લેખક : ચિત્રભાનુ… પુસ્તક: મધુસંચયમાંથી…કેટલાક વાક્યો…

### તમારા દુ:ખો કેટલાં છે? એ તમને હું નહિ પૂછું. હું તો પૂછીશ કે તમારી સહનશીલતા કેટલી છે! એ દુ:ખોનો સામનો કરવાની તમારામાં શક્તિ કેટલી છે? કારણ કે સહનશીલતાનાં સૂર્ય આગળ દુ:ખનો અંધકાર દીર્ઘકાળ નહિ ટકી શકે!

### સમ્રાટ અકબર જે વિલાસનાં સાધનો મેળવી શક્યો, એનાથી અનેકગાણાં વિલાસનાં સાધનો આજનાં વિજ્ઞાન યુગનો એક સાધારણ નાગરિક મેળવી શકે છે; પણ સુખ અને શાંતિ કોઇ યુગમાં કે સાધનોમાં જ નહિ, પણ માણસની સમજ અને સંતોષમાં છે.

### માનવી પાસે જીવનનું કોઇ ધ્યેય ન હોય ત્યારે તે પોતાનો સમય વિતાવવા જીવન વિલાસમાં ખર્ચે છે અને એ વિલાસી જીવનનાં અતિરેકથી માનવી અંદરથી ધીરે ધીરે ખવાતો જાય છે અને વ્યસનોથી ઘેરાતો જાય છે. આ રીતે પતનનો પ્રારંભ સુંદર દેખાતા વિલાસી જીવનથી થાય છે.

### પૈસા વધવાથી મન સ્થિર બને છે અને ઓછા પૈસાથી મન અસ્થિર બને છે, એમ કહેનારા ધનને સમજે પણ મનને નથી સમજતા.

### બાલ-માનસ એ તો અરીસા જેવું છે. એનાં પર વડીલોનાં સદ કે અસદ વિચાર-વાણી-વર્તનનું પ્રતિબિંબ પડવાનું જ. માતા-પિતા બનતા પહેલાં જીવનને આદર્શ બનાવી લેવું જોઇએ. એમ ન કરનાર ગુનો કરે છે.

### કમળને મેં પૂછ્યું: ‘તારા જીવનનું રહસ્ય શું? કીચડમાં જન્મવા છતાં સ્વચ્છ સૌદર્યથી હસી રહેલા કમળે કહ્યું: ‘નિર્લેપતા.’

### સાકરનાં પાણીમાં પડેલી કીડી ડૂબતી, મૂંઝાતી, તરફડતી હોય છે ને મડદા જેવી થઇ જાય છે, પણ બહાર નીકળતાં અને જરાક સ્વસ્થ થતાં પાછી એ પાણી તરફ જાય છે. માનવીનો જીવ પણ આમ વિષયોની તૃપ્તિમાં દુ:ખ આવતા જરાકવાર વૈરાગી બને છે, પણ દુ:ખ જતાં પાછો ભોગ તરફ એ ધસે છે. માનવીની કામનાની આ કેવી કરૂણતા છે?

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s