વાંચકો માટે કેટલાક અવતરણો…

‘વિજ્ઞાનને ખાતર મારે ઝાડૂવાળાની નોકરી કરવી પડે તો એ પણ કરી લઇશ.’ – માઇકલ ફેરાડે (વિજળીનો શોધક)

‘મારૂ એ સદભાગ્ય છે કે હું આવા મહાપુરૂષનાં જમાનામાં જીવુ છું.’ (ઇંગ્લેંડની રાણી (૧૬૬૨-૧૭૨૭)એ ન્યૂટનનાં સંદર્ભમાં કહેલ)

‘ગઇ કાલે રાત્રે મેં એ વાંચવાની પૂરી કરી ત્યારે મને એટલો બધો ત્રાસ થયો કે હું મારા ઓરડામાં રહી શક્યો નહિં. હું ઊભો થઇને બહાર ચાલ્યો ગયો.’ (લેનિન – ચેખોવની ટૂંકી વાર્તા ‘વોર્ડ નંબર સિક્સ’ વાંચ્યા પછી.)

‘એક નેતાનાં ભાષણ કરતાં છાણનાં એક પોદળાની કીંમત વધારે છે.’ – ચીની નેતા માઓ-ત્સે-તુંગ

‘સ્ત્રીની સ્તુતિ કરનાર સ્ત્રી હજુ સુધી જન્મી નથી.’ – ‘As You Like It’-શેક્સપિયર નાટકમાંનું એક વાક્ય

યુવતીને જ્યારે સાચી સલાહ આપવામાં આવે છે ત્યારે તે પોતાની આંધળી દોડને વધારે ઝડપી બનાવે છે. – શેક્સપિયર

અહંકાર વિશે મરાઠી કવિ વિંદા કરંદીકરે લખ્યું છે…
‘જુવાનીમાં તેણે એકવાર દરિયામાં પેશાબ કર્યો.
અને તેને લીધે,
દરિયાની સપાટી કેટલી ઊંચી આવી એ માપવામાં ખર્ચી નાખ્યું,
પોતાનું બાકીનું આયુષ્ય.’

’ફેશન એ એટલી બદસુરત વસ્તું છે કે દર છ મહિને આપણને એને બદલતા રહેવું પડે છે.’ – ઓસ્કાર વાઇલ્ડ

જે સ્ત્રી પોતાની સાચી ઉંમર કહી દે છે એનાથી ચેતતા રહેજો, એ કોઇપણ વાત છુપાવી નહિ શકે. – ઓસ્કાર વાઇલ્ડ

’અગાઉ માણસોને મારીને ગુલામ બનાવવામાં આવતાં. હાલ માણસોને પૈસાની અને ભોગની લાલચ આપીને ગુલામ બનાવાય છે. એ પૈસો આપણું લોહી ચુસી લેશે, કેમ કે તે આપણી નીતિ લઇ લેશે.’ – ગાંધીજી

Advertisements

One thought on “વાંચકો માટે કેટલાક અવતરણો…

  1. સરસ રોહિત ભાઇ….આપનુ કાયઁ અનન્‍ય છે…. આપનાં શોખ જેવો જ મને અવતરણો ભેગા કરવાનો અને વહેચવાનો (નહી કે વેચવાનો) શોખ છે. આપનાં મને ગમતા અમુક અવતરણો લઇ શકુ?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s