લેખક: લક્ષ્મીદાસ ખટાઉ – ‘તત્વજ્ઞાનની પાંખે વિજ્ઞાનની આંખે’ માંથી કેટલાક અંશો

પુસ્તકનાં આ અંશો જ કહી આપે છે કે લેખક રેશનાલિસ્ટ છે. એક વાંચવા જેવું પુસ્તક.

શાકાહારી કુટુંબમાં જન્મેલો કિશોર જ્યારે પહેલીવાર માંસાહાર કરે છે ત્યારે અંદરથી અવાજ આવે છે કે તું ખોટું કરે છે. આ અવાજ આત્માનો નહીં પણ સંસ્કારોનો હોય છે. તેને આત્માનો અવાજ કહેવો હોય તો તેમાં કંઇ ખોટું નથી. માંસાહારી કુટુંબમાં જન્મેલો બાળક કે કિશોર માંસાહાર કરે ત્યારે તેનો આત્મા એમ નથી કહેતો કે તું ખોટું કરે છે. જો આત્મા પરમાત્માનો અંશ હોય તો શાકાહારી આત્મા અને માંસાહારી આત્માનો અવાજ એક જ હોવો જોઇએ, પણ તેમ બનતું નથી. કારણ કે સંસ્કારોનો પ્રભાવ મનુષ્યનાં વિચાર, વાણી, વર્તણુક પર વધારે હોય છે.

બધા ધર્મોનાં સ્ત્રીઓનાં અધિકારો વિશે અને સ્ત્રી વિશેનાં સત્યો આજે અસત્ય બની ગયા છે. આ સત્યો હવે ગંધાય છે. ગંધાતી માછલીને ફેંકી દેવાય તેમ વાસી થઇ ગયેલા ગંધાતા સત્યોને પણ ફેંકી દેવા જોઇએ. અતર છાંટીને ફ્રીજમાં ન મુકાય. મહંતો, મૌલવીઓ, પાદરીઓ અને રૂઢિચૂસ્ત ધર્મો ગંધાતા સત્યને પણ સાચવી રાખવા માગે છે.
સત્ય કાળ અને દેશ મુજબ નક્કિ થાય છે. એક સમયે જે સત્ય હોય તે વખત જતાં બીજા સમયે અસત્ય બની જાય. એક દેશ, સંસ્કૃતિ કે સમાજમાં જે સત્ય મનાતું હોય તે જ સત્ય બીજા દેશ, સંસ્કૃતિ કે સમાજમાં અર્ધસત્ય કે અસત્ય બની જાય. સત્ય જેવી ભ્રામક ભાવના બીજી કોઇ નથી. એક વખત સતી પ્રથા, વિધવાનાં પુર્નલગ્ન પર નિષેધ એ સત્ય હતું, આજે તે અસત્ય બની ગયું છે…. ગાંધીજી આજે રાષ્ટ્રપિતા મનાય છે. તેમને મહાત્મા કહેવામાં આવે છે અને ગોડસેને હત્યારા તરીકે વર્ણવામાં આવે છે. આ આજનું સત્ય છે. કોઇ સંજોગોમાં કટ્ટર હિંદુવાદીઓ સતા પર આવે તો ગોડસે મહાત્મા બની જાય અને ગાંધીજી દેશદ્રોહી બની જાય! ગાંધીજીનાં સ્થાને ગોડસેનાં પૂતળા આવી જાય. આ એક વાસ્તવિક સંભાવનાં છે.
(રશિયામાં આવું થયું પણ છે.)

વિજ્ઞાનનું એક જમા પાસું છે. વિજ્ઞાનમાં જે એક વાર સત્ય મનાતું હોય તે પાછળથી અસત્ય સાબિત પણ વૈજ્ઞાનિકો જ કરે છે અને નિખાલસપણે પોતાનાં જૂના વાસી થઇ ગયેલા સત્યને ફેંકી નવા સત્યને સ્વીકારે. ધર્મ અને સમાજની જેમ જૂના વાસી થઇ ગયેલા ગંધાતા સત્યોને અતર છાંટી સાચવી રાખવાની ચેષ્ટા વિજ્ઞાન કરતું નથી…. વિજ્ઞાનની તો આ પરંપરા છે. સત્યની ખોજ કરવી, કોઇપણ સત્યને પરમ સત્ય માની ન લેવું.

