કેટલાક વિચારો…

કોઇ ટૂથપેસ્ટની ખૂબ જાહેરાત કરવામાં આવે, અને તેનાં પ્રચારમાં તેનાં અદભૂત ગુણોનો જ દાવો કરવામાં આવે, તો બહુમતી લોકો તે ટૂથપેસ્ટ વાપરવા માંડે. આજનાં સમાજનાં લોકો જેમ ચીજવસ્તુ ખરીદે છે તેમ મતપેટીમાં મત નાખી આવે છે… રાજકિય વિચારો અને રાજકિય નેતાઓને પણ ચીજવસ્તુની જેમ જે પ્રચાર દ્રારા લોકપ્રિય બનાવી શકાય છે. – એરિક ફ્રોમ

આજની લોકશાહી પધ્ધતિમાં વ્યક્તિગત મતદાર બહુ નિર્ણાયક ભાગ ભજવી શકતો નથી. આપણે ભલે માનીએ કે દેશનાં નિર્ણયનો દોર મતદારનાં હાથમાં છે, પણ વાસ્તવમાં સામાન્ય શેર હોલ્ડરનાં હાથમાં કંપનીનાં સંચાલનમાં જેટલો દોર હોય છે, એથી થોડો જ વધારે દોર મતદારોનાં હાથમાં હોય છે. છેવટનાં જે નિર્ણયો લેવાતાં હોય છે, તે મોટે ભાગે એવા પરિબળો દ્રારા નક્કિ થતાં હોય છે, જેમનાં પર મતદારોનો કોઇ અંકુશ હોતો નથી કે એમને ખાસ જ્ઞાન હોતું નથી. – એરિક ફ્રોમ

‘હું માનુ છું કે એક દિવસ એવો પણ આવશે કે જ્યારે વિજ્ઞાન અને શાંતીએ વિગ્રહ ઉપર વિજય મેળવ્યો હશે. ભયંકર વિનાશ વેરતા વિગ્રહોને તજીને દુનિયાનાં સર્વે દેશો નવરચના માટે એકત્ર થશે… જે લોકોએ માનવજાતનાં દુ:ખોનું નિવારણ કરવામાં ફાળો આપ્યો છે તેમનાં હાથમાં જ ભવિષ્યની ચાવી રહેલી છે.’ – લૂઇ પાશ્ચર

કોઇ ઉચ્ચતમ પ્રભાવશાળી યુવક આપણી કોઇ વિદ્યાપીઠમાંથી પદવી પ્રાપ્ત કરીને બહાર નીકળે છે, અને ત્યાર પછી એકાદ વર્ષમાં બોસ્ટન કે ન્યુયોર્કમાં તેને કોઇ સારી નોકરી ન મળે તેને તથા તેનાં મિત્રોને, પોતે નાશીપાસ થયો છે એમ માની તે પોતાની આખી જિંદગી દુ:ખ ગાતો રહે છે, એ વાત યોગ્ય લાગે છે! પણ કોઇ તોફાની (લઠ્ઠ) છોકરો દૂરનાં કોઇ ગામડામાંથી શહેરમાં આવીને વારાફરતી અનેક ધંધાઓ અજમાવી જૂએ છે, ખેતર ખેડે છે, ગાડીઓ હાંકે છે, દુકાન માંડે છે, નિશાળ કાઢે છે, વર્તમાનપત્રમાં કામ કરે છે, રાજકારણમાં પડે છે. અને એવા અનેક કાર્યો કરે છે, અને પાછો પડતા જ બિલાડીની માફક ફરી ઊભો થઇ જાય છે, તે આવા શિષ્ટ સો પૂતળાઓ કરતાં વધારે માલવાળો છે. તે પોતાનું જીવન ભવિષ્યને માટે મુલતવી રાખતો નથી, પણ બધો વખત જીવન જીવે છે. એને એક નહિ પણ સેંકડો તક મળશે. – એમર્સન

આધુનિક સભ્યતાએ સ્ત્રીઓનો સામાજિક દરજ્જો કાંઇક વધારી મૂક્યો છે ખરો, પણ એ જ સભ્યતાએ પુરૂષની પાપવૃતિ અને વિષયાંધતાને એટલી સાર્વત્રિક કરી મૂકી છે કે એથી સ્ત્રીઓનાં દુ:ખદર્દોમાં પહેલાં કરતાં પણ અધિક વૃધ્ધિ થઇ છે. સ્ત્રી ગઇકાલ સુધી નશીબદાર દાસી હતી, ત્યારે આજે એ નશીબફૂટલી રાણી છે. – ખલિલ જિબ્રાનની નવલકથા Broken Wingsમાં આવતું વાક્ય….. પ્રત્યેક ક્રાંતિ પ્રારંભમાં એક વિચારમાત્ર હોય છે. – ખલિલ જિબ્રાન

…’કોણ જાણે કેમ પણ મારૂ નશીબ નથી.(કમનશીબ છું), પણ કોને ખબર? કદાચ આજે જ મારૂ નશીબ હોય.(માછલી પકડવા જતી વખતે) પ્રત્યેક દિવસ નવો દિવસ છે. નશીબદાર હોવું એ સારૂ છે પણ હું કાળજીપૂર્વક કામ કરીશ કે જેથી જ્યારે નશીબ જાગે ત્યારે પૂર્ણપણે સજ્જ હોઉ.’….. ‘બે સમોવડિયા યુધ્ધે ચઢે તો ગમે તે એકનું મૃત્યુ નિશ્ચિત છે. કોણ કોને ખતમ કરે એ પ્રશ્ન છે.’ – The Old Man And The Seaમાંથી…Arnest Hamingway

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s