ચીની ફિલસૂફ કન્ફ્યૂશિયસનાં કેટલાક વિચારો…

હું પ્રતિભાશાળી વ્યક્તિ નથી પણ મારામાં જીજ્ઞાસા છે.

પોતે જે જાણે છે અને નથી જાણતો, એ બંને વિશે સભાન હોય તેને જ જ્ઞાની પુરૂષ કહી શકાય.

પોતાનાથી નીચલી કક્ષાનાં માણસ પાસેથી નવું શિખવામાં જેને ક્ષોભ નથી તે સંસ્કારી છે.

અતિરેક અને અછત બંને નુકશાનકારક છે.

શ્રેષ્ઠ વ્યક્તિ એ છે જે ઉચ્ચ પદ પર હોવા છતાં ક્યારેય ધમંડ નથી કરતો અને સામાન્ય પદ પર હોવા છતાં કાર્ય પ્રત્યે ઉપેક્ષા નથી કરતો.

વિધ્વાન હોવા છતાં જેનામાં ગંભીરતા નથી તેની પાસેનું જ્ઞાન અસરકારક નહિં બને અને લોકોમાં તે શ્રધ્ધા ઉત્પન કરી શકશે નહિ.

માણસ ક્યારેય પણ તેનું ગુપ્ત ચરિત્ર લાંબા સમય સુધી છુપાવી શકતો નથી.

જ્ઞાન વગરનું ચિંતન નકામો પરિશ્રમ છે, જ્ઞાનનાં અભાવમાં કરવામાં આવતું ચિંતન ભયજનક છે.

સ્વયં પર વિજય પ્રાપ્ત કરવો અને નીતિમતાનું પાલન કરવું એ પુર્ણ સદગુણ છે.

જો આદેશો સ્પષ્ટ હશે તો જ તેનું પાલન થઇ શકશે.

અનાયાસ પ્રાપ્ત થયેલી લક્ષ્મી, પરિશ્રમ અને પુરૂષાર્થ વગરનું જીવન અને સાચી ભૂખ વિનાનું ભોજન સરવાળે આનંદ આપતા હોવા છતાં હાનિકારક છે.

સાચુ શું છે એ જાણવું અને એમ ન કરવું એ હિંમતનો અભાવ છે.

Advertisements

બટ્રાંડ રસેલનું પુસ્તક “Conquest of Happiness” (સુખનો વિજય/સિધ્ધિ) માંથી એમનાં કેટલાક વિચારો…

વધુ જ્ઞાનમાં વધુ દુ:ખ છે અને જે જ્ઞાનવૃધ્ધિ કરે છે તેનું દુ:ખ પણ વધે છે.

અમુક હક સુધીનાં પૈસા સુખ વધારવામાં ખૂબ મદદરૂપ જરૂર બને છે, પરંતુ તે હદ પછી વધુ પૈસાથી સુખની માત્રા વધતી નથી. મારૂ કહેવું એમ છે કે સફળતા એ સુખ માટેનું એક સાધન છે ખરૂ, પરંતુ બીજા બધા સાધનોને ભોગે જો તે ખરીદાય તો તે બહુ મોંધુ પડી જાય.

સફળતા મેળવ્યા પછી શું કરવું, તે જો મનુષ્યને શીખવવામાં નહીં આવે તો તેની પ્રાપ્તી પછી તે માણસ અતિશય કંટાળાનો ભોગ બન્યા વગર નહીં રહે.

માણસની તમામ શકિતઓ પૂરેપૂરે કાર્યરત ન હોય તો જ કંટાળાનો અનુભવ થાય છે.

આપણું માનસ વ્યવસ્થિત હોય તો સુખ તથા કાર્યક્ષમતા કેટલી વધી જાય છે, તે જોઇ ખરેખર આશ્ર્ચર્ય થયા વગર રહેતું નથી, તેનું કારણ એ કે વ્યવસ્થિત મનવાળો માનવી આખો વખત અયોગ્ય વિચારો કરવાને બદલે યોગ્ય સમયે યોગ્ય વિચારો કરે છે. અનિશ્ચતતા જેવું મિથ્યા અને થકવી નાખનારૂ બીજુ કશું જ નથી હોતું.

સ્ત્રીઓ તમામ સ્ત્રીઓને પોતાની હરિફ ગણે છે, જ્યારે પુરૂષો સામાન્ય રીતે પોતાનાં વ્યવસાયમાં પડેલાને પોતાનો હરિફ ગણે છે.