કિશોરલાલ મશરૂવાળાએ એમનાં એક નિબંધમાં કહ્યું છે: ‘ઇરાદાપૂર્વક જુઠ્ઠા વિધાનો ન થયા હોય તેવો એક પણ ધર્મ નથી.’

સત્યને સમજવા હોય તો મોટી શરતોનું પાલન કરવું પડે. પૂર્વગ્રહ, ભય અને સ્વાર્થને છોડવા પડે. આ ત્રણમાંથી એકને પણ વિચારોમાં સ્થાન હોય ત્યાં સુધી સત્યને સમજવું અશક્ય છે.

આ જ પુસ્તકમાં બીજા એક પુસ્તકનો ઉલ્લેખ આવે છે, એ પુસ્તક પણ વાંચવા જેવું છે. ગુજરાતી ભાષામા બ્રહ્માંડ વિશે અઢળક માહિતી આપતું આ પુસ્તક વાંચવાની મારી ખાસ ભલામણ છે. ‘બ્રહ્માંડની કથા’ – લેખક: મનુભાઇ મહેતા.
મેં આ પુસ્તક વાંચેલ હોય તેમાંથી બે વાક્યો એ માટે કે એથી વાંચકોને ખ્યાલ આવશે કે ‘વિજ્ઞાન’ દરેક શક્યતાઓ અને મર્યાદાઓને નમ્રતાથી સ્વીકારે છે.

બ્રહ્માંડની કથામાં શરૂઆતમાં જ મનુભાઇએ લખ્યું છે કે: ‘સર અર્થર એડિંગ્ટન નામનાં ખગોળશાસ્ત્રીએ પૂરેપૂરી નમ્રતાથી માણસજાતનાં ખગોળનાં રહસ્યોને જાણવાનાં પ્રયત્નો વિશે કહ્યું છે કે, ‘એક ઇયળ બટાટાની અંદર ભરાયેલી છે. એ બટાટો સમુદ્રમાં એક સ્ટીમરનાં ભંડકીયામાં રહેલો છે. સ્ટીમર સમુદ્રની લહેરોમાં ઝોલા ખાતી ખાતી આગળ વધી રહી છે. એ સ્ટીમરની ગતિની આધારે બટાટામાં રહેલી ઇયળ સમુદ્રનું બહારનું સ્વરૂપ કેવું હશે તેનો અંદાજ લગાવી રહી છે. બ્રહ્માંડનાં સ્વરૂપ અને તેનાં રહસ્યો જાણવા મથતા માનવીની સ્થિતી પણ આ ઇયળ જેવી જ છે.’

આપણાં દેશનાં વૈજ્ઞાનિક ડો. રાજા રામન્નાએ પણ કહ્યું છે કે, ‘બ્રહ્માંડનાં રહસ્યો જાણવાનો વિજ્ઞાનિકોનો પ્રયત્ન ચિરકાળથી ચાલુ રહ્યો છે અને ચાલુ રહેવાનો છે’ … ‘આપને એક ચોક્ક્સ મંચ ઉપર (એટલે કે પૃથ્વી ઉપરથી) ઊભા રહીને બ્રહ્માંડનું નિરીક્ષણ કરીએ છીએ, અને તેથી બ્રહ્માંડનું એક સ્વરૂપ આપણને દેખાય છે. સંભવ છે કે નિરીક્ષણ માટેનો બીજો કોઇ મંચ હોય અને એ મંચ ઉપર ઊભા રહીને બ્રહ્માંડનું નિરીક્ષણ કરનારને બ્રહ્માંડનું કોઇ જુદુ જ સ્વરૂપ દેખાતું હોય.’

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s