ફ્રેંચ નવલકથાકાર એમિલ ઝોલાની નવલકથા Theresa Raquin વિશે…

ફ્રેંચ નવલકથાકાર એમિલ ઝોલાની એક નવલકથા Theresa Raquin. વાર્તાની શરૂઆતમાં Camille કે જે વાર્તાનાયિકા થેરેસાનો પતિ હોય છે તેને તેની માતા પતિનાં મૃત્યુ પછી Camille નાનપણથી યુવાન થયો ત્યાં સુધી નાના બાળકની જેમ જ ઉછેરે છે. Madame Raquin તો એમ ઇચ્છતી હોય છે કે તે જિંદગીભર Camilleને મુશ્કેલીઓથી દૂર રાખે. ને લગભગ એ જ કારણે Camille હંમેશા અશક્ત, બીમાર જેવો, નિસ્તેજ રહે છે. Madame Raquinનો ભાઇ તેની પત્ની મૃત્યુ પામતા તેની પુત્રી થેરેસાને Madame Raquin પાસે મૂકી જાય છે. થેરેસા તેનાં લાડ અને ડર સાથે Camille સાથે મોટી થાય છે. યુવાન થતાં Madame Raquin થેરેસાનાં લગ્ન થેરેસાની ઇચ્છા વિરૂધ્ધ તેનાં પુત્ર સાથે કરાવી નાખે છે. આ કારણે થેરેસા લગ્નની શરૂઆતથી Camilleને ધિક્કારતી હોય છે.

થેરેસા તેનો પતિ Camille જ્યાં સામાન્ય નોકરી કરતો હોય છે ત્યાંનો તેનો મિત્ર Laurentનાં પ્રેમમાં અને Laurent થેરેસાનાં શરીરનાં પ્રેમમાં પડે છે. એક જગ્યાએ લેખક લખે છે: ‘પ્રેમનાં નશામાં ચકચૂર બનેલી એ સ્ત્રી (થેરેસા)નો ચહેરો નિર્દય અને કોમલ બંને જણાતો હતો.’ થેરેસા એકવખત Laurentને કહે છે, ‘તને જોતા જ હું ઉશ્કેરાટ અને યાતના અનુભવતી… છતાંય તારા આવવાની રાહ જોઇ હું એ વેદનાને શોધતી હતી.’

એકવખત થેરેસાનાં ઘરમાં ઉપરનાં માળે શયનખંડમાં Laurent હોય છે અને થેરેસા મોટેથી વાત કરતી હોય છે ત્યારે Laurent નીચે દુકાનમાં રહેલી Madame Raquin અવાજ સાંભળીને ઉપર આવી જશે એમ કહે છે, ત્યારે થેરેસા કહે છે, ‘મને એની બીક નથી, હું તને ચાહુ છું.’ … ગણતરીયુક્ત Laurent ભય પામતો ત્યારે થેરેસા કહેતી, ‘સામનો કરવાથી ભય દૂર ભાગે છે, અને આ જ સત્ય છે.’

એક વખત થેરેસા, તેનો પતિ Camille અને પ્રેમી Laurent નૌકાવિહાર કરવા જાય છે. એ વખતે Laurent તેનાં મિત્ર Camilleને ધક્કો મારીને નદીમાં ફેંકી દે છે. એ પછી બંને દુ:ખી હોવાનું નાટક કરીને કાયદેસરનાં લગ્ન કરી લે છે.

લગ્ન પછી જે સુખની તેઓએ કલ્પના કરી હોય છે તે એમને મળતું નથી. પોતાનાં પાપનાં બોજા હેઠળ બંને, ખાસ તો થેરેસા પીડાય છે. એકવખત બંનેનાં ઝઘડા વખતે Madame Raquinને પુત્રનાં મોતની સાચી વાતની ખબર પડી જાય છે. તે બદલા-ભાવનાથી પીડાય છે, પણ તેને પેરેલીસિસ હોય છે.

અંતમાં પાપનાં બોજા હેઠળ થેરેસા-Laurent ઝેર પી ને આપઘાત કરે છે. Madame Raquin તિરસ્કારપૂર્ણ નજરે બંનેનાં મૃતદેહોને નિહાળતી રહે છે.

આ વિશ્વપ્રસિધ્ધ નવલકથા એ કહી જાય છે કે…
સ્ત્રી કાં તો પ્રેમ કરી જાણે છે, કાં તો નફરત. વચ્ચેનાં માર્ગની એને ખબર નથી.
સ્ત્રીને તેની ઇચ્છા વિરૂધ્ધનાં પાત્ર સાથે પરણાવવામાં આવે છે ત્યારે તેનાં આવા ભયંકર પરિણામો જ આવ્યા છે.
નિર્મળ પ્રેમ આપનાર સાથે દગો કરી તેની પીઠ પાછળ લાભ લેવાનું પરીણામ હંમેશા કરૂણ જ હોય છે.
શૃંગાર અને સાહિત્યરસથી ભરપુર આ નવલકથાતમારે વાંચવી છે?

http://books.google.co.in/books?id=DFfvvsUcnwMC&dq=Theresa+Raquin+by+%C3%89mile+Zola,+character&printsec=frontcover&source=bn&hl=en&ei=B8BWSr6-ApHWtgPIiJj0AQ&sa=X&oi=book_result&ct=result&resnum=4

૨૦ વર્ષની ઉંમરે બેકારીથી કંટાળીને એમિલ ઝોલાએ તેનાં એક મિત્રને પત્રમાં લખેલ, ‘હું ૨૦ વર્ષનો યુવાન છું, પણ કામધંધા વગરનો. અત્યાર સુધી હું દીવાસ્વપ્નો જોવામાં મગ્ન રહ્યો. સરી જતી રેતી ઉપર પગલાં પાડતો હું કોણ જાણે કઇ ગર્તામાં ધકેલાઇ જઇશ?’ એ સમય બાદ ઝોલાનાં પિતાનાં એક મિત્રએ પુસ્તક પ્રકાશન કરતી સંસ્થામાં પુસ્તકોનાં બંડલો બાંધવાની નોકરીમાં રખાવેલ. નવરાશનાં સમયે એમિલ ઝોલા પુસ્તકો વાંચતો અને સમય જતાં એ પ્રસિધ્ધ નવલકથાકાર બન્યો.

એકવખત એમિલ ઝોલા નોકરીએથી ઘરે આવ્યો ત્યારે મકાનમાલિકની પુત્રી એલેકઝાંડ્રીના રડી રહી હતી. એમિલે તેનું કારણ પૂછતા તેણે કહ્યુ કે તેનો પ્રેમી તેને છેતરીને નાસી ગયો છે. એ વખતે એમિલે એલેકઝાંડ્રીના સમક્ષ લગ્ન માટેની તૈયારી બતાવી અને એ રીતે બંનેનાં લગ્ન થયાં.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s