કેટલીક વિવિધ વાતો…(1)

મદનલાલ ધિંગરાએ સ્વતંત્રતા દરમિયાન એક અંગ્રેજને ગોળી મારીને તેની હત્યા કરેલ. એ વખતે તેમની ઉપર કોર્ટમાં કામ ચાલેલ ત્યારે પોતાની ઉપરનાં આરોપનો સ્વીકાર કરતાં તેમણે કહેલ: ‘હું માનુ છું કે મેં એ દિવસે એક અંગ્રેજની હત્યા કરી પણ તે તો તેનાં અમાનવિય દંડોનો એક સાધારણ બદલો છે, જે ભારતીય યુવાનોને ફાંસી અને કાળાપાણીની સજાઓ અપાઇ છે. મેં આ કાર્ય માટે મારા અંતરાત્મા સિવાય કોઇની સાથે ચર્ચા-વિચારણા કરી નથી.’

વીર સાવરકર જ્યારે અંગ્રેજોની કેદમાં હતાં ત્યારે ૨૦ વર્ષની એમની પત્ની તેને જેલમાં મળવા આવી હતી. એ વખતે સાવરકરે પત્નીને કહ્યું હતું: ‘બાળકોની સંખ્યા વધારીને, ચાર તણખલા ભેગા કરીને માળો બાંધવો એને જ સંસાર કહેવો હોય તો એવો સંસાર તો કાગડા અને ચકલીઓ પણ માંડે છે.’

આપણે ભારતનાં ખૂબ જ ઋણી છીએ. કારણ કે ભારતે આપણને ગણતરી કરવાની પધ્ધતિ શીખવાડી. એ પધ્ધતિ ન હોત તો વિશ્વની અનેક મહત્વની શોધ થકે શકેત નહિ. – આલ્બર્ટ આઇન્સ્ટાઇન

જર્મનીનાં મહાન ફિલસૂફ ફ્રેડરીક નિત્સેએ અસહ્ય પીડા વચ્ચે લખેલા ત્રણ પુસ્તક તેમનાં જીવન દરમિયાન ખાસ વેચાયા ન હતાં. તેમનાં મિત્રોની સહાયથી ૫૦-૧૦૦ નકલ માંડ વેચાય શકેલ હતી. તેમનાં મૃત્યુ બાદ આ ત્રણ પુસ્તકોની લાખો નકલ વેચાય હતી.

મહાન વિજ્ઞાનીક થોમસ આલવા એડિસન કે જેની અસંખ્ય શોધોથી આપણી સગવડોમાં વધારો થઇ શક્યો છે એ પણ બાળપણમાં તોફાની હતાં. બાળપણમાં એકવખત તેઓ કેનાલમાં પડી ગયેલ ત્યારે ડૂબતા-ડૂબતા માંડ બચી શકેલ. એકવખત ઘઉંનાં મોટા ઢગલામાં ભૂસકો મારતા તેની અંદર પેસી ગયેલ. એ વખતે ગુંગળાઇને મૃત્યુ પામેત, પણ વખતસર બહાર કાઢવામાં આવતા બચી ગયેલ.
તેઓ કહેતા, ‘ભાઇ, આપણી જિંદગી બહુ ટૂંકી છે, અને જાણવા ને મેળવવા જેવુ જ્ઞાન એટલું બધુ છે કે એક પળનો પણ નિરર્થક વ્યય કરવો તે મહાપાપ છે.’
એડિસનને માત્ર અને માત્ર જ્ઞાન વિષયક પુસ્તકો જ વાંચવાનો શોખ હતો. સાહિત્યમાં એમને રસ ન હતો, પણ તેમને વિકટર હ્યુગોની નવલકથાઓ વાંચવી ગમતી હતી.

ઓલ્વિન ટોફલર નામનાં લેખકે કહ્યું છે કે, `આવતીકાલનાં ઇતિહાસકારો આજની આપણી ચુંટણી પધ્ધતિને પછાતો દ્રારા આચરાતા એક જરીપુરાણા કર્મકાંડ કે વીધિરૂપે જોશે… આજે હવે નવા અભિગમની જરૂર છે. ૫૧ ટકાનો સિધ્ધાંત મૂળમાં એક બુઠ્ઠુ સાધન છે, તે માત્ર સંખ્યા પર આધારિત છે, તેમાં ગુણાત્મક વિશે કશો નિર્દેશ નથી.’ તે એમ પણ કહે છે કે, ‘આજનાં જમાનામાં ટેકનોલોજીને કારણે મતદારો તેમનાં અનેકવિધ મતમતાંતર આપી શકે એવી ચૂટણી શક્ય છે. અને તેમાં ફેરફાર લાવવો જ પડશે.’

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s