ગ્રેટ બર્નાડ શો વિશે…

જ્યોર્જ બર્નાડ શોની માતા તેનાં પતિથી અલગ રહેતી. આ કારણે શોને ૧૫ વર્ષની ઉંમરે જ કારકૂનની નોકરી કરવી પડી હતી. ૪ વર્ષ આવી નોકરી કર્યા પછી વધુ કમાવા માટે તેઓ લંડન આવ્યા. કામ ન મળવાથી શોએ એમની પ્રથમ નવલકથા લખી, પણ કોઇ પ્રકાશક ન મળ્યો. છતાં પણ શોએ નવલકથા લખવાનું ચાલુ જ રાખ્યું અને બીજી ૪ નવલકથાઓ લખી નાખી. એકેયને પ્રકાશક ન મળ્યા. એ પછી શોએ એમનું પ્રથમ નાટક ‘વિડોઅર્સ હાઉસીસ’ લખ્યું, એ પણ નિષ્ફળ ગયું. (આ નાટક તેમણે ૩૬માં વર્ષે લખ્યું, એટલે કે લખવાનું ચાલુ કર્યા પછી ૧૬ વર્ષ સુધી તેમને કોઇ ખાસ જાણતું પણ ન હતું) એ પછી ‘ફિલેન્ડરર’ અને ‘મિસિસ વોરન્સ પ્રોફેશન’ નાટક લખ્યાં, જે નિષ્ફળ ગયાં. સફળતા મળી ‘આર્મ્સ એન્ડ ધ મેન’ નાટકથી.
એક વખત તેમણે આ સંદર્ભમાં કહેલ, ‘નાનપણમાં મેં જોયું કે હું જે કામ કરતો હતો તેમા દસમાંથી નવમાં નિષ્ફળ જતો. પણ મારે નિષ્ફળ જવું ન હતું એટલે પછી મેં દસગણું કામ કરવા માંડ્યું.’ તેમનું માનવું-કહેવું હતું કે, ‘પ્રગતિ હંમેશા બેજવાબદાર માણસો ઉપર આધાર રાખે છે.’
‘તકની મોટામાં મોટી મુશ્કેલી એ છે કે એ આવે છે તેનાં કરતાં જતી રહે છે ત્યારે તે મોટી લાગે છે.’….. ‘આજનાં મોટા ભાગનાં માણસો પ્રત્યેક પળે મરતા હોય છે, માત્ર તેઓનો અગ્નિસંસ્કાર જ મોડો થતો હોય છે.’….. ‘તમારા લક્ષ્યને ભૂલશો નહિ, નહિ તો પછી જે કાંઇ પ્રાપ્ત થશે એમાં જ સંતોષ માનવા લાગશો.’… ‘આજનાં વાતાવરણમાં ૩૦ વર્ષનાં માણસમાં જો સમાજ સામે વિદ્રોહનાં અંકુર ફૂટ્યા ન હોય તો એનું બૌધિક સ્તર ખરેખર નિમ્ન કક્ષાનું છે.’… ‘આપણાં જીવતા રહેવાની લાલસા આશા ઉપર આધારિત છે, કારણ કે નિરાશાથી આપણુ મૃત્યુ થાય છે.’ – બર્નાડ શો
બર્નાડ શોને પોતાની Superiority-ગુરૂતાગ્રંથિ માટે પણ જાણીતા હતાં. શેક્સપિયરનાં નાટકો માટે તેને ભારે ચીડ હતી. એને વિશે તેઓ કહેતા, ‘એને ખોદીને, બહાર કાઢીને એનાં તરફ પથ્થર ફેંકવાનું મને ગમશે.’
તેમનું એક નાટક રંગમંચ પર સફળ હતું તે જોવા જનાર બર્નાડ શો પ્રેક્ષકોનાં આગ્રહથી મંચ ઉપર કાંઇક કહેવા માટે ઉપસ્થિત થયાં. એવામાં એક પ્રેક્ષક શો નો હૂરિયો બોલાવવા લાગ્યો. શોએ પેલા પ્રેક્ષકને કહ્યું, ‘હું તમારી સાથે સમંત છું, પણ શું થાય? આટલી મોટી બહુમતીમાં આપણાં બેનું શું ગજુ?
બર્નાડ શો એ અમેરિકામાં એક પ્રવચનમાં કહ્યું, ‘પચાસ ટકા અમેરિકનો મૂર્ખ છે.’ સભામાં ઉહાપોહ થઇ ગયો.
બીજી જ પળે શો બોલ્યા, ‘હું મારા શબ્દો પાછાં ખેંચુ છું અને કબૂલ કરૂ છું કે પચાસ ટકા અમેરિકનો બુધ્ધિશાળી છે.’

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s