વાંચકો માટે કેટલાક અવતરણો…

‘વિજ્ઞાનને ખાતર મારે ઝાડૂવાળાની નોકરી કરવી પડે તો એ પણ કરી લઇશ.’ – માઇકલ ફેરાડે (વિજળીનો શોધક)

‘મારૂ એ સદભાગ્ય છે કે હું આવા મહાપુરૂષનાં જમાનામાં જીવુ છું.’ (ઇંગ્લેંડની રાણી (૧૬૬૨-૧૭૨૭)એ ન્યૂટનનાં સંદર્ભમાં કહેલ)

‘ગઇ કાલે રાત્રે મેં એ વાંચવાની પૂરી કરી ત્યારે મને એટલો બધો ત્રાસ થયો કે હું મારા ઓરડામાં રહી શક્યો નહિં. હું ઊભો થઇને બહાર ચાલ્યો ગયો.’ (લેનિન – ચેખોવની ટૂંકી વાર્તા ‘વોર્ડ નંબર સિક્સ’ વાંચ્યા પછી.)

‘એક નેતાનાં ભાષણ કરતાં છાણનાં એક પોદળાની કીંમત વધારે છે.’ – ચીની નેતા માઓ-ત્સે-તુંગ

‘સ્ત્રીની સ્તુતિ કરનાર સ્ત્રી હજુ સુધી જન્મી નથી.’ – ‘As You Like It’-શેક્સપિયર નાટકમાંનું એક વાક્ય

યુવતીને જ્યારે સાચી સલાહ આપવામાં આવે છે ત્યારે તે પોતાની આંધળી દોડને વધારે ઝડપી બનાવે છે. – શેક્સપિયર

અહંકાર વિશે મરાઠી કવિ વિંદા કરંદીકરે લખ્યું છે…
‘જુવાનીમાં તેણે એકવાર દરિયામાં પેશાબ કર્યો.
અને તેને લીધે,
દરિયાની સપાટી કેટલી ઊંચી આવી એ માપવામાં ખર્ચી નાખ્યું,
પોતાનું બાકીનું આયુષ્ય.’

’ફેશન એ એટલી બદસુરત વસ્તું છે કે દર છ મહિને આપણને એને બદલતા રહેવું પડે છે.’ – ઓસ્કાર વાઇલ્ડ

જે સ્ત્રી પોતાની સાચી ઉંમર કહી દે છે એનાથી ચેતતા રહેજો, એ કોઇપણ વાત છુપાવી નહિ શકે. – ઓસ્કાર વાઇલ્ડ

’અગાઉ માણસોને મારીને ગુલામ બનાવવામાં આવતાં. હાલ માણસોને પૈસાની અને ભોગની લાલચ આપીને ગુલામ બનાવાય છે. એ પૈસો આપણું લોહી ચુસી લેશે, કેમ કે તે આપણી નીતિ લઇ લેશે.’ – ગાંધીજી

Advertisements

ઓશો વાણી (ર) … ‘Seven Points of Minds Training’ ઉપરનાં ઓશો પ્રવચનોમાંથી…

વૃધ્ધ માણસથી પાર પડવું મુશ્કેલ છે. તેને કાંઇપણ ખબર નથી, પરંતુ તે સમજે છે કે તેને બધી જ ખબર છે.

મનુષ્યને ઘડવામાં મહિનાઓ લાગી જાય છે, તૂટી જવામાં ક્ષણ પણ નથી લાગતી.

એક ઘરમાં બે દિકરા હોય અને બેમાંથી એક બુધ્ધિહીન અથવા તદન સામાન્ય હશે તો તે આજ્ઞાંકિત હશે, કારણ કે આજ્ઞા તોડવામાં બુધ્ધિની જરૂર પડે છે. ‘હા’ કહેવામાં બુધ્ધિની શી જરૂર પડે છે? ‘ના’ કહેવામાં બુધ્ધિની જરૂર પડે છે, કારણ કે ના કહેવા માટે કારણો શોધવા પડે છે, તર્ક-દલીલ કરવા પડે છે. પિતાને થશે કે આજ્ઞાંકિત પુત્ર મારૂ સદભાગ્ય છે, પણ પિતાને એ ખબર નથી કે એ દિકરો તદન નમાલો છે, મૃતપાય છે. એનામાં ઉત્સાહ કે ઉમંગ નથી.

