મૃત્યુ વિશે થોડીક વાતો…

એક વાત તો એ કે…
Death is Universal, but Life is Omnipotent. (મોત સર્વવ્યાપક છે, પણ જીવન સર્વશક્તિમાન છે.)

કીડી તથા ઇંદ્રને જીવવાની આકાંક્ષા સરખી છે, બંનેને મૃત્યુનો ભય પણ સરખો જ છે.

મેં મારી જાતને પૂછ્યું, ‘દુનિયામાં જે વિષાદ ઉપજાવનારી વસ્તુઓ છે તે પૈકી સર્વસામાન્ય માનવને માટે સૌથી વધુ વિષાદ ઉપજાવનારી વસ્તુ શી છે?’ એનો સ્પષ્ટ જવાબ હતો: મૃત્યુ.

મનુષ્ય જીવન એક ગરીબડા નટ જેવું છે. દુનિયાનાં નાટ્યમંચ પર ટૂંકા સમય માટે બહુ દોડધામ કરીને છેવટે તે અદ્રશ્ય થઇ જાય છે. – શેક્સપિયર

મોત એવો અજાણ્યો પ્રદેશ છે, જેની સરહદ પાર કર્યા પછી કોઇપણ મુસાફર પાછો ફરતો નથી. – શેક્સપિયર

જે રાજા પોતાની હયાતી દરમિયાન જગત જીતવા છતાં અતૃપ્ત રહેતો હતો, તે પોતાનાં મોત બાદ આઠ ફૂટની જમીનમાં પૂરા સંતોષ સાથે સૂતો છે. – થોમસ ફુલર

આપણી ઉંમર બરફ સમાન છે, ઉપર સૂર્ય પ્રકાશે છે. – શેખ સાદી

ગ્રીક ભાષામાં એક વાક્ય છે – મેનિસ તેની જિંદગી દરમિયાન ગુલામ હતો, હવે તેનાં મોત બાદ તે અને ઇરાનનાં પ્રતાપી રાજા દરાયસને સમાન ગણી શકાય.

એક સૂફી વાર્તા છે-
દરિયાઇ મુસાફરી વખતે તોફાન આવવાથી મુસાફરો જીવ બચાવવા પ્રાથના કરતા હતાં, ઉપાયો શોધતા હતાં, ચીસો પાડતા હતાં, પણ એક સૂફી સંત શાંત ઊભા હતાં. તોફાન શાંત પડ્યા બાદ એક મુસાફરે તેમને પૂછ્યું, ‘આપણી અને મોત વચ્ચે દરિયા અને હોડી જેટલું જ અંતર હતું છતાં આપ શાંત કેમ હતાં?
સૂફી સંતે જવાબ આપ્યો, ‘જમીન પર હોત તો કદાચ આટલું અંતર પણ ન હોત.’

મનની વાસનાની વેદી ઉપર માનવી દેહનું બલિદાન આપે છે. (ક્યારેક મજબૂરીથી, ક્યારેક પ્રલોભનથી કરેલ ભૌતિક દોડનો અંત જ્યારે માંદગીથી આવે છે ત્યારે માનવીને આ સત્ય સમજાય છે.) – લાઓત્ઝે

સંસાર સમયથી ડરે છે, પણ સમય પિરામિડથી. – અરબી કહેવત

માટી કહે કુંભાર સે, તૂ ક્યાં રોંદે મોહે,
એક દિન ઐસા આયેગા, મૈં રોંદૂંગી તોહે. – કબીર
(માટી કુંભારને કહે છે કે તું મને શું રગદોળીશ? એક દિવસ એવો આવશે જ્યારે હું જ તને રગદોળીશ, કારણ કે મૃત્યુ પછી શરીર માટીમાં જ મળી જાય છે.)

ને છેલ્લે…

સ્ત્રીઓ મૃત્યુથી એટલી નથી ડરતી જેટલી વૃધ્ધાવસ્થાથી.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s