થોડીક છૂટક વાતો…

### ઇંગ્લેંડનો લોર્ડ ક્લાઇવ જ્યારે ભારત આવ્યો ત્યારે તેની પાસે ફક્ત ૧૦ પાઇન્ડ જ હતાં. આપણાં રાજાઓને અંદરોઅંદર લડાવવાની તેની કૂનેહથી તે અંગ્રેજ શાશનમાં ઊંચા હોદાઓ મેળવતો ગયો. હિન્દુસ્તાનને લૂંટીને પોતાની અંગત સંપતિ વધારતો ગયો. જ્યારે તે હિંન્દુસ્તાન છોડીને ગયો ત્યારે તે બ્રિટિશ સમ્રાજ્યનો સૌથી પૈસાદાર વ્યક્તિ બની ગયો હતો.

### ગુજરાતી શબ્દ ‘એમોઝોન’નો અર્થ થાય છે: ‘સ્તનરહિત’. ભગવદગોમંડળમાં તેનો અર્થ ‘એ નામની લડાયક સ્ત્રી’ એવો આપવામાં આવ્યો છે. આ અર્થ પાછળનું એક કારણ છે.

કાળા સમુદ્રનાં કિનારા પર એશિયા માઇનરની ઇશાન તરફ સ્ત્રીઓનું રાજ્ય ‘એમોઝોન’ નામથી ઓળખાતુ. આ સ્ત્રીઓ લડાઇની શોખીન હતી. એશિયા માઇનરનાં કિનારાનાં પ્રદેશો ઉપર ચડાઇ કરતી અને ત્યાં પ્રજાને ત્રાસ આપતી. આ સ્ત્રીઓ લગ્ન ન કરતી પણ સંતતિ માટે અનેક પુરૂષો સાથે સંપર્ક રાખતી. જો દિકરી આવે તો પોતાની પાસે રાખતી અને દિકરો આવે તો પુરૂષને સોંપી દેતી અથવા તો લૂલો લંગડો કરીને પોતાની પાસે જ ગુલામની જેમ રાખતી. આવી ખતરનાક એવી આ સ્ત્રીઓ ધનુષની લડાઇ વખતે ધનુષ પકડવાની સરળતા માટે પોતાનાં જમણા સ્તનને બાળી નાખતી. આ જાતિની સ્ત્રીઓ ‘સ્તનરહિત’ એટલે કે ‘એમોઝોન’ કહેવાતી.

### અમેરિકામાં કોપર-ટી ઉપર ઇ.સ. ૧૯૭૬થી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સ્ત્રીઓને થતી થોડી નાની સમસ્યાઓને કારણે.

આપણે ત્યાં હજુ પણ સરકારનાં પ્રોતસાહનથી આ કામગીરી ચાલુ છે. કેટલાક કિસ્સાઓમાં તો સરકાર કોપર-ટી મૂકવા બદલ રોકડ વળતર પણ આપે છે.

### કપડામાં સિલાઇ કરવા માટેની સોયની શોધ કઇ રીતે થઇ હતી?

એલિયર્સ હાઉ જ્યારે સિલાઇ મશીન બનાવવાની દિશામાં સંશોધન કરી રહ્યો હતો ત્યારે તે ખૂબ જ મૂઝવણમાં હતો કે એમાં સોય ક્યાં પ્રકારની બનાવવી?

એક દિવસ તેને સ્વપ્ન આવ્યું: એક રેડ ઇન્ડિયન તેનાં ઉપર ભાલાથી હુમલો કરી રહ્યો છે અને એ ભાલાનાં છેડે એક છીદ્ર હોય છે. ભાલુ લાગવાનાં ડરથી તે અચાનક જ જાગી ગયો. એ જ વખતે તેને વિચાર આવ્યો કે મશીનની સોયમાં પણ છેડે આ પ્રકારનું છીદ્ર રાખવામાં આવ્યું હોય તો? અને તેને એવો પ્રયોગ કરતાં સિલાઇ મશીનની સોયની શોધ થઇ અને સમસ્યાનો ઉકેલ મળી ગયો.

### બીજા વિશ્વયુધ્ધ પછી પશ્ચિમ જર્મનીનાં પ્રખ્યાત ચિત્રકાર આલ્બ્રેર ડુરરે દોરેલા એક યુવતીનાં ચિત્રને જર્મન સરકારે પસંદ કરીને તે ચિત્રવાળી પાંચ માર્ક (જર્મન ચલણ)ની નોટ બહાર પાડી હતી.

બાદમાં સરકારને ખબર પડી કે આ યુવતી તો એક વેશ્યા હતી અને અલ્બ્રેરે તેનું ચિત્ર દોરેલ. એ બાબતે સરકારે લોકોની ટીકાઓ સાંભળવી પડી હતી.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s