સમાજ પાસે બે રસ્તા છે. જો જિંદગી ભૂલ ભરેલી હોય તો જિંદગી બદલવી જોઇએ અથવા તો એ ભૂલ ભરેલી જિંદગી સાથે સમાધાન કરી લે. ભારતે બીજો રસ્તો પકડ્યો છે. જેવી સ્થિતી હોય તેનાથી સંતોષ માનવાનો, એને બદલવાનો પ્રયત્ન નહિ કરવાનો.
ભવિષ્ય માટે આપણે આશાવાદી થઇ શકતા નથી, કારણ કે આપણે નિષ્ક્રિય પ્રજા છીએ. ભવિષ્ય માટે એ જ પ્રજા આશાવાદી બની શકે કે જે સર્જન કરવામાં, ઉત્પાદનમાં, કાર્યમાં, શ્રમ કરવામાં આસ્થાવાન હોય, તત્પર હોય.

હવે (રાજકીય) પાર્ટીઓ વધતી જવાની. દસ વર્ષમાં આપણે ત્યાં સરમુખત્યારશાહી અથવા તો મિશ્ર સરકાર સિવાય બીજો કોઇ વિકલ્ય રહેશે નહિ. પાર્ટી રૂલ તમને ક્યાં લઇ આવ્યું છે? હવે તો સરખી શક્તિશાળી દસ પાર્ટીઓ થઇ જશે, એટલે પછી સરકાર રોજ બદલાશે. ભારત જેવા ગરીબ દેશને જો સરકારો રોજ બદલતી રહે તો સોદો મોંઘો પડશે… આજે નહિ તો કાલે તમારે મિશ્ર સરકાર પસંદ કરવી જ પડશે. (રજનીશનાં ઓગસ્ટ-૧૯૬૯નાં પ્રવચનમાંથી)

બુધ્ધિશાળી વ્યક્તિ પરંપરાગત બની શકે નહિ, તે સતત ભૂતકાળની પૂજા કરી શકતી નથી, ભૂતકાળમાં પૂજવા જેવું કશું નથી. બુધ્ધિશાળી વ્યક્તિ; ભવિષ્યનું નિર્માણ કરવા માંગે છે. વર્તમાનમાં જીવવા માંગે છે. તેનું વર્તમાનમાં જીવવું એ જ ભવિષ્યનું નિર્માણ કરવાની તેની રીત છે.

યાદ રાખો, તમામ માન્યતાઓ મૂર્ખામી છે. હું એવું નથી કહેતો કે, આ માન્યતાઓ મૂળભૂત પણ અસત્ય છે – તે કદાચ ના પણ હોય, અને હોય પણ ખરી – પરંતુ માનવું એ મૂર્ખામી છે. જાણવું એ બુધ્ધિગમ્ય છે.

તમે ક્યારેય પણ ઇશુ કે ગૌતમ બુધ્ધ બનવાનાં નથી. તમે કેવળ તમે જ બનશો. તમે કોઇ બીજાની કાર્બન કોપી નથી. બીજા ઇશુ કે બુધ્ધ બનવું તે બહુ કુરૂપ હશે. તે તમારા મનુષ્યત્વનું ઘોર અપમાન હશે. મનુષ્ય; ગરિમા એટલા માટે જ ધરાવે છે, કારણ કે મનુષ્ય; મૌલિકતા ધરાવે છે… તમારી જાતનો આદર કરો, તમારી જાતને પ્રેમ કરો. કારણ કે તમારી જેવી વ્યક્તિ; ક્યારેય હતી નહિ, અને તમારી જેવી વ્યક્તિ; ક્યારેય થશે નહિ. તમારે કોઇક બીજા જેવા બનવાની જરૂર નથી. તમારે નકલખોર બનવાની જરૂર નથી. તમારે અધિકૃતપણે તમારી જેવા, તમારા પોતાનાં અસ્તિત્વ જેવા બનવું જોઇએ. તમારે તમારી પોતાની ચીજો જ કરવી જોઇએ.

