સાહિત્યકારોનાં અવતરણો…

સારો સમાજ એ નથી જેમાં વધારો લોકો સારા છે, પણ એ છે કે જે પોતાનાં ખરાબ લોકોને પ્રેમ સાથે સારા બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. – ડબલ્યુ. એચ. ઓડન

જે એક વિદેશી ભાષા (અન્ય ભાષા) નથી જાણતો, તે પોતાની ભાષા વિષે પણ કાંઇ નથી જાણતો. – જર્મન કવિ ગટે

સુખ માટે નહિ પણ ખુદ જીવતા રહેવા માટે આપણને થોડા અજ્ઞાનની જરૂર છે. જો આપણે બધું જ જાણતા થઇ જઇએ તો આપણે એક કલાક પણ જીવી શકીએ નહિ. – અનાતોલ ફ્રાંસ

દરેક પેઢીમાં કોઇ એકાદ મૂર્ખ તો એવો હોવો જ જોઇએ જે સત્યને એનાં ખરાં સ્વરૂપમાં રજુ કરે. – બોરિસ પાસ્તરનાક

પાદરીઓ લોકોનાં પાપ ઉપર, ડોકટરો લોકોનાં દર્દો ઉપર અને વકીલો લોકોની કમનશીબીઓ ઉપર ગુજારો કરે છે. – સર વોલ્ટર સ્કોટ

સર વોલ્ટર સ્કોટની ‘Ivanhoe’ (આઇવનહો (ઐતિહાસિક નવલકથા)માં એક પાત્ર Brian de Bois-Guilbert કહે છે, ‘મેં ઘણાંય કાયદા કે આદેશોનો ભંગ કર્યો છે, પણ મારા પોતાનાં શબ્દ (વચન)ને કયારેય તોડ્યો નથી.’

આખી માનવજાતવતી વાત કરવી એ બહુ મોટી વાત છે. એ તો ઠીક, માત્ર એક મનુષ્ય પોતાનામાં રહેલ પશુનું માનવતામાં પરીવર્તન કરે એ ઘણું મોટુ છે. – હરમાન હેસ

માણસ પોતાની સ્વંત્રતાથી નિર્ણયો લે છે, પણ તેનાં નિર્ણયો બીજાઓને પણ સ્પર્શે છે. – ઝ્યાં પોલ સાર્ત્ર

પુરૂષ કે સ્ત્રીનાં સંસ્કારની ખબર એ વાત પરથી લાગી જાય છે કે એ ઝઘડાનાં સમયે કેવો વર્તાવ કરે છે. – બર્નાડ શો

એક સાદા હિંમતવાન માણસ માટે એક સાવ સાદુ પગલું એ છે કે એણે અસત્યમાં ભાગ ન લેવો, છળને જરાય ટેકો ન આપવો. ભલે અસત્ય જગતમાં જન્મે અને જગત પર આધિપત્ય પણ ભોગવે, પણ મારા ટેકાથી નહિ. – એલેકઝાંડર સોલ્ઝેનિત્સિન (ઇ.સ.૧૯૭૦ સાહિત્ય નોબલ પુરસ્કાર વિજેતા)

ચોમાસાનાં રવિવારની બપોર કેમ ગાળવી એની જેને સૂઝ નથી એવા લાખો લોકો અમરત્વની આશા સેવે છે. – સુસાન ઇર્ટઝ (બ્રિટીશ નવલકથાકાર)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s