શબ્દો વિશે કેટલીક વાતો…

Culture એટલે સંસ્કૃતિ. આ શબ્દ મૂળ જર્મન ભાષાનો છે. જર્મન ભાષામાં તેનો અર્થ કૃષિ અથવા ખેડાણ એવો થાય છે. અંગ્રેજી ભાષામાં આ શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ ઇ.સ. ૧૮૭૧માં E.B.Taylor નામનાં સમાજશાસ્ત્રીએ કર્યો હતો.

લેટિન શબ્દ ‘વિટા’ નો અર્થ જીવન એવો થાય છે. આ ઉપરથી ઇ.સ. ૧૯૧૨માં વિટામીન શબ્દ ઉતરી આવ્યો છે.

સંસ્કૃત શબ્દ ‘નિપા’ અને ‘આલ’ શબ્દ જોડાઇને ‘નેપાળ’ શબ્દ બન્યો છે. તેનો અર્થ ‘પર્વતનું મૂળ’ એવો થાય છે.

Umbrella એ મૂળ ઇટાલિયન ભાષાનો શબ્દ છે. તેનો અર્થ ‘છાંયડો’ એવો થાય છે.

એશિયા શબ્દનો અર્થ ‘જ્યાં સૂર્ય ઊગે છે અને આથમે છે તે ભૂમિ’ એવો થાય છે.

ફ્રાંસની એક જાતિ ‘પરિસી’નું જે પ્રદેશ ઉપર પ્રભુત્વ હતું એ પ્રદેશ ‘પેરિસ’ નામથી ઓળખાયો. ‘પેરિસ’ શબ્દનો અર્થ ‘દિવ્ય તેજનો પહાડ’ એવો થાય છે.

લેટિન શબ્દ ‘ડિક્ષનરિયસ’નો અર્થ ‘શબ્દોનો સમુહ’ એવો થાય છે. અંગ્રેજી શબ્દ ‘ડિક્ષનેરી’ શબ્દ આ ઉપરથી લેવામાં આવ્યો છે.

ડોલરની નિશાની $ સ્પેનિશ ચલણ 8 નું અપ્રભંશ સ્વરૂપ છે. S ઉપરની બે ઊભી લીટીઓ હરક્યુલિસનાં સ્તંભનો નિર્દેશ કરે છે.

વર્ષાઋતુ માટે વપરાતો ‘મોનસુન’ શબ્દ ‘મૌસીમ’ ઉપરથી ઉતરી આવ્યો છે. જેનો અર્થ ‘ઋતુ’ એવો થાય છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s