લોકો; પોતાની જાત ઉપર દમન કરે છે, બીજાને પણ શક્ય એટલી યાતના પહોંચાડે છે. ધર્મનાં નામ પર, નૈતિકતાનાં નામ પર, રાષ્ટ્રીયતાનાં નામ પર લોકો એકબીજાનું દમન કરે છે. દરેક રોગગ્રસ્ત ચીજ માટે સુંદર નામો શોધવામાં આવ્યા છે. આવા પાગલપનનું નામ છે: રાષ્ટ્રીયતા. આવા પાગલપનનું નામ છે: નૈતિકતા.

ભારતે ગાંધીથી છૂટકારો મેળવવો પડશે, નહીંતર તે ધનિક બની શકશે નહીં… તેઓ ગરીબ માણસને દરીદ્રનારાયણ કહે છે. તેઓ કહે છે કે ગરીબ મનુષ્ય; ઇશ્વર છે. ગરીબ મનુષ્ય દિવ્ય છે. તેમનું શિક્ષણ એવું છે કે, ધનિક માણસ હોવું તે ખોટુ છે, ગરીબ હોવું સાચુ છે. તેમનાં મતે, ગરીબાઇમાં કોઇક પ્રકારની આધ્યાત્મિકતા રહેલી છે… ગરીબને બિરદાવો છો, એટલે એમનો અહમ વધે છે, પોષાય છે. આથી ગરીબ લોકો ગાંધીની પૂજા કરતા રહે છે; દરેક ગામમાં તેમનું બાવલુ છે… ગરીબાઇમાં કશું આધ્યાત્મિકતા નથી. ગરીબાઇ કુરૂપ છે… અનેક પ્રકારનાં પાપ અને ગુનાઓ સર્જાય છે. ગરીબ માણસની પ્રશંસા કરવી ના જોઇએ, તેને સભાન બનાવવો જોઇએ કે: ‘કાંઇક કરો અને તમારી ગરીબાઇમાંથી બહાર આવો.”

મારો અભિગમ બિલકુલ સ્પષ્ટ છે, પરંતુ દેશની જુનવાણી માનસિકતા સાંભળવા તૈયાર નથી. લોકો મારી પાસે આવીને કહે છે, ‘તમે ભારતની ગરીબાઇ માટે શું કરો છો? તમે દવાખાના કેમ ચલાવતા નથી? તમે આશ્રમમાંથી મફત ભોજનનું વિતરણ કેમ કરતાં નથી?’
આ બધુ દસ હજાર વર્ષોથી થતું આવ્યું છે. આશ્રમો દસ હજાર વર્ષોથી મફત ભોજનનું વિતરણ કરતા આવ્યા છે. તેનાંથી કોઇ ફાયદો થયો નથી. એક વધુ આશ્રમ; મફત ભોજનનું વિતરણ કરશે તો તેનાંથી શો ફાયદો થવાનો?…
આ મારો અભિગમ નથી. હું સમસ્યાની જડને જ કાપવા માંગુ છું. ધ્યાન (જાગૃતિ) દ્રારા; લોકોની અંધશ્રધ્ધા, માન્યતાઓ ખતમ કરી વધુ બુધ્ધિશાળી લોકો પેદા કરવાં, વધુ સતર્ક લોકો પેદા કરવાં, જેથી તેઓ દેશની અને વિશ્વની મોજૂદ વાસ્તવિક પરિસ્થિતિ પ્રત્યે વધુ જવાબદારીપૂર્વક વર્તી શકે.

