વાક્યો, ખલિલ જિબ્રાનનાં…

બસ આ એક જ વાર હું ચૂપ થઇ ગયો છું. અને તે જ્યારે કોઇએ મને પૂછ્યું, ‘તું કોણ છો, હકે તો?’ ત્યારે.

આપણે જે મેળવ્યું, તેનાં કરતાં જે નથી મેળવ્યું, તે હંમેશા, વધારે પ્રિય લાગવાનું જ છે!

એકબીજાને સમજવા માટે ઓછામાં ઓછો શબ્દ વ્યવહાર જોઇએ. પણ આપણું ઊંધુ જ ચાલ્યું છે! વધારેમાં વધારે શબ્દો વાપરીને આપણે એકબીજાને સમજવાનો પ્રયોગ આદર્યો છે.

ઘર તમામ સ્મશાન બની જાત, જો એમાં અતીથિઓ આવતા રહેતા ન હોત તો. શિશુઓ એ નવા અતીથિઓ છે.

આપણે આપણી દુનિયાને અત્યારે વિજ્ઞાનનાં સત્યનો ભાર આપ્યો છે. પણ આપણને કોઇને ખબર નથી લાગતી કે આ અગનઘોડો, જો માણસ પાસે લગામ નહિ હોય, તો એમનો પોતાનો, માણસનો અને વિશ્વનો, તમામનો નાશ નોતરશે!

તમે માગ્યું ચંદન, એણે આપ્યું બાવળ, એમાં તમે ગુસ્સે થઇ ગયા.
પણ તમને એ સમજાયું હોત કે, એની પાસે જે હતું, એ જ એણે આપ્યું છે, તો તમારો ગુસ્સો હાસ્યમાં પલટાઇ જાત… એણે જે આપ્યું, તે એની ઉદારતા હતી. એની પાસે એ જ હતું.

એકવાર મેં એક નાનકડા ઝરણાંને અફાટ સમુદ્ર વિશે વાત કરી ત્યારે એણે મને સાવ ગપ્પીદાસ ધાર્યો.

અદેખા લોકોનું મૌન તો કોલાહલથી પણ વધુ કર્કશ હોય છે.

જે પુરૂષો સ્ત્રીઓનાં નાનાં-નાનાં દોષોને જતાં કરવાનું શીખતા નથી તેઓને એમનાં મહાન સદગુણો માણવાનું ભાગ્ય કદાપિ સાંપડતું નથી.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s