Ralph Waldo Trineનું પુસ્તક In Tune With The Infiniteમાંથી કેટલાક અંશો

અમેરિકન લેખક Ralph Waldo Trine (1866-1958)નું પુસ્તક In Tune With The Infinite ઇ.સ.૧૮૯૭માં પ્રકાશિત થયેલ. તેમનાં આ પુસ્તકની લાખો નકલો ટૂંકાગાળામાં વેચાય ગઇ હતી. હેન્રી ફોર્ડ તેમનું આ પુસ્તક વાંચીને ખૂબ પ્રભાવિત થયા હતાં.

દરેક માણસે પોતપોતાનો માર્ગ શોધી લેવાનો હોય છે. આ બાબતમાં કોઇનાં વતી બીજુ કોઇ કરી શકે તેવી ઉધારી ચાલતી નથી.

ગૃહિણીનાં પોશાક પરથી એમની માનસિકતાનો ખ્યાલ આવી જાય છે.

જે કાંઇ આપણાં જીવનમાં બને છે, તેને આપણે પોતે જ નોતરૂ મોકલ્યું હોય છે. વણનોતર્યુ કશું જ આવી શકે તેમ નથી. જાણ્યે-અજાણ્યે આપણે જ આપણી પરીસ્થિતી ઊભી કરીએ છીએ.

તમારી અંદરની બારીઓના કાચ જ ગંદા અને ધૂળવાળ હશે તો એમાંથી તમને જે દેખાશે તે પણ ગંદુ, ઝાંખુ અને અસ્પષ્ટ હશે.

પ્રત્યેક રોગનું મૂળ વિકૃત મનોદશા અને લાગણીતંત્રમાં છે.

પૂર્ણ નિરોગીતા એ જ જીવનની સ્વાભાવિક અને સહજ સ્થિતી છે. એનાંથી જુદી સ્થિતી અસ્વાભાવિક અને કુત્રિમ છે. કુદરતનાં નિયમો તોડવાને લીધે આવી અસ્વાભાવિક સ્થિતી ઊભી થાય છે. આથી આપણે એવા ટેવાઇ ગયા છીએ કે રોગને જ આપણે સ્વાભાવિક માનતા થઇ ગયા છીએ. (લેખક પોતે ૯૧ વર્ષ જીવ્યા હતાં).

પ્રત્યેક બાબતનાં પ્રભાવમાં માણસનું માનસિક વલણ કામ કરતું હોય છે.

સમજુ માણસે પરોપકારનાં કામો સંતાનો કે ટ્રસ્ટીઓને આપી જવા કરતાં પોતે જ કરી લેવા જોઇએ.

ઘણાં માણસો નજીવી ચીજો મેળવવાનાં લોભે ઉમદા ચીજો ગુમાવે છે.

Advertisements

One thought on “Ralph Waldo Trineનું પુસ્તક In Tune With The Infiniteમાંથી કેટલાક અંશો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s