વિકટર હ્યુગોની Toilers of the Seaમાંથી વાંચેલા કેટલાક વાક્યો…

વિકટર હ્યુગોની વિશ્વપ્રસિધ્ધ નવલકથા ‘Toilers of the Sea'(French: Les Travailleurs de la mer)માંથી વાંચવા મળેલા કેટલાક વાક્યો…

…આપણી પાસે એક સોબતી હોય, ત્યાં સુધી આપણાં માટે જીવન સહ્ય હોય છે; પણ જ્યારે સાવ એકલા પડીએ, એટલે પછી જીવન જીવવાની કોશિષ પણ અશક્ય બની જાય છે. હતાશાનું આ પ્રથમ પગરણ ગણાય.

…એકાંતવાસ કાં તો માણસની શક્તિઓને તીવ્ર બનાવે છે અથવા તો તેને જડસુ બનાવી મૂકે છે.

ચર્ચનો પાદરી જ્યારે તેનાં વ્યાખ્યાનમાં નરકનું વર્ણન કરતો હોય છે ત્યારે શ્રધ્ધાળુઓ તેનાંથી પ્રભાવીત થઇ જાય છે, પણ બહાર નીકળતો Mess Lethierry તેનાં મિત્રને કહે છે, ‘ભાઇ, હું તો માનતો હતો કે ભગવાન બહુ ભલો છે, પણ આ લોકો કહે છે તેવો તે ક્રોધી અને બદલાખોર હોય, તો તો તેની પાછળ પડવું નકામુ છે!’

…તેને જવાબદારીનું ભાન ન હતું. ગંભીરપણે-વિચારપૂર્વક ન અપાયેલી કેળવણીમાં આવા અનેક જોખમો રહેલા હોય છે.

…પોતાનાં બાળકને વધારે પડતુ જલ્દી સુખી બનાવી દેવાનો પ્રયત્ન કરવો, એમાં ડહાપણ નથી.

…સુખનો સમુદ્ર બહુ જોખમ ભરેલો છે.

…ભગવાન કોઇ અગમ્ય હેતુથી જ આવી કસોટીઓ/મુશ્કેલીઓ મોકલે છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s