વૃધ્ધિ પામવાની ઝંખના જેટલી મોટી હશે, એટલા વધુ ને વધુ ખતરાઓ હશે. તેનો સ્વીકાર કરવો જ રહ્યો. સાચો મનુષ્ય; પોતાની જીવનશૈલીની માફક, પોતાની વૃધ્ધિની આબોહવાની માફક, ખતરાઓને સ્વીકારે છે.

ડચ તત્વચિંતક સ્પિનોઝા (ઇ.સ.૧૬૩૨-૧૬૭૭)

સ્પિનોઝાનું ધર સ્પિનોઝાનો અભ્યાસ ખંડSippppp
Photographs from http://en.wikipedia.org/wiki/Baruch_Spinoza

ધર્મ વિરૂધ્ધનાં તેમનાં ક્રાંતિકારી વિચારોને કારણે એ વ્યક્ત ન કરવા માટે ધર્મગુરૂઓએ તેને એ વખતે વાર્ષિક ૫૦૦ ડોલરની લાલચ આપી હતી. તે ન સ્વીકારતા તેને નાત બહાર મૂકવામાં આવ્યો ત્યારે તેની ઉંમર ૨૪ વર્ષની હતી.

તેનાં પિતાનું મૃત્યુ પામતા તેની બધી મિલ્કત તેની બહેને પચાવી પાડેલ. એ બદલ સ્પિનોઝા અદાલતમાં ગયેલ. કેસ જીતી જતા તેને તેની મિલ્કત પુન:પ્રાપ્ત થયેલ. તેણે તરત જ એ મિલ્કત ફરી તેની બહેનને આપી દીધેલ અને કહેલ કે તેણે આ કેસ મિલ્કત માટે નહિ પરંતુ ન્યાયની સ્થાપના અને પ્રતિષ્ઠા માટે કર્યો હતો.

પોતાની ગરીબ સ્થિતી વખતે રાજા લૂઇ ૧૪માંએ તેને મોટી રકમનાં સાલિયાણાની ઓફર એ શરત સાથે કરી હતી કે તે પોતાનું આગામી પુસ્તક એને અર્પણ કરે. જેનો અસ્વીકાર કરતાં તેણે કહેલ કે જેને માટે મને આદર કે પ્રશંસા નથી એની ખુશામત પ્રમાણિકપણે હું કરી શકું નહિ.

એમનાં વિચારો…

આત્મ સંરક્ષણની ભાવના માનવીનાં તમામ વર્તનને નિયંત્રીત કરે છે.

માનવી તેની બૌધિક સમજ દ્રારા જ મુક્ત થઇ શકે છે.

બૌધિક શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે દેહદમન એ નરી મૂર્ખતા છે.

જ્યારે માનવી પોતાનાં આવેગોનો શિકાર બને છે ત્યારે તે પોતાનો માલિક રહેતો નથી પરંતુ ભાગ્યાધીન બને છે, અને તેટલા પૂરતુ તેનાં માટે શું શ્રેયકર છે તે જોવા છતાં જે ખરાબ છે તેને અનુસરવાની તેને ફરજ પડે છે.

ઓશો વાણી (૧)

કોઇક વ્યક્તિ થોડું મોટુ મકાન ઇચ્છે છે, થોડું વધુ બેંક બેલેન્સ ઇચ્છે છે, થોડી વધુ પ્રતિષ્ઠા, થોડું વધુ નામ, થોડી વધુ સતા ઇચ્છે છે. કોઇક વ્યક્તિ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન બનવા ઇચ્છે છે. આ બધું જ દુન્યવી છે, ભૌતિક છે, કારણ કે, મૃત્યુ આ બધુ છીનવી લે છે. ભૌતિક ચીજની આ જ વ્યાખ્યા છે.

જ્યાં દોડ છે ત્યાં મૃત્યુ છે.

