ફ્રેંચ લેખક Alexandre Dumasની નવલકથા Lady of the Cameliasમાંથી વાંચેલા / મને ગમેલા કેટલાક વાક્યો…

ઇશુએ પતિતા સ્ત્રીને કહ્યું, ‘તને ક્ષમા કરવામાં આવે છે, કારણ કે તે બધાને ખૂબ પ્યાર કર્યો છે.

આ નવલકથામાં એક આધેડ પાત્ર તેની પુત્રીનાં મરણ પછી તેનાં જેવા જ દેખાવને કારણે માર્ગારેટ ગોશિયર નામની સ્ત્રીને પુત્રી તરીકે સ્વીકારે છે. તે વેશ્યા હોય છે તેની તેને પછીથી ખબર પડે છે છતાં તેનો પુત્રી પ્રેમ અકબંધ રહે છે. તેનાં વિશે Dumas લખે છે, ‘ડ્યુકે તેની જિંદગીમાં માર્ગારેટને કદી એકપણ શબ્દ એવો નહોતો કહ્યો કે જે તેની પુત્રી સાંભળી ન શકે.’

… જેમને સાંસારિક વાસનાઓ ખોટે માર્ગે લઇ ગઇ છે તેઓનાં જખ્મી આત્માને આપણે આપણી ક્ષમાનાં આંસુથી માફ કરીએ.

… એકસાથે બે સ્ત્રીઓને ચાહવી અનુચિત છે. તેમાં નિષ્ઠા હોતી નથી. જે માણસ આવો પ્રેમ સ્વીકારે છે તેનાં અંતરમાંથી સાચા પ્રેમનો દીવો બુઝાઇ જાય છે અને ધીમે ધીમે આવા પ્રેમીઓ, સમાજનાં નીચી કોટીનાં કેટલાક માણસોની જેમ, વ્યાપારી ગણતરી કરવા લાગે છે, અને તેનાં પ્રણયમાંથી પણ નફો મેળવવાનાં જ વિચાર કરે છે.

માર્ગારેટ ગોશિયર નામનું સ્ત્રી પાત્ર (વેશ્યા) તેનાં પ્રેમીને કહે છે…

…અમારે જાતને વેંચીને આત્માનો સંતોષ ખરીદવો પડે છે, અને જ્યારે આત્માનો સંતોષ મળતો નથી ત્યારે, પ્રિય, ખૂબ પીડા થાય છે… અમારા અંતરમાં પણ કોઇ તરંગી ઇચ્છા ઉત્પન થાય છે, અમારૂ હદય પણ સાચા પ્રણય માટે તડપે છે, પણ એ અમને મળતું નથી.

…મેં મારી જાતને તારા ચરણે ધરી દીધી. મેં ક્યારેય કોઇને આટલી સરળતાથી સ્વાર્પણ કર્યું નથી. તું જાણે છે, શાં માટે? કારણ કે મારા ગળામાંથી લોહી નીકળ્યું (ક્ષયને કારણે) ત્યારે માત્ર તારૂ જ હદય લાગણીથી ભીનુ બની ગયું હતું. તારી આંખમાં જ આંસુ હતાં. તું પહેલો માણસ છો કે જેણે મારા પ્રત્યે અનુકંપા બતાવી હોય. મેં તારા આંસુ જોયા, ને હું તારા પર ન્યોચ્છાવર થઇ ગઇ. તેં નહિ, તારા પ્રેમભીંના આંસુએ મને વિના મૂલ્યે ખરીદી લીધી.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s