વાક્યો-સુવાક્યો

કોઇપણ માણસ જ્યાં સુધી સારો થવાની કોશિષ ન કરે ત્યાં સુધી પોતે કેટલો ખરાબ છે તે જાણી શકતો નથી. – સી.એચ.લેવિસ

પાપ એ માટે દુ:ખદ નથી કે તેની મનાઇ છે, પરંતુ તેની મનાઇ એ માટે છે કે તે દુ:ખદ છે. – ફ્રેંકલીન

અસાવધ યૌવનનું ભવિષ્ય દયાપાત્ર ઘડપણ હોય છે. – ફ્રેંકલીન

માણસ પોતાની નિષ્ફળતાથી જેટલો ડરે છે, તેટલો જ તે કાર્યસિધ્ધિથી દૂર રહે છે. – હેન્ની ફોર્ડ

તમે જ્ઞાન વિનાનાં ધનિક બનવાનું જોખમ ક્યારેય ન લેશો. – સ્વેટ માર્ડન

એકની મૂર્ખાઇ બીજાનું નશીબ બને છે. – ફ્રાંસિસ બેકન

તમે બધા લોકોને થોડા સમય માટે છેતરી શકો છો, થોડા લોકોને બધા સમય માટે, પણ બધા લોકોને બધા સમય માટે તો નહિ જ.

આપણે આપણાં બાળકને સારૂ ભવિષ્ય નથી આપી શકતા – એને માત્ર સુરક્ષિત રાખવાનો પ્રયાસ જ કરી શકીએ છીએ. હા, વર્તમાન એક એવી ચીજ છે કે જે આપણે તેને સારી રીતે આપી શકીએ. – કેથેલીન નોરિસ

જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જાઓ, ત્યાં જતાં જ આગળ વધવાનો માર્ગ અવશ્ય દેખાશે. – રોબર્ટ વેંસન

આપણી વાણી આપણાં મૌન કરતાં શ્રેષ્ઠ હોવી જોઇએ. નહિતર મૌન રહેવું જોઇએ. – ડાયેનિસીસ

પ્રેમ અને શંકા બંને એક સાથે એક હદયમાં રહી શકે નહિ. – ખલિલ જિબ્રાન

પોતાનાં વગર દુનિયા અટકી પડશે એવું માનનારાઓથી કબરો ભરેલી છે. – જોર્જ ક્લેમેન્સો

Leave a comment