તમે કદાચ રાજકારણમાં નહિ હો, પણ રાજકારણ ઘણું વિશેષ સુક્ષ્મ છે. પતિ પોતાની પત્ની ઉપર વર્ચસ્વ જમાવવા કોશિશ કરે છે – આ રાજકારણ છે. પત્ની પોતાની રીતે પતિની બનાવટ કરે છે – આ રાજકારણ છે. બાળક રોરોકળ કરીને રમકડાંની માંગ કરે છે – આ રાજકારણ છે. રાજકારણનો અર્થ છે, બીજાઓ ઉપર વર્ચસ્વ જમાવવાનાં પ્રયાસ કરવા. અને આ અત્યંત નશાકારક છે.

સત્યનાં આગમનની શરત છે; ચિતની પૂર્ણ સ્વતંત્રતા.

જૂઠાણાં ખૂબ જ સુંદર, સસ્તા અને બધે જ પ્રાપ્ય હોય છે, તમે તેને ખરીદી કરવાં જઇ શકો છો, થેલી ભરીને, તમે ઇચ્છો એટલાં જૂઠાણાં ખરીદી શકો છો. અને જૂઠાણાંની સર્વોતમ વાત એ છે કે, તે તમને અનુરૂપ હોય છે, એ માટે તમારે તેમનાં જેવા બનવાની જરૂર નથી. તેઓ એવી કોઇ માંગ કરતાં નથી. તેઓ કોઇ નિષ્ઠા, પ્રતિબધ્ધતાની માંગ કરતાં નથી. તેઓ તમારી સેવા કરવા તૈયાર છે. પરંતુ સત્ય; તમારી સેવા કરી શકે નહિ. તમારે સત્યની સેવા કરવી પડે છે.

જીવનમાં જે કાંઇ શ્રેષ્ઠ છે તે વિનામૂલ્ય મળતું નથી.

જેઓ જાણે છે તેઓ રાહનાં અવરોધોને સીડી બનાવી લે છે અને જેઓ જાણતા નથી તેમને માટે સીડી પણ અવરોધ બની જાય છે.

પાપનાં માર્ગ ઉપર સફળતા હોય તો માનજો કે તે ભ્રમ છે અને સત્યનાં માર્ગ ઉપર નિષ્ફળતા હોય તો માનજો કે તે પરીક્ષા છે.

કેટલાક ફરિયાદ કરે છે કે છોકરાઓ બગડી ગયા છે. છોકરાઓ તો પહેલા જેવા હતાં તેવા આજે પણ છે, પરંતું આજે જીવનમાં એક ક્રાંતિ આવી ગઇ છે. અને ક્રાંતિ એ છે કે પહેલા પિતા દિકરાઓ કરતાં વધારે જાણતા હતાં. આજે દિકરાઓ પિતા કરતાં વધારે જાણવાની સ્થિતીમાં છે.

જ્યારે પણ કોઇ સમગ્ર પ્રાણથી કોઇપણ કૃત્ય કરે છે તો તે કૃત્ય માર્ગ બની જાય છે… તમે શું કરો છો એ પ્રશ્ન નથી. પૂર્ણ સમગ્રતાથી કરો છો કે અધૂરા મનથી, એ જ સવાલ છે.

માઇકલ જેકસનનાં વાક્યો…

મનુષ્ય હંમેશા નકારાત્મક વિચારો વિષે વિચારે છે, પરંતુ તે પોતાનામાં રહેલા સારા/હકારાત્મક વિચારો વિષે ક્યારેય કોઇને કહેતો નથી. – માઇકલ જેકસન

હું કોઇ વસ્તુથી પ્રસન્ન થતો નથી. હું જ સંપૂર્ણ છું. એ જ મારી ઓળખ છે. – માઇકલ જેકસન

