાસણો માંજવા, ગાંસળીઓ ઉપાડવી વગેરે કામ કરતાં કરતાં તેઓ લેખક બન્યા. તેમણે લખેલી ‘મધર’ નવલકથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો છતાં રશિયામાં તે દરેક જગ્યાએ પહોંચી ગઇ હતી. આ પુસ્તકની અસરતળે આપણાં લેખક શરદબાબુએ ‘પથેરદાબી’ નવલકથા લખી હતી.

(તેમની ‘મધર’ નવલકથાનો અનુવાદ ગુજરાતીમાં પણ થયેલ છે. જે બુક એકસમયે મારી પાસે પણ હતી. પ્રકાશક વિશે હાલમાં મારી પાસે કોઇ માહિતી નથી. લગભગ અતુલ સવાણીએ તેનો અનુવાદ કર્યો હતો. મારૂ એવું છે કે કોઇ પુસ્તક મને ગમે તો તે હું ખરીદી લઉં છું. લાઇબ્રેરીમાંથી સરળતાથી ન મળી શકે તેવા પુસ્તક જ મોટાભાગે હું ખરીદુ છું. મારી પાસે લાઇબ્રેરીનાં એકાદ-બે પુસ્તક લગભગ હોય જ છે. હવે જ્યારે એ ન હોય અથવા તો વંચાયા પછી બદલાવવા ન જઇ શકાયું હોય ત્યારે મેં ખરીદેલ પુસ્તક હું નિંરાતે વાંચુ છું. વધારે ગમ્યું હોય તો ફરી ક્યારેક બીજી વખત ઝડપથી વાંચી લઉં છું. બસ, ત્યાર બાદ એ પુસ્તક ફેરીયાને વેંચી દઉ છું, જેની હાલત નવા ખરીદેલા જેવી જ હોય છે. એ રીતે મેં ખરીદેલા સારા પુસ્તકો ઘણાં હતાં પણ ભેગા કરી રાખીએ તો ઘરમાં લાઇબ્રેરી બની જાય ને પછી કદાચ એવું બને કે એ પુસ્તકો આપણે અનેકવાર પણ વાંચીએ. તેનો શું મતલબ? હું કાંઇ લેખક તો છું નહિં કે Reference તરીકે મારે તેને સાચવી રાખવા પડે.)

એકવખત ગોર્કીને પ્રશ્ન પૂછવામાં આવ્યોઃ ‘બાળકો માટેનું સાહિત્ય કેવી રીતે લખવું?’

ગોર્કીએ ઉતર આપ્યોઃ ‘મોટાઓ માટે લખો છો તેમ જ, પણ ફક્ત વધારે સારૂ લખવાનું.’

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s