પ્રેરણાનો પ્રકાસ – વાત બે લેખિકાઓની…

ચાર્લોટ બ્રોન્ટે (Charlotte Bronte) નામની પ્રસિધ્ધ લેખિકાની એક પ્રખ્યાત નવલકથા ‘જેન એયર’. તેમાં એક વાક્ય છે: ‘જેન એયર, આવું બોલવાની તારી હિંમત કેમ ચાલે છે?’

જેન એયર કહે છે: ‘હિંમત કેમ ચાલે છે, મામી? હિંમત એટલે ચાલે છે કારણ કે તે સત્ય છે.’

નવલકથામાં અન્ય એક સ્થાને જેન એયરનું પાત્ર કહે છે: ‘દુનિયા આપણાં માટે ગમે તે ધારે પણ જ્યાં સુધી આપણો અંતર-આત્મા આપણને નિર્દોષ કહે પછી કોનાથી ડરવાનું?’

એક બીજી બ્રિટીશ લેખિકા કે જેની એક નવલકથા ‘Wuthering Heights’ ખુબ પ્રખ્યાત થયેલ. આ લેખિકા (Emily Bronte)ને ખબર જ ન હતી કે પોતે સારૂ લખી શકે છે. એકવખત તેની બહેને તેનું લખાણ જોયું અને ખુબ આગ્રહથી તેની પાસે લખાવવાનું ચાલુ કરાવ્યું. એનાં ફળ સ્વરૂપે જે લખાયું તે આ નવલકથા: ‘Wuthering Heights’. પોતાનાં જીવનકાળ દરમિયાન આ લેખિકાએ આ એકમાત્ર નવલકથા જ લખી. માત્ર ૩૦ જ વર્ષની વયે (ઇ.સ.૧૮૧૮-૧૮૪૮) તેનું અવસાન થયું. તેને પ્રેરણા આપનાર તેની બહેન હતી ‘જેન એયર’ નવલકથાની લેખિકા ચાર્લોટ બ્રોન્ટે.

બે હમઉમ્ર ભાઇઓ વચ્ચે આવું બની શકે? કદાચ બની શકે / લગભગ નહિ.

Advertisements

General Quotations

‘હું મુશીબતોથી બીતી નથી, કારણ કે તેમાંથી હું રસ્તો કાઢતા શીખી છું.’ – Louisa May Alcott અમેરિકન લેખિકા.

‘મજબૂત મનનાં માણસને મજબૂત સહારાની જરૂર હોતી નથી.’ – Ella Baker (African-American Civil Rights & Human Rights Activist)

પોતે ઊંચે ન ચડી શકનાર માનવી પોતાનાંથી ઊંચાને નીચે ઘસડીને તૃપ્તિ મેળવે છે… – ‘એક જ ડૂબકી’ વાર્તામાંથી…લે.ઝવેરચંદ મેઘાણી

… પણ પૈસા આખરે શી ચીજ છે? એની કીંમતનું ભાન ભૂલી જવું એ જ એની છાકમછોળ માણવા બરોબર છે. મેં પૈસાની કીંમતનું ભાન ખોઇ નાખ્યું છે એટલે હું બાદશાહ બન્યો છું. એ અર્થમાં મારી કને પૈસો છે. એ અર્થમાં મારી પાસે સતા છે. – ‘અલ્લામિંયાની ટાંક’ વાર્તામાંથી…લે.ઝવેરચંદ મેઘાણી

માણસ કોઇ એક ઠેકાણે આવી આરમથી બેસીને આંખ મીંચીને સીમાને સ્વીકારી લેવા તૈયાર નથી હોતો માટે જ તે માણસ છે. – રવિન્દ્રનાથ ટાગોર

સ્ત્રીનાં સ્વભાવમાં પ્રેમ મોટા પરિવર્તનો લાવે છે, પુરૂષનાં સ્વભાવમાં મહત્વાકાંક્ષા મોટા મોટા ફેરફારો કરી નાખે છે.

સુરેશ દલાલે એમનાં પર્લ બક વિશેનાં એક લેખમાં લખ્યું છે: ‘માણસ વિશે કદિયે, ક્યારેય કશું છેવટનું ન કહી શકાય. આપણી બધી જ પૂર્વધારણાઓને એ ખોટી પાડતો હોય છે અને પળેપળે એ પોતે કેટલો વિચિત્ર હોય છે એનો જ પરિચય આપે છે.’

એક સાદા હિંમતવાન માણસ માટે એક સાવ સાદુ પગલું એ છે કે એણે અસત્યમાં ભાગ ન લેવો, છળને જરાય ટેકો ન આપવો. ભલે અસત્ય જગતમાં જન્મે અને જગત પર આધિપત્ય પણ ભોગવે, પણ મારા ટેકાથી નહિ. – એલેકઝાંડર સોલ્ઝેનિત્સિન (ઇ.સ.૧૯૭૦ સાહિત્ય નોબલ પુરસ્કાર વિજેતા)

જે લોકો નાનપણથી ખરાબ રસ્તે જાય છે તેમાંનાં લગભગ દરેકની મા ખરાબ હતી. – હેન્રીક ઇબસેનનું નાટક ‘A Doll’s House’માંથી)