સંકલિત જુની – નવી કહેવતો…

આગ લાગે ત્યારે કૂવો ખોદવો / દરોડો પડે ત્યારે કાળુ નાણું સંતાળવું.

આવે ઘોડા વેગે, જાય કીડી વેગે / શિલારોપણ ઘોડા વેગે, બાંધકામ કીડી વેગે.

ઊંટ ને વળી ઉકરડે ચડ્યું / ભ્રષ્ટાચારી ને વળી ખુરશી મળી.

ઊંટ મરે એટલે મારવાડ સામુ જુએ / ગુંડો ફસાય એટલે પોલિસ સામુ જુએ.

કાગડાને મન રમત ને દેડકાનો જીવ જાય / સરકારને મન ટેક્સ ને ભરનારનો જીવ જાય.

કાગનું બેસવું ને ડાળનું પડવું / પ્રેમિકાને મળવું ને પત્નીનું આવવું.

કાંટાથી કાંટો કાઢવો / પ્રધાનથી પ્રધાન કાઢવો.

કીડી સંધરે ને તેતર ખાય / સસરો સંઘરે ને જમાઇ ખાય.

ગામ હોય ત્યાં ઉકરડો હોય / ઉદઘાટન હોય ત્યાં પ્રધાન હોય.

ચેતતા નર સદા સુખી / ચેતતા વર સદા દુ:ખી.

દાઢી દાઝી પણ ખીચડી તો ખાધી / ગાળો મળી પણ ચૂંટણી તો જીત્યા.

ભપકા ભારી ને ખીસ્સા ખાલી / મેકઅપ ભારી ને રૂપે કાળી.

રાત થોડી ને વેશ ઝાઝા / આવક થોડી ને છોકરા ઝાઝા.

સંપ ત્યાં જંપ / સાસુ ત્યાં કંપ.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s