સુખમાં મોટામાં મોટુ વિધ્ન ઇર્ષાનું હોય છે. જેનાં બાળપણમાં કમનશીબ ઘટનાઓ બની હોય છે તેનાં જીવનમાં ઇર્ષાનું અસ્તિત્વ ખડું થાય છે, એવી મારા માન્યતા છે.

ભિખારીઓ પોતાનાથી વધુ સફળ બનેલા ભિખારીની અદેખાય કરે છે, પણ લખપતિઓની ઇર્ષા કરતાં નથી.

માણસને જે કામ કરવાનું છે તે કરવાં માટે જ્યારે તે અસમર્થ હોય ત્યારે તેને સર્વ બાબતો પ્રત્યે અસંતોષ ઉપજે છે.

જે માણસ પોતાનાં લગ્નજીવન તથા બાળકો સાથે સુખી હોય છે, અને જ્યાં સુધી પોતાને સાચો લાગે તે માર્ગે પોતાનાં બાળકોને ઉછેરી શકે તેટલી શક્તિ હોય ત્યાં સુધી તેને બીજા માણસનાં વધારે પૈસાની કે સફળતાની ઇર્ષા થતી નથી.

આખા દિવસનાં કામ પછી સાંજે શતરંજની રમત રમવા તરફ જે માણસ આનંદભેર ઘરભણી મીટ માંડી રહે એટલો શોખીન હોય તો તે નશીબદાર ગણાય, પણ જે માણસ શતરંજ રમવાની ચડશમાં કામકાજ તજી દે તેણે સંયમનો સદગુણ ગુમાવ્યો છે એમ કહેવાય.

માણસને જેવા પ્રકારનાં પ્રેમની જરૂર હોય તેવો પ્રેમ તેને મળી જાય તો તેનાંમાં આત્મવિશ્વાસની લાગણી ઉત્પન થાય છે.

અવતરણો… / Quotations

ફકીર પાસે એક રોટલી હોય તો તે અડધી પોતે ખાય છે અને અડધી ગરીબને આપે છે. બાદશાહ પાસે એક રાજ્ય હોય તો તે બીજા રાજ્યની અપેક્ષા રાખે છે. – શેખ સાદી

આપણે કદીય સાચુ જીવન જીવતાં હોતાં નથી. ભવિષ્યમાં જીવીશું તેની રાહમાં જોવામાં જ આપણે અટવાતા હોઇએ છીએ. – વોલ્તેર

જે લોકો નાનપણથી ખરાબ રસ્તે જાય છે તેમાંનાં લગભગ દરેકની મા ખરાબ હતી. – હેન્રીક ઇબસેનનું નાટક ‘A Doll’s House’માંથી)

શિક્ષણથી જો મન વધારે સારા વલણોવાળુ ન થાય, નિર્ણયશક્તિ જે વધારે સ્થિર ન થાય તો મારો વિધાર્થી ટેનિશમાં વખત પસાર કરે એ મને વધારે ગમે. – મોન્ટેઇન (Montaigne)

દૃષ્ટતા સામે તો લડી લેવાય, પણ મૂર્ખતા પાસે આપણે કેવળ અસહાય છીએ. – હેન્રી મિલર

પોતાનાંથી સાવ જુદા માણસોની સાથે સુમેળથી રહેવાની કળાને સંસ્કૃતિ કહે છે. – હેલન કેનોન

પુરૂષનાં મિથ્યાભિમાન પર ઘા કરવામાં સ્ત્રીને સૌથી વધારે આનંદ આવે છે, જ્યારે સ્ત્રીનાં મિથ્યાભિમાનને પોષવામાં પુરૂષને એવો જ આનંદ આવે છે. – જ્યોર્જ બર્નાડ શો

નરમ કાયદો ભાગ્યે જ પળાય છે, અને કડક કાયદાનો ભાગ્યે જ અમલ થાય છે. – બેન્જામિન ફ્રેંકલિન

ખરાબ કાયદાઓને રદ કરવાનો અસરકારક રસ્તો મને એક જ દેખાય છે – એ કાયદાઓનો નિર્દયપણે અમલ કરો. – યુલિસેસ ગ્રાંટ (Ulysses Grant)

સુખ માટે નહિ પણ ખુદ જીવતા રહેવા માટે આપણને થોડા અજ્ઞાનની જરૂર છે. જો આપણે બધું જ જાણતા થઇ જઇએ તો આપણે એક કલાક પણ જીવી શકીએ નહિ. – અનાતોલ ફ્રાંસ