જેવું તમે આ જીવનને આપશો તેવું જ આ જીવન તમને આપશે. – માઇકલ જેકસન

હું મારા કુટુંબને ખૂબ ચાહુ છું. દરેક ઇચ્છે છે કે પોતે પોતાનાં કુટુંબ સાથે વધારે સમય રહે અને તેને સમજી શકે, પણ આપણે જાણીએ છીએ કે તે શક્ય નથી. કારણ કે આપણે માત્ર એક દેખાવનાં Family Member છીએ. – માઇકલ જેકસન

જીવનમાં મારો ધ્યેય આ દુનિયાને મારા Music અને Danceથી પરમ શાંતિ તરફ ધકેલવાનો છે. એ આપવા માટે હું મારી જાતને ખૂબ જ નશીબદાર માનુ છું. – માઇકલ જેકસન

ટૂંકા-ટૂંકા વાક્યો…

બાળક રસ્તામાં અને જાહેરમાં એ જ બોલતું હોય છે જે એનાં મા અને બાપ ઘરમાં બોલતાં હોય છે. – યહુદી કહેવત

તમારા બધા જ દાંત પડી જાય પણ એક દાંત સિવાય, કે જેથી આખી જિંદગી દાંતનો દુ:ખાવો રહે. – યહુદી કહેવત

ધનિકોને વારસદારો હોય, બાળકો નહિ. – યહુદી કહેવત

મૂર્ખ મોં બંધ રાખે તો તેની ગણત્રી પણ હોશિયારમાં થઇ જાય છે. – યહુદી કહેવત

કોઇપણ માણસને સુખી ન કહેવો જ્યાં સુધી તેનું મૃત્યુ ન થાય. – સોફોક્લે (ગ્રીક નાટ્યકાર)

જ્યારે હું યુવાન હતો ત્યારે મને લાગતું કે સાઇઠ વર્ષનાં લોકો કોઇ જુદી જ દુનિયાનાં પાત્રો છે. આજે હું સાઇઠનો છું, ત્યારે યુવાનો વિશે પણ મારો એ જ અભિપ્રાય છે. – હેન્ની કિસિન્જર

નિર્ધનતા પ્રગટ કરવી એ નિર્ધન હોવા કરતાં વધુ દુ:ખદાયક છે. – પ્રેમચંદ

અમીરો પાસે અધિકારો છે, ગરીબો પાસે આશા છે. – પ્રેમચંદ

પ્રતાપી લોકો પાસે અભિશાપ પણ કંપે છે. – પ્રેમચંદ

માનવચરિત્ર કેવું વિચિત્ર છે? આપણને બીજાનું અહિત કરવામાં આનંદ આવે છે અને તેમ કરતાં અચકાતા નથી. પરંતુ બીજાનાં હાથે જ્યારે આપણું અહિત થાય ત્યારે આપણું લોહી ઉકળી ઉઠે છે. – પ્રેમચંદ

નિરંજન ભગતનાં આ કાવ્યોમાં વેશ્યાની વ્યથા વ્યક્ત થાય છે…

રોજ
સ્પર્શની બારાખડી
મારી સ્લેટ પર ઘૂંટાય છે
અને એટલે જ
એક સ્પર્શને
બીજા સ્પર્શથી
અલગ તારવી શકતી નથી.
હું ભૂલી ગઇ છું સ્પર્શનો આદિમ રંગ
રસ્તા પર ફેંકાયેલી
નારંગી પર
મોટરનું ટાયર ફરી જાય એમ
ફરે છે કોઇનો દેહ.

અમે કોઇની નીચે ધન્ય ધન્ય નથી થઇ જતાં
અને છતાં, ઘન્ય થઇ જઇએ છીએ
એવો દેખાવ કરીએ છીએ
જેથી પુરૂષને એના પૌરૂષની ખાતરી થાય.

અહીં કામ હાજર હોય છે,
પણ રતિની ગેરહાજરીમાં.
અમને ઉજાગરો લાગે છે,
પણ મીઠો નહીં, તૂરો.